________________
જીવ–અધિકાર.
[ પ્રથમ
વસ્યક નહિ ગણાય કે સૂક્ષ્મ-દ્રવ્ય-પુદ્ગલ-પરાવર્તી કરતાં સૂક્ષ્મ-ક્ષેત્ર-પુદ્ગલ-પરાવા કાળ અધિક છે. એનાથી પણ સૂક્ષ્મ-કાલ-પુદ્ગલ-પરાવર્તી ચડી જાય છે.
e
પુદ્ગલ–પરાવ ના અર્થ
આ પ્રમાણે ક્ષેત્ર-પુદ્ગલ-પરાવર્તાદિના સ્વરૂપ તરફ લક્ષ્ય આપતાં સમજી શકાય છે કે પુદ્ગલ-પરાના વ્યુત્પત્તિ-અર્થ દ્રવ્ય-પુદ્ગલ-પરાવર્ત સિવાય અન્યત્ર સુઘટિત થતા નથી. કહેવાની મતલબ એ છે કે પુદ્ગલાનુ પરિવન થવુ અન્ય રૂપે પરિણમવું એ આને વ્યુત્પત્તિ-જન્ય અર્થ તે અન્યત્ર કામ લાગતા નથી. આથી એના પ્રવૃત્તિ-નિમિત્તરૂપ અને વિચાર કરવા જોઇએ. ઉત્સર્પિણી અવસર્પિણીનું માપ એ અત્ર નિમિત્ત છે. આ નિમિત્ત તે ક્ષેત્ર-પુદ્ગલ-પરાવતમાં બરાબર ઘટી શકે છે, એટલે એ સંબંધમાં કઇ નિવેદન કરવું બાકી રહેતુ નથી. પરંતુ આ સિવાયનાં વિશિષ્ટ પ્રયેાજને જાણવાં બાકી રહે છે, પરંતુ તેને રાશન કરનાર કોઇ ઉલ્લેખ મારા
જોવામાં નથી.
મેાક્ષગમન પૂર્વેની કેટલીક સ્થિતિએ—
શ્રવણુસ’સુખી કાળ
જન્મ, જરા ( ઘડપણુ ) અને મરણુરૂપ જલતરંગાથી વ્યાપ્ત ભીષણ ભવ-સમુદ્રમાં મિથ્યાત્વ મહનીયાદિ કર્મોની પ્રેરણાથી અનન્ત પુદ્ગલ પરાવત કાળ પર્યંત અવ્યવહારરાશિ-સૂક્ષ્મ નિગેાદના ભવામાં અનેક પ્રકારનાં અસહ્ય દુ:ખાના અનુભવ કરતાં કરતાં અકામનિજ રાદિ હેતુના મળથી વ્યવહારરાશિમાં આવેલા જીવને મેાક્ષ ગમન માટે જ્યારે એ પુદ્ગલ પરાવત જેટલા કાળ બાકી રહે છે, ત્યારે તેને નિવિવેકપણે ધનુ શ્રવણ કરવાની અભિલાષા થાય છે. આ કાળને ૮ શ્રવણુસમુખી કાળ ’ કહેવામાં આવે છે. આવી રીતે આ જીવને સંસારમાં રખડપટ્ટી કરતાં કરતાં જ્યારે મુક્તિ મેળવવા માટે અર્થાત્ આત્માની સર્વોત્કૃષ્ટ શક્તિના આવિર્ભાવ કરવા માટે દોઢ પુદ્ગલ-પરાવત જેટલા કાળ બાકી રહે છે, ત્યારે પૂર્વની અપેક્ષાએ પરિણામની વિશુદ્ધતા હૈાવાથી તે જીવને ધાર્મિક માર્ગમાં પ્રવૃત્તિ કરવા માટે અનુકૂળ માર્ગાનુસારી ગુણોને મેળવવા માટે ઇચ્છા ઉદ્ભવે છે. આ કાળને ‘ માસ’મુખી કાળ ’ કહેવામાં આવે છે. આ કાળે આત્માને જે પરણામ હાય છે તેથી પણ તેના પરિણામ વિશેષ શુદ્ધ થતાં કર્મોની સ્થિતિને અકામનિર્જરા દ્વારા આછી
માસ મુખી કાળ
૧ આનું સ્વરૂપ આ ઉલ્લાસમાં વિચારવામાં આવનાર છે, બેંક એની આછી રૂપરેખા ઋષભના સ્પષ્ટીકરણ ( પૃ॰ ૧૦૧ )માં આલેખવામાં આવી છે.
૨ આ સંબંધમાં જોકે ગ્રન્થકાર પંચમ ઉલ્લાસમાં સ્વયં પ્રકાશ પાડે છે, છતાં એનુ સ્થૂળ સ્વરૂપ અત્ર વિચારવું અસ્થાને નહિ લેખાય. નિર્જરા કે જેનું લક્ષણ આપણે છઠ્ઠા પૃષ્ટમાં જોઇ ગયા છીએ, તેના સકામ–નિર્જરા અને અકામ-નિર્જરા એવા બે પ્રકારા છે. મારાં કર્માંના ક્ષય થાઓ એવી બુદ્ધિપૂર્વક તપશ્ચર્યાદિ અનુષ્ટાના દ્વારા તેને ક્ષય કર!–તેને આત્માથી વિખૂટાં કરવાં-ખેરવી નાંખવાં, તે · સકામ~ નિર્જરા' છે, જ્યારે ક્રને સ્થિતિ-કાલ પૂર્ણ થતાં કર્મ પોતાની મેળે ખરી પડે, તે ‘અકામ-નિર્જરા’ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org