SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલાસ ] આહંત દર્શન દીપિકા. ક્રિયા એક સમયમાં એકથી વધારે હોઈ શકે. આ વાત તે નાટકીઆ-ખેલ કરનારા નાટક કરતાં જતાં એક જ સમયમાં હસ્તપાદાદિ વડે વિવિધ ચેષ્ટા કરે ક્રિયાઓનું વૈગપદ્ય છે તે પરથી પણ સમજી શકાય છે. વળી આના સમર્થનાથે એ નિવેદન કરવું અનાવશ્યક નહિ ગણાય કે દરેક વસ્તુમાં એક જ સમયમાં ઉત્પાદ અને વ્યય ઉદ્દભવે છે તથા એક જ સમયમાં સંઘાત અને પરિશાટન થાય છે.' અત્ર કેઈ એમ માનવાને તૈયાર થાય કે દમસ્થ જીવેને જ્ઞાનની અપૂર્ણતાને લઈને ભલે એક સમયમાં અને ઉપયોગ ન હોય, પરંતુ કેવલજ્ઞાનીઓને તે બંને ઉપયગો હોઈ શકે તે આ વાત સૈદ્ધાતિકે સ્વીકારતા નથી. આના સમર્થનાથે તેઓ વિશેષાવની નિમ્નલિખિત ગાથાને સ્પષ્ટ ઉલ્લેખ કરે છે– " नाणम्मि दंसणम्मि य, एत्तो एगयरम्मि उवउत्सा। सव्वस्स केवलिस्स वि, जुगवं दो नत्थि उवओगा ॥ ३०९६ ॥" [ ज्ञाने दर्शने च एक अनयोरेकतरस्मिन् उपयुक्ताः। सर्वस्य केवलिनोऽपि युगपद् द्वौ न स्त उपयोगी ॥] અર્થાત્ સર્વસને પણ એક સાથે બે ઉપગે લેતા નથી. પરંતુ તાર્કિક-શિરોમણિ શ્રીસિદ્ધસેન દિવાકર આ વાત સ્વીકારતા નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે એક જ સમયમાં કેવલજ્ઞાન અને કેવલદર્શન એમ બે ઉપયોગ હોઈ શકે કે નહિ એ સંબંધમાં સૈદ્ધાતિકો અને તાર્કિકે વચ્ચે તીવ્ર મત-ભેદ છે. આ વાયુદ્ધ કંઈ તીર્થોત્તરીયો સાથેનું નથી, એ તો ભવેતામ્બર સંપ્રદાયના બે પાની ચર્ચાનો રંગમંડપ છે. સાત્વિક પક્ષના આગેવાન પૂર્વધર શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણ છે, જ્યારે તાર્કિક પક્ષના અગ્રણી આચાર્યવય શ્રીસિદ્ધસેન છે. આ બે પક્ષમાંથી તેનું મન્તવ્ય સાચું છે અને નિર્ણય મારા જેવા મજમતિ કરી. ન શકે એટલું જ નહિ પરંતુ, આ વિરોધાત્મક મન્તવ્યો છે એમ પણ કહેવું છે મારે માટે તે ઉચિત નથી. આ સંબંધમાં ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રીયશવિજયગણિના ઉદગારે ખાસ મનનીય હેવાથી તે અનુવાદ સહિત નીચે મુજબ ઉપસ્થિત કરૂં છું – " प्राचां वाचां विमुखविषयोन्भेषसूक्ष्मेक्षिकायां येऽरण्यानीभयमधिगता नव्यमार्गानभिज्ञाः । तेषामेषा समयवणिजां 'सम्मति ग्रन्थगाथा विश्वासाय स्वनयविपणिप्राज्यवाणिज्यवीयी ॥१॥ ૧ આ સંબંધમાં વિશેષ માહિતીને સારૂ જુઓ વિશેષાની ટીકા (૫૦ ૨૧-૨૧૭). ૨ પ્રથમના ત્રણ પદ્ય “મદાક્રાન્તા' છંદમાં, ત્યાર પછીનાં બીજાં ત્રણ પદ્ય પૃથ્વી” છંદમાં અને અંતિમ ( સાતમું ) પદ્ય " શિખરિણી ' છંદમાં રચાયેલ છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy