SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1245
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પરિશિષ્ટ સૂમ ઇક્ષિકા શ્રીયુત કુંવરજી આણંદજીએ તા. ૨-૭-૩૦ ને દિને નીચે મુજબના— આ બુક લખવામાં પ્રયાસ બહુ જ કર્યો છે. શાસ્ત્રાધાર દરેક સ્થાને આપેલા છે. અનેક ગ્રંથે વાંચવાને બદલે આ એક બુક વાંચવાથી ઘણી ગરજ સરે તેમ છે. હુ પ્રયાસની સફળતા જોઉં છું. આપને બધ અનેક દર્શનેને અને જેનને પણ ન્યાયશાસ્ત્ર વિગેરેને વિશાળ હેવાની આ બુક સાક્ષી પૂરે છે. આ બુક નથી પણ એક ગ્રંથ જ છે.' -ઉલલેખ પૂર્વક લખ્યું છે કે “હવે એ બુક વાંચતાં મારી બુદ્ધિ પ્રમાણે મને જે ખલના લાગી અથવા વિશેષ સ્પષ્ટતા કરવાની જરૂર લાગી તે સ્થળને નિર્દેશ આ નીચે મારી બુદ્ધિ અનુસાર કરું છું તેની ઉપર ધ્યાન આપી તેના ખુલાસા મને જરૂર જણાવશે.” આ પ્રમાણેની પરિસ્થિતિ હોઈ પ્રશ્નરૂપે તેમણે ઉપસ્થિત કરેલ શંકા અને ઉત્તરરૂપે તેનું સમાધાન અત્ર રજુ કરાય છે. આ પ્રશ્ન તેમજ ઉત્તર વિશિષ્ટ અવલોકનને આભારી હોઈ આ પરિશિષ્ટનું નામ “સૂક્ષ્મ ઈક્ષિકા મેં રાખ્યું છે. હવે આ ઉપક્રમને વિશેષ ન લંબાવતાં પ્રસ્તુત વિનય હાથ ધરાય છે. પ્ર. પૃ. ૩૮, પ. ર૯-૩૦ “પ્રતિસમય આ સંસારમાંથી કઈ નહિ ને કોઈ જીવ મુક્તિપુરી જઈ જ રહ્યો છે.” આ લખવું બરાબર નથી. જીવ પ્રતિસમય મેક્ષે જતા નથી કારણકે મોક્ષે જવાયેગ્ય ગર્ભજ પર્યાપ્ત મનુષ્ય સંખ્યાતા છે અને સમય તે એક મેનેષમાં અસંખ્યાતા થાય છે.” ૧ વિ. સંવત ૧૯૮૬ અષાડ સુદ બારસના પત્રમાં તેમણે લખ્યું છે કે-- - “ મને છાપેલ ફોરમે વાંચતા બહુ જ આનંદ આવે છે. શુદ્ધિ પણ બહુ જળવાણી છે. સ્થાને સ્થાને શાસ્ત્રાધાર આપ્યા છે. જૈન દર્શનનું જ્ઞાન થવા માટે એક ગ્રંથ બતાવવો હોય તે આ બતાવી શકાશે કારણ કે પાયે દરેક બાબત આમાં સમાવી છે. સમ્યગ્દર્શન માટે પુરતું લખવામાં આવ્યું છે. ” ૨ શ્રીયુત કંવરજી તરફથી ખલનાદિ પરત્વે આવેલા તમામ પત્રો ઉપાધ્યાય શ્રીમંગલવિજય ઉપર મેં મોકલી આપ્યા હતા, કેમકે આહંત-દશન-દીપિકાના પ્રફે તેમને હાથે વંચાયા બાદ છપાયેલ હોઈ તેઓ એ સંબંધમાં શે ખુલાસો રજુ કરવા ઇચ્છતા હતા તે મારે જાણવું હતું. લગભગ ૪૦૦ પૃષ સુધીના લખાણ સંબંધી ઊઠાવેલા પ્રશ્નના જે ઉત્તરે તેમની તરફથી મને મળ્યા હતા તે જ અત્ર મોટે ભાગે રજુ કરાયા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy