SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ [ પ્રથમ જીવ-અધિકાર. તર્કના બળથી એને નિર્ણય દુઃસાધ્ય બલકે અસાધ્ય છે. કેમકે જેમ મુષ્ટામુષ્ટિ, દડતષ્ઠિ, કેશાકેશિ શરીર-યુદ્ધ છે તેમ તકતકિ પણ એક જાતનું વાગ્યું છે.' તર્કોની તરતમતાને ધ્યાનમાં લઈને જ મુમુક્ષુ જનેને એની દાઢમાં ન ફસાવવા માટે શાસ્ત્રકારે ઉદ્યોષણ કરે છે. આના સમર્થનાર્થે સમર્થવાદી શ્રીહરિભદ્રસૂરિના નિમ્નલિખિત ઉદગાનું સૂચન કરવું આવશ્યક સમજાય છે – " यत्नेनानुमितोऽप्यर्थः, कुशलैरनुमातृभिः। अभियुक्ततरैरन्यै-रन्यथैवोपपाद्यते ॥ १४३ ॥ ज्ञायेरन हेतुवादेन, पदार्था यद्यतीन्द्रियाः । कालेनैतावता प्राज्ञैः, कृतः स्यात् तेषु निश्चयः ॥ १४४ ।। न चैतदेवं यत् तस्मात् , शुष्कतर्कग्रहो महान् । मिथ्याभिमानहेतुत्वात, त्याज्य एव मुमुक्षुभिः ॥ १४५ ॥ ग्रहः सर्वत्र तत्वेन, मुमुक्षूणामसङ्गतः । मुक्तौ धर्मा अपि प्राय-स्त्यक्तव्याः किमनेन तत् ? ॥ १४६॥" -ગદષ્ટિસમુચ્ચય અર્થાત્ પ્રયત્નપૂર્વક કુશળ તાર્કિકોએ અનુમાન દ્વારા સિદ્ધ કરેલા પદાર્થને તેમનાથી વધારે તક—બળવાળા તદ્દન વિપરીત રીતે જ સ્થાપિત કરે છે. વળી જે અતીન્દ્રિય પદાર્થોને (માત્ર) હેતુવાદથી બંધ થતું હોત, તે પ્રાજ્ઞ જનેએ આટલા કાળ દરમ્યાનમાં ક્યારને એ એ ૧ આથી તર્ક-શાસ્ત્ર કે ન્યાયશાસ્ત્રની હું અવગણના કરવાનું સૂચવતિ નથી, કેમકે એ દ્વારા બુદ્ધિ ખીલે છે: કલ્પના-શકિતનો વિકાસ થાય છે અને તટસ્થ જનને તે જ સારે ગાતે સાથs” દ્વારા સુચવ્યા મુજબ ખરી ખાટી બાજુનું ભાન થાય છે. એ હકીકત મારા લક્ષ્ય બહાર નથી. ૨ આ વિશેષણમાં જરા પણ અતિશયોક્તિ રહેલી નથી. તેમ છતાં એની પ્રતીતિ કરવાની ઉકઠા રાખનારને આ યોગીશ્વરે રચેલી અનેકાન્તજયપતાકા જોઈ જવા વિનવું છું. ૩ અત્ર એક જ ઉદાહરણ આપવું બસ થશે. કસુમાંજલિના કર્તા પ્રખર તાહિક શ્રીઉદયન પિતાની આ કૃતિમાં ઈશ્વરને “સર્વ કર્તા ' સિદ્ધ કરવા માટે તનતોડ પ્રયત્ન કરે છે. તે અને અનુમાનોનો ટથી ઉપયોગ કરવા ઉપરાંત તે વેદની કૃતિઓને પણ આશ્રય લે છે એટલું જ નહિ, કિન્તુ એ રીતે સમજાવ્યા છતાં કેઇ એ વાતને અસ્વીકાર કરે તે તેને પIslati:” ને ઇલકાબ આપે છે. ઈશ્વર-ભક્તિથી પ્રેરાઈને-ઇશ્વરના વાસ્તવિક ગુણોનું સમર્થન કરવાના હેતુથી જેમ આ તાર્કિકરન કમર કસે છે, તેમ આ તરફ જૈન મુનિવર્યો પણ ઈશ્વરને સાત સિદ્ધ કરવા તન-યુકિતઓને વરસાદ વરસાવે છે. શ્રી હેમચંદ્રસૂરિ તે ઈશ્વરને જગત-કર્તા માનનારાને ઉદ્દેશીને અન્યને નિમ્નલિખિત ઇnsfeત ગિજa: ૨ વાર ર : 8 નિદા | મા કુarfiew: હ્યુ-si - sruતુશાસભ્ય છે . ” -પદ્ય દ્વારા “ કહેવાકી' કહી પિતાનું વકતવ્ય પૂર્ણ કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy