________________
७४ જીવ-અધિકાર
[ પ્રથમ થયેલ હેય, તેને સમ્યગ્દશની, દશની, સમ્યક્ત્વ, સમ્યગ્દષ્ટિ, સમકિતવંત, બેધિમાન એવી સંજ્ઞાઓ આપવામાં આવે છે. સમ્યગદર્શન અને સમ્યગ-દષ્ટિમાં ભિન્નતા
સમ્યગદર્શન અને સમ્યગ-દષ્ટિ એ બે શબ્દો વચ્ચે કથંચિત ભિન્નતા છે એ વાત પણ સાથે સાથે જોઈ લઈએ. જેમકે, સમ્યગદર્શન સાદિસાત જ છે, જ્યારે સમ્યગ-દષ્ટિ તે સાદિસાંત તેમજ સાદિ-અનંત એમ બે પ્રકારની છે. કેમકે સમ્ય-દર્શન જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી છાસઠ (૬૬) સાગરોપમ (કાલ-વિશેષ)થી કંઈક અધિક કાલ રહે છે. ક્ષાયિક સમ્યક ત્વવાળા છદ્મસ્થ (અસર્વજ્ઞ)ની સમ્યગૃષ્ટિ સાદિસત છે, જ્યારે સગી-અગી કેવલી અને તુતાત્માઓની સમ્યગ-દષ્ટિ સાદિ અનંત છે. વળી સમ્યગદશની અસંખ્યય છે, જ્યારે સમ્યદષ્ટિ તે “અનંત છે, કેમકે સર્વ-કેવલીઓ સમ્યગદર્શની નથી. પરંતુ તેઓ સમ્યગ્ર દષ્ટિ તે છે. આનું કારણ એ છે કે જેને સમ્યકત્વ–મેહનીય (કર્મ)નાં દળિયાં હોય, જેને અપાયરૂપ મતિજ્ઞાન હોય તેને “સમ્યગ્દર્શન” સંભવે છે અને કેવલ્ય અવસ્થામાં મેહનીય કમને સર્વથા નાશ થયેલ હોવાથી તેમજ મતિજ્ઞાનાદિને અભાવ હોવાથી આ વાત ઘટી શકતી નથી. વળી સમ્યગદર્શનનું ક્ષેત્ર લોકને અસંખ્યાતમે ભાગ છે, જ્યારે સમ્યદષ્ટિનું ક્ષેત્ર તે સમસ્ત લેક જેટલું છે.
સમ્યગ્દર્શન વિનાનું જ્ઞાન પણ અજ્ઞાન ગણાતું હોવાથી તેમજ એ મેક્ષનું “બીજ
૧ સમ્યગ (યથાર્થ) દષ્ટિ છે જેની તે સમગ-દષ્ટિ જાણો. અર્થાત અત્ર બહુવ્રીહિ. સમાસ છે, નહિ કે કર્મધાય.
૨ સમ્યક્ત્વના હવે પછી પાડવામાં આવનાર પ્રકારે પૈકી એક છે.
૩ જૈન ધર્મ પ્રમાણે મુક્તિ-મહેલ ઉપર પહોંચાડનારી નિસરણીના ચૌદ પગથિયાં છે. આને પારિભાષિક શબ્દોમાં “ ચૌદ ગુણસ્થાન ' કહેવામાં આવે છે. તેમાંના ઉત્તમ-સર્વોત્તમ તેરમાં અને ચોદમાં ગુણસ્થાનના જીવને ઉદ્દેશીને આવી સંજ્ઞા અપાય છે. આ વાત આગળ ઉપર વિચારીશું.
૪-૫ “ અસંખ્યય’ શબ્દને સામાન્ય અર્થ જેની સંખ્યા ન થઈ શકે એવો થાય છે, પરંતુ આ જનોનો પારિભાષિક શબ્દ છે. તેવી જ રીતે અનંત' શબ્દથી જેનો અનંત ન આવી શકે એમ જ ને સમજતાં તેનો વિશેષ અર્થ જાણવો આવશ્યક છે. આ બંને વાતે શ્રીવિનયવિજયગણિત લોકપ્રકાશમાંના ક લેકના પ્રથમ સગમાં ઘણી સારી રીતે સમજાવવામાં આવી છે.
૬-૭ આ સંબંધમાં આગળ ઉપર માહિતી આપવામાં આવશે. ૮ સરખાવો વાચકવર્ય શ્રીઉમાસ્વાતિકૃત પ્રશમરતિ (પ્રકરણ)નું નિત-લિખિત પદ્ય –
“ સદાનં, સામમિતિ નિમઃ દિન !
માત્રામજ્ઞાનન-fજ મતિ ઉમધ્યાહસંયુમ ૨૭ ” આ પદ્યનો ઉત્તરાર્ધ પ્રજ્ઞાપનાની શ્રમલયગિરિરિકત વૃત્તિ ( પ૨૬ મા પલક )માં ટાંચણુરૂપે નજરે પડે છે.
- સરખાવો શ્રીદેવગુસૂરિકૃત નવતરવપ્રકરણની અદ્ય ગાથા –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org