SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૭૩ પ્રાયઃ સર્વ ધર્મમાં શ્રદ્ધાન ઉપર અત્યંત ભાર મૂકવામાં આવ્યો છે. પરંતુ ખેદની વાત તો એ છે કે આજકાલ તેના વાસ્તવિક અર્થને બોધ જતો રહ્યો છે, અરે તેમાં રહેલું રહસ્ય લુપ્તપ્રાય થઈ ગયું છે. સંગીત જેવી ઉત્તમ વિદ્યા વારાંગનાના હાથમાં જતાં, પ્રેમ પ્યારમાં મસ્ત રહેનારા વ્યભિચારીના હાથમાં જતાં, ભક્તિ ચકડોળે ચડેલાં ચિત્તવાળા મનુષ્યોના હાથમાં જતાં અને વિદ્યા કુપાત્રના હાથમાં જતાં જેમ તે શબ્દમાં રહેલું રહસ્ય છિન્ન-ભિન્ન થઈ ગયું છે, તેમ શ્રદ્ધાન પણ અવિવેકીઓના હાથમાં જતાં તેની પણ તેવી જ દશા થઈ છે, તેમાં રહેલા અત્યુત્તમ અર્થ અધમ સ્થિતિએ પહોંચી ગયો છે, ઘણી વાર શ્રદ્ધાનો અર્થ “ઉપરટપકેની માન્યતા' સમજવામાં આવે છે તે ભૂલ ભરેલું છે. જોકે શ્રદ્ધા અને માન્યતા એ બે એક જ વસ્તુની કળા છે, તે પણ શ્રદ્ધાન પ્રથમ પંક્તિ ઉપર અને માન્યતા દ્વિતીય પંક્તિ ઉપર રહેલ છે. શ્રદ્ધાન એ માન્યતાને પરિપાક છે. એ તે મનુષ્યના આત્મા ઉપર પ્રકાશ પાડનારે દિવ્ય આલોક છે, જ્યારે માન્યતા તો મનના અમુક ભાવને જ ઉલ્લેખ કરે છે. શ્રદ્ધાનને આવિર્ભાવ થતાં, જીવ અને દેહનું આત્મસ્પર્શી વિવેક-જ્ઞાન સ્કુરે છે. ભગવતીસૂત્રમાં કહ્યું છે તેમ “તવ રણ નિરવ કે વિહિં પાર” અર્થાત વીતરાગ પ્રભુએ વસ્તુનું જેવું સ્વરૂપ પ્રકાર્યું છે તેવું જ તે વસ્તુનું સ્વરૂપ છે એવી અચળ શ્રદ્ધા - રાખવી તે શ્રદ્ધાન છે. ઉપર ઉપરની માન્યતાની સાથે આ શ્રદ્ધાનને કંઈ લાગતું વળગતું નથી. આ પ્રમાણે સમ્યગ્દર્શનના અંગભૂત શબ્દો તેમજ તેના અર્થસૂચક શ્રદ્ધાન સંબંધીના ઊહાપેહથી એ વિષે થોડે ઘણે પણ ખ્યાલ પાઠક-વર્ગને સમ્યગદર્શનના પર્યા. આ હશે. તે ખ્યાલ મજબુત-ચિરસ્થાયી બને તેટલા માટે સમ્યગ્દર્શનના પર્યાય તરફ દષ્ટિપાત કરીશું. સમ્યગ્ન-દર્શન, દર્શન, સમ્યકત્વ, સમ્યગ્દષ્ટિ, સમકિત, બધિ એ બધા સમાનાર્થક શબ્દ છે. જેને એ પ્રાપ્ત ૧ સરખા તૈત્તિરી ના બ્રહ્માનન્દવલીના ચતુર્થ અનુવાકગત નિખ-લિખિત ઉલેખ– રહ્ય છ દિઃ ” મનુસ્મૃતિના છઠ્ઠા અધ્યાયના નિમ્નલિખિત બ્લેકમાં પણ કહ્યું છે કે – " सम्यग्दर्शनसम्पन्नः, कर्मभिनं निबध्यते। दर्शनेन विहीनस्तु, संसारं प्रतिपद्यते ॥७४॥" અર્થાત જેની પાસે સમ્યગ-દર્શનરૂપ સંપત્તિ છે, તે કર્મથી બંધાતું નથી, પરંતુ જે આ દર્શનથી રહિત છે, તેને તે સંસાર સાંપડે છે-તે તે સંસારમાં રખડે છે, ૨ છાયા સવ વધે નિફા જત કવિતા ૩ અત્ર દર્શનને અર્થ સમ્યક્ત્વ છે. કહ્યું પણ છે કે “ સંકળfમદ દક, સં કુળ તત્તwar ” ૪ શ્રી હેમચન્દ્રસૂરિકૃત વેગશાસના ચેથા પ્રકાશમાં “બધિ 'નું લક્ષણ નીચે મુજબ આપવામાં આવ્યું છે – sRy guથત અતા, કાથરોચ્ચાજ | तत्वनिश्चयरूपं तद, बोधिरत्नं सुलभम ॥ १०९ ।" 10 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy