SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ જીવ-અધિકાર. [ પ્રથમ દ્વારા તેમાં સવિશેષ ઘટાડે કરવામાં આવે છે. એટલે કે સ્વાભાવિક સ્થિતિને પ્રયત્નપૂર્વક હાસનાશ થાય છે. આનું નામ “સ્થિતિઘાત” છે. આથી સમજી શકાય છે કે આ પ્રશ્નને અત્યારે તે ચાલુ વિષય સાથે સંબંધ નથી, છતાં આ સમ્યકત્વના પ્રકરણમાં આગળ ઉપર વિચારમાં આવનાર સ્થિતિ- ઘાત તથા રસ--ઘાત સાથે તેને ઘનિષ્ઠ સંબંધ છે એટલે અત્ર એને ઉત્તર આપ સર્વથા અપ્રાસંગિક નહિ લેખાય. અધ્યવસાયનું પ્રાબલ્ય – સૌથી પ્રથમ તે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે અધ્યવસાયને પ્રતાપ કંઈ ઓર જ છે. આત્મા અત્યંત મલિન અધ્યવસાયની મદદથી અંતર્મુહૂત જેટલા અલ્પ સમયમાં પણ સાતમી નરકે સિધાવવા લાયક કમલિકે (દળિયાં) એકઠાં કરી શકે છે. તેવી રીતે અતિશય શુભ અધ્યવસાયના અવલંબનથી ટુંક સમયમાં આવા દલિકને વિખેરી નાંખી મુક્તિ-ગમન પણ કરી શકે છે. શંકા રહેતી હોય તે વિચારે ‘શ્રીપ્રસન્નચન્દ્ર રાજર્ષિનું દષ્ટાન્ત. કરણને વિચાર કરીશું. જે વીર્ય-વિશેષ વડે કર્મની સ્થિતિ કે તેના રસમાં ઘટાડો કરાય, તે “અપવર્તના કરણકહેવાય છે. ૧ આ રાજર્ષિના ચરિત્રથી ભાગ્યે જ કોઈ જન અપરિચિત હશે, પરંતુ અજન વર્ગને ઉદેશીને તો તેનું નીચે મુજબ છૂળ સ્વરૂપ આપ્યા વિના નહિ ચાલે: ક્ષિતિપ્રતિષ્ઠિત’ નગરમાં વેરીઓને વશ કરવામાં નિપુણ અને ન્યાયના નમુનારૂપ પ્રસન્નચન્દ્ર નામના રાજા રાજ્ય કરતા હતા. આ નગરમાં એક વેળા શ્રી મહાવીર પ્રભુનું સમવસરણ થયું. આ વાતથી વાકેફગાર થતાં રાજા તેમની પતિતપાવની દેશને સાંભળવા ગયા. શ્રવણનું મનન કરતાં તેમને વૈરાગ્ય ઉત્પન્ન થયો. એથી પિતાના બાળક પુત્રને રાજગાદી સોંપી તેમણે પિતે દીક્ષા લીધી. આ રાજર્ષિ ધર્મધ્યાનમાં લીન બની એક દિવસ “રાજગૃહ' નગરની બહાર કાસગં ધ્યાને રહ્યા. એવામાં તેમના શહેરન ( ક્ષિતિપ્રતિષ્ઠિત’ નગરના) બે વણિકે ત્યાં થઈને પ્રભુને વન્દન કરવા જતા હતા. તેમણે પોતાના રાજાને ત્યાં ધ્યાનસ્થ જોયા. એમાંથી એક વણિક બોલ્યો કે આ રાજા ધન્ય છે કે જેમણે સામ્રાજ્યલક્ષ્મીને ત્યાગ કરી તપશ્ચર્યા–લક્ષ્મીને સ્વીકાર કર્યો છે. બીજો વણિક બેલી ઉઠશે કે આ મુનિ ધન્યવાદને નહિ પરંતુ ઉપાલંભ (ઠપકો )ને પાત્ર છે, કેમકે એમણે બાળવયના બળ વગરના પુત્રને રાજ્યસન , ઉપર બેસાડ્યો તે ખોટું કર્યું છે; કેમકે એથી તે એમના શ એ આ બાળકને અને સમસ્ત નગરને પણ હેરાન કરવામાં કચ્ચાસ રાખતા નથી. આ પ્રમાણે પરસ્પર વાતાં-વિનોદ કરતાં તે વણિકે તે ત્યાંથી ચાલી ગયા, પરંતુ આ વાત તે રાજર્ષિના કર્ણમાં પ્રવેશ કરી ગઈ. આથી તેમનું મને ડામાડોળ બન્યું. તેઓ કલ્યાણકારી ધ્યાનથી વિમુખ બની આત્મઘાતી ધ્યાનમાં તલ્લીન બન્યા. તેમને ખુબ ગુસ્સો ચડ્યું કે શું હું જીવતે બેઠો છું છતાં મારા પુત્રની આવી દુર્દશા થાય ? મનમાં ને મનમાં તેઓ વિરોધી શત્રએ સાથે યુદ્ધ કરવા મંડી ગયા. આ પ્રમાણે તેઓ યુદ્ધને વિચારમાં મશગુલ બન્યા હતા, તે સમયે શ્રીવીરના અનન્ય ભક્ત શ્રીશ્રેણિક નરેશ્વર પ્રભુને પ્રણામ કરવા ત્યાં થઈને જતા હતા. તેમણે આ મહર્ષિને વન્દન કર્યું, પરંતુ એમણે તે એમના સામું આંખ પણ ઊંચી ન કરી. રાજાએ ધાર્યું કે તેઓ આત્મ-રમણતામાં આરૂઢ થયા હશે. શ્રેણિક નૃપતિએ પ્રભુ પાસે જઈ વંદન કરવા પૂર્વક તેમની દેશના સાંભળી. ત્યાર પછી તેમણે પ્રભુને પ્રશ્ન કર્યો કે જે સમયે મેં પ્રસન્નચન્દ્ર રાજષિને પ્રણામ કર્યા, તે સમયે તેઓ કાળ–ધર્માને--નિવણને પામે. તો તેઓ કઈ ગતિમાં જાય? પ્રભુએ ઉત્તર આપ્યો કે સાતમી નરકે, શ્રેણિક રાજા તે આ સાંભળી આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy