SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. શું તે પણ જાણવું જરૂરી છે. કારણના બે પ્રકારો છે-બાહ્ય અને આભ્યન્તર અથવા આપેક્ષિક અને ઉપાદાન. દરેક વસ્તુની ઉત્પત્તિને આધાર આ બે કારણે ઉપર રહેલો છે, જેમકે ઘટ ઉત્પન્ન કરે હોય તે તેમાં તેનાં ચક્ર, દંડ, કુલાલ (કુંભાર) વિગેરે બાહ્ય કારણેની જરૂર પડે છે, તેમજ માટી, તેની સ્નિગ્ધતા ઈત્યાદિ તેનાં આભ્યન્તર કારણેની પણ અપેક્ષા રહે છે. આ પ્રમાણે પ્રસ્તુતમાં પણ જે પ્રકારના જ્ઞાનરૂપ યાને દર્શનરૂ૫ ઉપગ ઉત્પન્ન કરે હય, તદનુકૂળ નિમિત્તેને સદભાવ હોવો જોઈએ. મતિજ્ઞાનાદિક પાંચ જ્ઞાનેનાં બાહ્ય અને આભ્યન્તર કારણે મતિજ્ઞાનરૂપ ઉપયોગના આલેક (પ્રકાશ), યોગ્ય દેશમાં રહેલી વસ્તુને ઈન્દ્રિય સાથે સંયોગ (સન્નિકર્ષ) ઇત્યાદિ બાહ્ય કારણે અને મતિજ્ઞાનાવરણીય કર્મને ક્ષયોપશમ વગેરે તેનાં આભ્યન્તર કારણે પ્રાપ્ત થતાં મતિજ્ઞાનરૂપ ઉપગ થાય છે. એ પ્રમાણે શબ્દ-શ્રવણ, ઉપદેશક, પુસ્તક વિગેરે કૃતજ્ઞાનનાં બાહ્ય કારણે છે અને શ્રુતજ્ઞાનાવરણીય કર્મને ક્ષપદમાદિક તેનાં આભ્યન્તર કારણે છે. અવધિજ્ઞાનની બાબતમાં રૂપી પદાર્થો અને તે જ્ઞાનને આવૃત કરનારા કર્મોને ક્ષયોપશમ અનુક્રમે બાહ્ય અને આભ્યન્તર કારણે છે. મનરૂપે પરિણત થયેલ મનની પૌગલિક વર્ગણાઓ એ મન:પર્યવજ્ઞાનનાં બાહ્ય કારણે છે, જ્યારે આ જ્ઞાનના આવરણરૂપ કર્મોનો ક્ષયોપશમાદિ તેનું આભ્યન્તર કારણ છે. કેવલજ્ઞાનના સંબંધમાં તે પદાર્થ માત્ર તેના બાહ્ય કારણરૂપ છે અને આ જ્ઞાનને તિરોહિત કરનારાં કમને ક્ષય તે તેનું આભ્યન્તર કારણ છે, અત્ર ક્ષપશમ નહિ કહેવાનું કારણ એ છે કે કેવલજ્ઞાનાવરણીય કર્મને પશર્મ છે જ નહિ–હોઈ શકે નહિ, આ પ્રમાણે આ પાંચ પ્રકારનાં બાહ્યા અને આભ્યન્તર નિમિત્તે પરત્વે વિચાર કર્યો. એવી જ રીતે ચક્ષુદ્દશનાદિ ચાર પ્રકારના દર્શન-ઉપયોગના સંબંધમાં પણ યથાવિધ નિમિત્તે ઘટાડી શકાય તેમ છે. આ વિવેચન ઉપરથી ઉપયોગ શી વસ્તુ છે તે પાઠક-વર્ગને ધ્યાનમાં આવ્યું હશે, છતાં પણ એ વિષે કેટલેક વિચાર ફરીથી કરી લઈએ. ઉપગને શબ્દાર્થ– ઉપયોગ એ રૂપ અને વોન એ બે શબ્દોનું બનેલું છે. તેમાં ૩પ ને અર્થ “સમીપ, પાસે છે, જ્યારે “ને અર્થ “જ્ઞાન-દર્શનનું પ્રવર્તન” યાને “વિષયની સાવધાનતા માટેની તૈયારીમાં છે. આ કંઈ સ્વકપોલકલિપત વાત નથી. કેમકે તવાર્થાધિની બૃહદ વૃત્તિ (પૃ. ૧૪૯)માં કહ્યું છે કે "योगः ज्ञानदर्शनयोः प्रवर्तनं विषयावधानाभिमुखता, सामीप्यवर्ती योग उपयोगः नित्यसम्बन्ध इत्यर्थः " ૧ આનું સ્વરૂપ હવે પછી વિચારવામાં આવશે. ૨ જ્ઞાનાવરણીય કર્મના પ્રકારો પૈકી એક. ૩ આ આગળ ઉપર સમજાવવામાં આવશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy