SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ–અધિકાર. [ પ્રથમ આ ચન્દ્ર, સૂર્ય વગેરેમાં વિકાર અને વ્યતિક્રમની વાણી વડે નિર્ભય (બનેલા જન) કઈ પણ સ્થાને અરેરે ગુણેની શોધ કરતા નથી–૭ હવે પાછા કરતુતને વિચાર કરીશું તે જણાશે કે વિશેષા ( ગા. ૩૦૯૫-૩૧૩૫) તેમજ તેની માલધારીય શ્રીહેમચન્દ્રસૂરિફત વૃત્તિ સર્વજ્ઞને બે ઉપયોગ એક સાથે હોઈ શકે કે કમસર હોઈ શકે એ હકીકત ઉપર વિશેષ પ્રકાશ પાડે છે. પરંતુ તે સમૂળ ન આપતાં તેને નીચે મુજબ સારાંશ આપવામાં આવે છે - પૂર્વ પક્ષ–કેવલજ્ઞાન અને કેવલદર્શન અવિનાશી છે એટલે કે તે સદા અવસ્થિત છે. આથી તેને ઉપયોગ યુગપ-એકી સાથે છે, કેમકે જે બેધસ્વરૂપી તથા સદા અવસ્થિત હોય તેને ઉપગ સર્વદા હોય છે, જે એમ નહિ સ્વીકારવામાં આવે તો તેને-સ્વભાવ ઘટી શકશે નહિ. આ પ્રમાણે બનેના સદા ઉપયોગ હોવાથી બે ઉપગ એક વખતે હોવાનું સિદ્ધ થાય છે. ઉત્તર પક્ષ-પ્રજ્ઞાપનાના કાય-સ્થિતિ-પદમાંના માળા જે તે ! રફનાાનિ ત્તિ લઇ શરિ રોડ? ઈત્યાદિ ઉલેખ ઉપરથી જોઈ શકાય છે કે વિદ્યમાન જ્ઞાનદર્શનને ઉપગ નિરન્તર હા જોઈએ એ કથન અને કાન્તિક-વ્યભિચારી છે. ૫૦-પા–એક સમયે કેવલજ્ઞાનને ઉપયોગ અને બીજા સમયે કેવલદર્શનને ઉપયોગ માનવાથી પ્રતિસમય આ જ્ઞાન-દર્શનને અંત આવશે અને તેમ થતાં સિદ્ધાન્તમાં કહેલા તેના અનન્તપણાને અભાવ થશે. વળી કેવલજ્ઞાનાદિની પ્રાપ્તિ માટે કરેલા પ્રયાસ નિરર્થક થશે, કેમકે દરેક સમય પછી કેવલજ્ઞાન અને કેવલદર્શનને વારંવાર અભાવ માનવાને પ્રસંગ પ્રાપ્ત થાય છે. - આ ઉપરાંત આવરણ રહિત એવા બે દીપક સમકાલે, નહિ કે અનુક્રમે, વરતુ ઉપર પ્રકાશ પાડે છે, એ તરફ ધ્યાન આપતાં જ્ઞાનાવરણના અને દર્શનાવરણના ક્ષયથી ઉદ્દભવેલ કેવલજ્ઞાન અને કેવલદર્શન પણ સર્વ વસ્તુ ઉપર યુગપતું પ્રકાશ પાડે એમજ માનવું યુક્તિ-સંગત સમજાય છે. વિશેષમાં ક્રમસર ઉપયોગ માનવાથી કેવલજ્ઞાન અને કેવલદર્શન એ બે એક બીજાના આવરણરૂપ બનશે, કેમકે એકની સત્તા દરમ્યાન બીજાને અભાવ છે. જે આ બંને એક બીજાના આવરણરૂપ નહિ માનવામાં આવે તે એકના ઉપયોગના સમયે બીજાને નિષ્કારણું આવરણ માનવું પડશે અને તેમ થતાં નિત્ય સત્તા કે અસત્તા પ્રાપ્ત થશે. વળી જ્ઞાન અથવા દર્શનમાં અનુપયુક્ત કેવલીને માનવાથી તેમના સંબંધમાં પણ અસર્વજ્ઞતા કે અસવંદશિતા માનવી પડશે અર્થાત્ કેવલજ્ઞાનમાં અનુપગના સમયે અસર્વજ્ઞતા અને કેવલાશનના અનુપયોગના સમયે અસવંદશિતા જિનેશ્વર પરત્વે માનવાને પ્રસંગ પ્રાપ્ત થશે અને તેમ થતાં તેઓ સર્વદા સર્વજ્ઞ તેમજ સર્વદર્શી છે એમ કહી શકાશે નહિ. ઉ પક્ષ–જ્ઞાન દર્શનને એકાંતર ઉપયોગ માનવાથી જે દૂષણ વીતરાગને લાગુ પડે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy