SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. 'અનિકાચિત બંધવાળાં કર્મોની સ્થિતિની અપવતના (ઘટાડે ) થઈ શકે, તેમાં કશી નવાઈ નથી, કેમકે નિકાચિત બંધવાળાં કર્મોની સ્થિતિમાં પણ નિકાચિત કર્મોને ઉપક્રમ જ્ઞાનપૂર્વક તીવ્ર તપશ્ચર્યા દ્વારા ઘટાડો થઈ શકે છે. આ વાત નિમ્ન–લિખિત ગાથા દ્વારા સમર્થિત થાય છે – “ “દવાળવું, uિrrગરના पायमनिकाइयाणं, तवसाओ निकाइयाणं पि ॥१॥" આ વાતની પુષ્ટિ અર્થે એક બે ઉદાહરણો વિચારીશું. ઘણા દિવસ સુધી ચાલે તેટલું ધાન્ય ઘરમાં ભરેલું હોય, પરંતુ એકાએક ભસ્મક વ્યાધિ થતાં અલ્પ દિનમાં તે સમગ્ર ધાન્ય ખવાઈ જાય તેમ દીર્ઘ કાળ પર્યત ભેગવવા લાયક કર્મો પણ શુભ અધ્યવસાયની પ્રબળતાને લઈને લઘુ કાળમાં ભેગવાઈ જાય. બીજા દદાહરણ તરીકે આપણે કેરીને વિચાર કરીશું. કાચી કેરીને કંડીઆમાં ભરી તેના આ તેફ રાજર્ષિના મનમાં મહાભયંકર યુદ્ધ ચાલી રહેલું હતું. તેમણે રણભૂમિમાં સર્વ શત્રુઓને પરાસ્ત કર્યા, પરંતુ એક પ્રધાન શત્રુને હરાવવો બાકી રહી ગયે. આ વખતે રાખો ખૂટી ગયેલાં હોવાથી, હાથમાં તરવાર સરખી પણ નહિ રહેલી હોવાથી, આવેશમાં આવેરામાં શિરમાણ ( માથાના ટોપ )થી તેને મારવા તેઓ તૈયાર થયા. આ વિચારને વર્તનમાં મૂકવા જે તેમણે પિતાને માથે હાથ મૂકે, તે તેમને શું ભાન થયું ? કયાં મુનિવેષ અને ક્યાં આ મનોદશા ? ” વિવેક-દષ્ટિ તેમનામાં જાગૃત થઈ અને જોતજોતામાં તેમણે સાતમી નરકે સિધાવવા યોગ્ય કર્મ–દલિને ખપાવી નાંખ્યાં એટલું જ નહિ, પરંતુ તેઓ પશ્ચાત્તાપની–શુદ્ધ અધ્યવસાયની દિશામાં પૂર જોસથી પ્રયાણ કરવા લાગ્યા. આવે સમયે શ્રેણિકે પ્રભુને ફરીથી પ્રશ્ન પૂછે કે અત્યારે રાજર્ષિનો દેહ પડે તે તેઓ કયાં જાય ? પ્રભુએ જવાબ આપ્યો કે અનુત્તર વિમાને. શ્રેણિકે આ માટે પ્રભુને ખુલાસો કરવા વિનવ્યા. પ્રભુએ તેમને મને બળની મહત્તા સમજાવી. એવામાં દેવ-દુન્દુભિને નાદ સાંભળી શ્રેણિકે પ્રભુને પૂછે કે આ શું ? પ્રભુએ ઉત્તર આપ્યો કે રાજર્ષિને નિર્મળ કેવલજ્ઞાન પ્રાપ્ત થયું છે અને દેવે તેને ઉત્સવ કરી રહ્યા છે.' આ દૃષ્ટાન્તથી મનેવાહનની વેગવતી ગતિ અને તેનું પરાક્રમ સમજી શકાય છે. આ વાતને ધ્યાનમાં લઈને તેમના સામર્થ્યને લક્ષ્યમાં રાખીને તે મૈત્રાયણ્યપનિષદમાં ચોથા પ્રપાઠકમાં કહ્યું પણ છે કે “ મન gવ મનુષsimi, arti વર્ષ-w : . જલ્પા વિજ્ઞાાત્તિ, મોક્ષે નિવદં રમતગૂ | 3 || ” . ' ૧ કર્મને બંધ એક જાતને નથી. કોઈ કામ અતિશય ગાઢ બંધાય છે, તે કઈ કર્મ ગાઢ, તે કોઇ શિથિલ, તો કોઈક અતિશિથિલ. જે કર્મને અતિશય ગાઢ બંધ થાય છે, તેને “ નિકાચિત” કહેવામાં આવે છે. આથી વિપરીત તે “અનિકાચિત છે. ૨ છાયા-- सर्वप्रकतीनामेवं परिणामधशादपक्रमो भवेत् । प्रायमनिकाचितानां तपसा निकाचितानामपि ॥ * : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy