SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલાસ ] આહંત દર્શન દીપિકા. આ પ્રમાણેની યુક્તિઓની સર્વથા અવગણના કરી અને જે તે માનીએ છીએ, જે વેદ અત્યારે પ્રચલિત છે અને એને જે અર્થ અમે કરીએ છીએ તે જ સાચા વેદ છે અને તેને નહિ માનનાર નાસ્તિક છે એમ જે પડિતંમચનું કહેવું હોય, તે તે એક જાતનું સાહસ છે. આવી સ્થિતિમાં તે જેમ મુસલમાને કુરાનને નહિ માનનારા સમસ્ત જનેને “કાફર' કહે છે તેમ એક મતાવલંબી અન્ય મતાવલંબીને નાસ્તિક ગણશે; એટલે જગત્માં એક બીજાની અપેક્ષાએ કેઈ આસ્તિક રહેશે નહિ. આ ભાવ નિમ્ન-લિખિત પદ્યમાં સારી રીતે પ્રતિબિમ્બિત થાય છે“ વારિત થે જિનશાકુન િસરિણામ __ कौसङ्ग्यं चौडवीये भुवनसुविदिते वैष्णवेऽनाश्रयत्वम् । सामाज्येऽनार्यता यत् प्रचलति परमंम्लेच्छके काफरत्वं सर्वाधःपातकारी प्रसरति भयदो भारते भेदभावः॥१॥" આ પ્રમાણે આત્માદિ પરત્વે સરસ કે નીરસ ઊહાપોહ કરી હવે પ્રસ્તુત વિષય વિચારીશું. તેમાં સૌથી પ્રથમ જીવના લક્ષણ તરીકે જે “ઉપગ”ને ગ્રન્થકારે નિર્દેશ કર્યો છે, તેનું લક્ષણ - તેમના શબ્દોમાં જોઈ લઈએ. ज्ञान-दर्शनयोः सम्यक्स्वविषयकसीमानुल्लङ्घनेन धारणरूपत्वम्, बाह्याभ्यन्तरनिमित्तकत्वे सति आत्मनो यथायोगं चैतन्यानुकारिपरिणामविशेषरूपत्वं वोपयोगस्य लक्षणम् । (२) અર્થાત્ જ્ઞાન-દર્શનના વિષયની યથાર્થ સીમાનું ઉલ્લંઘન કર્યા વિના જે દ્વારા જ્ઞાન-દર્શનને ધારી શકાય તેને અથવા તે જે પ્રકારના જ્ઞાન યાને કશનની બાહા અને આભ્યન્તર સામગ્રી વિદ્યમાન હોય તે સામગ્રીને અનુકૂળ જે આત્મામાં ચૈતન્ય નામને પરિણામ થાય તેને “ઉપયોગ” કહેવામાં આવે છે. ઉપયોગનું આ લક્ષણ સમજવામાં “જ્ઞાન” અને “દર્શનનું સ્વરૂપ જાણવું આવશ્યક હેવાથી પ્રથમ તત્સંબંધી વિચાર કરવામાં આવે છે, જોકે ગ્રન્થકાર પિતે પણ આગળ ઉપર આ પર પ્રકાશ પાડે છે. જ્ઞાન અને દર્શનમાં રહેલે તફાવત દરેક પદાર્થ સામાન્ય અને વિશેષ એમ ઉભયાત્મક છે. કેઈ પણ પદાર્થના વિશેષ ૧ સરખાવો તાર્યાધિની શ્રીસિદ્ધસેનમણિકૃત ટીકા (૫૦ ૧૪૯)ની નિમ્નલિખિત પંક્તિઓ “ અgોજ કામ, નારનrfપક જ્ઞાન-કલીનો સથવારાવિષષનીमानुल्लघनेन धारणं समाधिरुच्यते ।" ૨ સરખાવો તરવાર્થરાજ (પૃ. ૮૨)ની નિમ્નલિખિત પંકિત– "बाह्याभ्यन्तरतुद्रयसन्निधाने यथासम्भवमुपलब्धश्चतन्यानुविधायी.परिणाम उपयोगः।" , એકાકાર અને એક શબ્દથી વાય એવી પ્રતીતિને “ સામાન્ય ' કહેવામાં આવે છે. ૪ વિજાતીય પદાર્થથી સર્વથા ભિન્નપણાનું ભાન કરાવનારને “ વિશેષ ' કહેવામાં આવે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy