SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આર્હત દર્શન દીપિકા, વિષે નિશ્ચય કર્યાં હોત. પરંતુ વસ્તુ-સ્થિતિ આવી નથી. એથી શુષ્કતના મહાન્ આગ્રહને મેાક્ષાભિલાષી જનાએ તા ત્યજી દેવા જોઇએ, કેમકે એ મિથ્યાભિમાનનું કારણ છે. વળી કયાંય પણ તત્ત્વ સંબંધી કદાગ્રહ રાખવા તે મુમુક્ષુ જનાને ઘટે નહિ. મુક્તિમાં બીજા પણ ધΖમતાવાદ-વિવાદો છેડી દેવાના છે, તા આને ત્યાગ કરવા પડે તેમાં શું ? આસ્તિક કેણુ ? આત્મ-નિરૂપણના પ્રકરણનું સૂક્ષ્મ અવલાકન કાયો એ વાત તેા સુજ્ઞ પાઠકના ધ્યાનમાં આવી હશે કે જેને આત્મા, પુણ્ય, પાપ, પુનર્જન્મ, પરલેાક ઇત્યાદિના સ્વીકાર કરે છે. આવી પરિસ્થિતિમાં પણ તેમને ' નાસ્તિક ' ના ઈલ્કાબ આપવા તે સમુચિત લાગતું નથી, કેમકે મહિષ પાણિનિકૃત અષ્ટાધ્યાયી ( ૪-૪-૬૦ ) ના નિમ્ન-લિખિત~~ " “ બસ્તિ નાસ્તિ વિષ્ઠ મંતિઃ ’ —સૂત્રની શ્રીભટ્ટાજી દીક્ષિતે રચેલી સિદ્ધાન્ત કાસુદી ( પૃ૦ ૨૭૩)માં નીચે ગુજમ ઉલ્લેખ છે:-- " 'अस्ति परलोक इत्येवं मतिर्यस्य स आस्तिक: । नास्तीति मतिर्यस्य स नास्तिकः " અર્થાત્ પરલેાક છે એવી જેની બુદ્ધિ છે તે ‘ આસ્તિક ' છે અને જેની એવી મતિ નથી તે ‘ નાસ્તિક ’ છે. આ ઉલ્લેખનું જરા પણ મહત્ત્વ ન હોય તેમ કેટલાક મનુસ્મૃતિ ( અ૦૨)ના નિમ્ન-લિખિત-~~~ ४७ “ જોયઅશ્વેત તે સૂજે, હેતુશાસ્રાપ્રવાર્ ઠિક | ન સાધુમિટિન્નાથી, નાસ્તિકો લેનિ॥ ?? || ઇ -પદ્ય ઉપર પોતાના મન્તવ્યની ઇમારત ચણે છે. પરંતુ તેમણે એ ધ્યાનમાં રાખવુ જોઇએ કે પ્રથમ તે મનુસ્મૃતિનાં સમસ્ત કથાનાને સ્વીકાર કરવા તેઓ તૈયાર છે ? વળી એ પણુ સાક્ષરોથી કયાં અજાણ્યું છે કે સ્મૃતિઓમાં પરસ્પર વિરોધાત્મક કથન છે. કહ્યુ પણ છે કે— Jain Education International * સોડતિષ્ઠઃ स्मृतयश्व भिन्ना नैको मुनिर्यस्य वचः प्रमाणम् । ૧ શ્રીહેમચંદ્રસૂરિ પણ તેની અપૂર્વ પ્રતિભાની પ્રતીતિ કરાવનારા સિદ્ધહૈમ વ્યાકરણના • નાતિજાતિવાકૃમિ ' ( કે-૪-૬૬ ) મૂત્રની સ્વપન વૃત્તિમાં · આસ્તિક ' ની વ્યુત્પત્તિ નીચે મુજબ સુચવે છે: आस्ति परलोकः पुण्यं पापमिति वा मतिरस्य आस्तिकः For Private & Personal Use Only 55 www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy