SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ જીવ–અધિકાર [ પ્રથમ રામ્ય-દશનાદિકના ક્રમમાં રહેલું રહસ્ય આ દરેક રત્નનું નિરીક્ષણ કરવાની વિવિધ અપેક્ષા વિષે વિશેષ વિચાર ન કરતાં સમ્ય– દર્શન, સમ્યગ-જ્ઞાન અને સમ્ય-ચારિત્ર એ પ્રકારને ક્રમ આપવામાં કે ઉદ્દેશ રહેલ છે કે નહિ તેનું પ્રથમ અવકન કરીએ. શાસ્ત્રકાર કહે છે તેમ સમ્યગદર્શન એ સમ્યજ્ઞાન અને સમ્યચારિત્રને પામે છે. એ હોય તે જ સમ્યજ્ઞાન અને ત્યાર પછી સમ્યક્મચારિત્રની પ્રાપ્તિ થઈ શકે છે. સમ્ય-દર્શન સમ્ય-જ્ઞાનનું કારણ છે, જ્યારે સમ્યગ-જ્ઞાન એનું કાર્ય છે, અર્થાત આ બે વચ્ચે કાર્ય-કારણ રૂપ સંબંધ છે. કારણું પહેલું અને કાર્ય પછી એ તો લેક–પ્રસિદ્ધ વાત છે. તે પછી જોઈ શકાય છે કે સમ્યદર્શનને સમ્યગ-જ્ઞાનની પૂર્વે પદ આપ્યું, તે વાસ્તવિક જ છે. સમ્યગ-દર્શન જેને પ્રાપ્ત થયું હોય તેને સમ્યગ જ્ઞાન હોવું જ જોઈએ એ કંઈ અકાય નિયમ નથી, પરંતુ સમ્યગ-જ્ઞાન જેને થયું હોય તેને સમ્યગદર્શન હોવું જ જોઈએ એ નિર્વિવાદ હકીકત છે. આ પ્રમાણે સમ્યકુચારિત્ર સમ્યજ્ઞાનપૂર્વક જ છે અને તેને હેતુ પણ સમ્યગ-જ્ઞાન છે. જેણે સમ્ય-ચારિત્ર સંપાદન કર્યું હોય તેનામાં સમ્યગ્રદર્શન અને સમ્યગ-જ્ઞાનને સદ્ભાવ હોવો જ જોઈએ. કિન્તુ સમ્યગ-જ્ઞાન પ્રાપ્ત થયું હોય તેને સમ્યક ચારિત્રની પ્રાપ્તિ હેવી જ જોઈએ એ નિયમ નથી. અર્થાત્ કહેવાની મતલત એ છે કે ઉત્તરોત્તર ભજના છે. આ હકીકત સ્પષ્ટ રીતે સમજાય તેટલા માટે આપણે એક ઉદાહરણ વિચારીશું. જેટલા મનુષ્યને “એક” એ સંખ્યાને બોધ હોય, તે સર્વને તેથી અધિક બે, ત્રણ જેવી સંખ્યાને બંધ હાય જ એમ કહેવાય નહિ; કેમકે આ મનુષ્ય પૈકી કઈ બાળક તે હજી એકડો જ ઘૂંટી રહ્યું હોય, બગડાનું તે તેને ભાન પણ નહિ હોય એમ બનવા જોગ છે. હવે જેટલા મનુષ્ય “બે” એ સંખ્યાથી પરિચિત હોય તે સર્વ “એક ” થી તે પરિચિત છે જ, પરંતુ ત્રણ થી તેઓ વાકેફગાર હોય કે ન પણ હોય. એવી રીતે જેટલા મનુષ્યને ત્રણ” નું જ્ઞાન છે, તે સર્વ “એક” અને “બે” થી પણ પરિચિત છે જ. અત્રે એ ધ્યાનમાં રાખવું કે જોકે જેને સમ્યગ્દર્શન પ્રાપ્ત થયું હોય, તેને તે જ સમયમાં સમ્યજ્ઞાન હોવું જ જોઈએ એ કંઇ નિયમ નથી તેમજ જેવું સમ્યજ્ઞાન પ્રાપ્ત થયું કે સાથે સાથ સમ્યક્ઝારિત્રની પ્રાપ્તિ પણ થઈ જ ગઈ એ પણ કંઈ નિયમ નથી, પણ એ વાત તે ચક્કસ છે કે જેને સમ્યગ્દર્શન પ્રાપ્ત થયું હોય, તે જીવ વહેલું કે મેડો સમ્યજ્ઞાન અને સમ્યકૂચારિત્ર પ્રાપ્ત કરવા ભાગ્યશાળી થવાને જ; કેમકે સમ્યગ્દર્શન પ્રાપ્ત થતાં તે જીવ મોક્ષે જવાને સર્વથા લાયક બને છે અને જે મેક્ષે જાય, તેને આ ત્રણે સાધનને સહયોગ હવે જોઈએ, એ તે નિર્વિવાદ છે. એવી જ રીતે જેને સમ્યજ્ઞાન પ્રાપ્ત થયું હોય, તે સમયે તે સમ્યગ્દર્શનથી વિભૂષિત છે જ અને વળી ભવિષ્યમાં તે સમ્મચારિત્ર પ્રાપ્ત કરવામાં પણ ફત્તેહમંદ થનાર છે, એ નિઃસંદેહ હકીકત છે. સમ્યગ્દર્શનાદિ ત્રણ રન્નેમાંથી એક પણ રત્ન ઓછું હોય ત્યાં સુધી મુક્તિ મળે નહિ એ દર્શાવવા અત્ર “સમુદાય” શબ્દ વાપર્યો છે. મોક્ષને માર્ગ એ એક સમુદાય” શબ્દનું જાતની બે બાજુએ બે વાંસ અને વચ્ચે (જેને પગથિયાં તરીકે પ્રયોજન ઉપયોગ થઈ શકે એવા ) દાંડવાવાળી નિઃશ્રેણિ-નીસરણી-સીડી છે. 'બે બાજુના બે વાંસ તે બીજા કેઈ નહિ પણ સમ્યગ-દર્શન અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy