SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1254
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ. ૧૧૫ ભગવાનને વિષે પણ આવી હકીકત છે તે પછી બીજાને તે એથી વધારે હોય જ શાને ? આ મતલબ જણાવવા ખાતર તીર્થકરને ઉલ્લેખ કરાયો છે.” ૫ ૩૯૦, ૫, ૭ “ પાને જ જાણી શકે છે ' એમ લખ્યું છે ત્યાં “અમુક પર્યાયને જ જાણી શકે છે એમ જોઈએ. ઉ આ ભાવ ઉપરની પંક્તિમાંથી સ્પષ્ટ ઉદભવે છે. તેમ છતાં વિશેષ સ્પષ્ટતા ખાતર જે આ સૂચના કરાતી હોય તો તે સંબંધમાં શું વાંધો હોય ? પૃ. ૩૯૬, પૃ. ૨૪-૨૫“નહિ તેને બદલે તેમ હોય તે ” એમ જોઈએ. ઉ. આની વાસ્તવિકતા વાચક સ્વયં વિચારી લે. પ્ર. પૂ. ૪૦૨, પં. ૨૦ “નારકીને અસંજ્ઞી શી અપેક્ષાએ કહ્યાં છે ? તેને પૂર્વ ભવના સંજ્ઞિત્વ કે અસંન્નિત્વ સાથે શું સંબંધ છે?” પ્રજ્ઞાપના (સૂ. ૩૧૫)માં નારક વગેરેને સંજ્ઞી તેમજ અસંજ્ઞી કહ્યા છે. ત્યાં ટીકામાં અપેક્ષા સંબંધી ખુલાસો જો. પ્ર. પૃ. ૪૦૬, ૫. ૧૦ “જો શબ શુભ ગતિવાચક છે ?” ઉ. આ શબ્દથી શુભ લેક સમજવા એમ જણાય છે. એટલે લક્ષણાથી શુભ ગતિ અર્થ થઈ શકે. પ્ર. પૃ. ૪૧૮, ૫, ૧૨ “કેટલાકને અંતરાલગતિના સમય દરમ્યાન આહાર હોય છે પણ ખરો અને કેટલાકને નથી પણ હતું. આ શા આધારે લખ્યું છે ? ” આને ઉત્તર એ જ પઠનું ચોથું ટિhપણ પૂરું પાડે છે. કર્મરૂપ પુદગલનું ગ્રહણ એ પણ એક દષ્ટિએ આહાર જ છે. જુઓ તવાથ (અ. ૨, સૂ. ૩૨)ની બૃહદવૃત્તિ (૫ ૧૮૮). આ પ્રકારના આહાર સિવાયને આહાર ન જ હોય એ દેખીતી વાત છે. પ્ર. પૃ. ૪૨૪, ૫, ૪ “સર્વે અપર્યાપ્ત છે ઓજસ્ આહારી જાણવા” એમ લખ્યું છે પણ તેઓ શરીરપર્યાપ્તિએ પર્યાપ્ત થયા પછી લેમ-આહાર કેમ ન કરે ? અમે તે ઉત્પત્તિને પ્રથમ સમયે જ એજ આહાર હોય એમ જાણ્યું છે. આ૫ આધાર જોઈને લખશે. ઉ. સૂત્રકૃતાંગની ૧૭૨ મી નિર્યુક્તિને અર્થ વિચારતાં જે તત્વ નીકળે તે સ્વીકારવું. પૃ. ૪૩૫, પં. ૨ “શેણિતાદિ અચિત્ત પુગલ છે તેમાં પુદગલો પછી “પણ” શબ્દ ઉમેરે જોઈએ. ઉ. આ સૂચન બરાબર છે, કેમકે એ જ પુષ્કગત પ્રથમ ટિપ્પણ આ વાતનું સમર્થન કરે છે. મુદ્રણદેવથી “પણ” રહી ગયે જણાય છે. પૃ. ૪૩૫, પં. ૧૪ “બાકીનાં બધાં” પછી “ક્ષેત્રે ” જોઈએ. ઉ. વિશેષ સ્પષ્ટતા માટે કરાતા આ સૂચન સામે વાંધો નથી. પ્ર. ૪૩૯, પં. ૧૯ “૮૪ લાખ તે એનિની સંખ્યા છે” એમ લખ્યું છે ત્યાં “૮૪ લાખ તે નિની જાતિની સંખ્યા છે” એમ જોઈએ, . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy