SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યા. તી. ન્યા. વિ. ઉપાધ્યાય શ્રીમંગલવિજયકૃત જૈનતપ્રદીપની પ્રસ્તાવનાનો અનુવાદ अहम् નમો નમઃ શ્રી મુર્ખજે અન્ય શાસ્ત્રને વિષે જેમણે સમુચિત પ્રયત્નો કર્યા છે એવા વિચક્ષણ પંડિતંમ પણ હસ્તર, અપાર અને અગાધ એવા જૈન પ્રવચનરૂપ સાગરમાં પ્રવેશ કરવાને ખરેખર મોટે ભાગે અસમર્થ છે તે સાધારણ બુદ્ધિવાળા જનની તે વાત જ શી કરવી? આથી કરીને સુગંભીર અર્થવાળા તે પ્રવચનેને સુખેથી બંધ થાય તે માટે ભદ્રબાહુસ્વામી, વાચકમુખ્ય (શ્રીઉમા સ્વાતિ), સિદ્ધસેન દિવાકર, જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ, હરિભદ્રસૂરિ, હેમચન્દ્રસૂરિ વગેરે દુઃષમ આરારૂપ રાત્રિ(ના અંધકાર)ને દૂર કરવામાં સૂર્ય સમાન પૂર્વાચાર્યોએ અનેક ગ્રંથ રચ્યા. તે દ્વારા પણ તથાવિધ ઉપકાર થવાને અસંભવ જોઈ પરોપકારપરાયણ ચિત્તવાળા ભગવાન ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રીયશોવિજયગણિએ તર્ક સિદ્ધાન્તના રહસ્યથી પરિપૂર્ણ ગ્રંથો રચ્યા, પરંતુ કાળના બળે બુદ્ધિની વધારે ને વધારે મંદતાથી યુક્ત બનતા હાલના માને તે કષ્ટ સમજી શકે તેમ છે, એથી સંસ્કૃતના અલ્પ અભ્યાસી હોવા છતાં સંક્ષેપમાં પરંતુ સ્પષ્ટ રૂપે આહંત મતને વિષે પ્રતિપાદન કરાયેલા પદાર્થના તત્ત્વજ્ઞાનના અભિલાષી જને અલ્પ પ્રયત્નથી એને બેધ પામે તેટલા માટે તત્ત્વાર્થાધિગમ વગેરે ગ્રંથને આધાર લઈ, સુવિખ્યાત નામવાળા ગુરુવર્ય શાસ્ત્રવિશારદ જેનાચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરસ્મી તેમજ અનલ્પ શાસ્ત્રના અભ્યાસથી નિષ્ણાત બુદ્ધિવાળા બનેલા મારા (મોટા) ગુરુબંધુ ઉપાધ્યાય (અત્યારે આચાર્યપદે બિરાજતા) શ્રીઇન્દ્રવિજયની કૃપાથી, અલ્પજ્ઞ હેવા છતાં મેં સાદી ભાષામાં નવીન પદ્ધતિ પૂર્વક લક્ષણના પ્રદર્શન રૂપે (જેન દર્શનકારને સંમત) પદાર્થના રહસ્યનું પ્રતિપાદન કરનાર આ જૈનતત્વ પ્રદીપ નામને ગ્રંથ રચે છે. આ ગ્રંથમાં સાત અધિકારની યોજના કરાઈ છે. તેમાં પહેલા અધિકારમાં જીવ, ઉપયોગ, બંધ અને મુક્તિના ઉપાય વગેરે પદાર્થોનું પ્રતિપાદન કરાયું છે. બીજા અધિકારમાં અવરૂપ ધર્માસ્તિકાયાદિનું અને વિશેષ કરીને પુદ્ગલનું નિરૂપણ કરાયું છે. ત્રીજા અધિકારમાં આશ્રય તવનું કારણના ઉલેખપૂર્વક તેના ભેદે અને અવાંતર પ્રકારનું દિગ્દર્શન કરાવાયું છે. જેથી અધિકારમાં બન્ધકારણીભૂત કર્મના ભેદે અને પ્રદેશનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. પાંચમા અધિકારમાં સંવર તત્વનું વિવેચન કરાયું છે. છ અધિકારમાં નિર્જરા તત્વના સ્વરૂપનું કારણ વગેરે ઉલ્લેખપૂર્વક વિવેચન કરાયું છે. સાતમા અધિકારમાં મા તત્ત્વના સ્વરૂપનું નિરૂપણ છે. આ પ્રમાણે જેન શાસ્ત્રને અભીષ્ટ એવાં સાતે તો પૈકી પ્રત્યેક પરત્વે એક એક અધિકાર છે તેનું નિરૂપણ કરાયું છે. વળી આ ગ્રંથગત લક્ષિત શબ્દના અકારાદિ અનુક્રમની તેમજ સૂચીપત્રની ગ્રંથના અંતમાં જના કરવામાં આવી છે. આ પ્રમાણે યથાસાધ્ય પ્રયાસ કરવા છતાં જે કઈ ત્રુટિ કે પ્રમાદજન્ય અશુદ્ધિ વગેરે દેષ કે સૂત્રવિરુદ્ધ પ્રરૂપણા આ ગ્રંથમાં ઉદ્દભવેલ હોય તેનું પરિધન કૃપાળુ હૃદયવાળા સજજ કરશે એવી મુનિ મંગલવિજય આશા રાખે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy