SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1244
Loading...
Download File
Download File
Page Text
________________ આહંત દર્શન દીપિકા ૧૧૫ એવા ભક્તિવિજય, તેમજ ક્ષમા વડે મનહર, કવિઓના મસ્તકને વિષે મણિ સમાન અને બહુ ગુણોથી યુક્ત એવા મુનિ શ્રીરત્નવિજય જયવંતા વર્તે છે. સાહિત્યના જાણકારોને વિષે જેમણે મહાપ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે, શાસ્ત્રોને વિષે જેમણે નિરંતર પુષ્કળ પ્રયત્ન કર્યો છે તેમજ સુંદર ગ્રંથે ગુંથીને જેમણે અન્ય જને ઉપર ઉપકાર કર્યો છે તે મુનિ વિદ્યાવિજય વિજયશાળી વર્તે છે. બાળપણમાં-નાની ઉમરે પણ જેમણે કઠણ અને દુર્બોધ એવા તર્કોથી યુક્ત, સુંદર ગદ્ય અને પદ્યની રચનાથી મનહર તેમજ વિબુધને વિસ્મય પમાડનાર એવા અનેક ગ્રંથો રચ્યા તે યમી (મુનિ) ન્યાયવિજય વિજયી વર્તે છે. ગંભીરતા વડે સમુદ્રને, તેજના સમુદાયે વક સૂર્યને, સ્થિરતાના અનુભવથી ગિરિરાજ (મેરુ )ને તેમજ તાપ દૂર કરવા વડે ચંદ્રને જીતતા એવા શ્રી જયન્તવિજય વિજયને ધારણ કરે છે. સ્પૃહાથી મુક્ત તેમજ સંગથી રહિત એવા દેવેન્દ્રવિજય છે. આ પ્રમાણેના (મુનિવરે પૈકી) પ્રથમ (શ્રીવિજયેન્દ્રસૂરિ) સિવાયના (મુનિવર) જેમના લઘુ સતીચ્ય (નાના ગુરુભાઈ) છે, અને વળી જેમણે ઉત્તમ કલકત્તા શહેરમાં રાજકીય પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ “ન્યાયતીર્થ” પદ પ્રાપ્ત કર્યું, તે પ્રવર્તક પદથી વિભૂષિત તેમજ પરોપકાર કરવામાં સમર્થ ચિત્તવાળા શ્રીમંગલવિજયે . ( વિકમ )સંવત્ ૧૯૭૩ માં આ ગ્રંથ રચ્યો છે.-૯-૧૬ मानाहीश्वरवैनतेय ! यमक्रत प्रज्ञापयोदः परो मारारामसिमे पिरो बुधनतोऽनेकान्तमूः सत्तमः । मायालासकमाहरेतिभयनद अव्यावलीमाकलि: पद्मालक्ष्य ! जराऽदयादहनवार्दधा व आप्तः शिवम् ॥१॥ - રાત ૧ એમના પક્ષ દર્શન મને લાભ મળ્યો નથી. એમની કૃતિ દ્વારા મને એમના અક્ષર-દેહને ચડેક પરિચય થયો છે. કહ૫સૂવડી, ધર્મ મહોદય ( સંસ્કૃત ) તથા મુનિપતિ રાસ ( ગુજરાતી ) વગેરે એમની કૃતિઓ છે. ૨ આદર્શ સાધુ, અહિંસા, સમયને ઓળખે, શાણી સુલસા, સૂરીશ્વર અને સમ્રા, તેરાપંથ હિતશિક્ષા, તેરાપંથમતશિક્ષા ઈત્યાદિ ગ્રંથે એમણે ગૂંથ્યા છે. ૩ સંસ્કારવાહી અને ભાવનામય વિવિધ ગ્રંથ સંસ્કૃત, હિંદી અને ગુજરાતી ભાષામાં એમને હાથે આલેખાયા છે. જેમકે સંસ્કૃતમાં ન્યાયકુસુમાંજલિ, અધ્યાત્મતવાલોક, સંદેશ, પ્રમાણપરિભાષાની ટીકા, મહેન્દ્ર-સ્વર્ગારોહણ અને ન્યાયતીર્થપ્રકરણ, હિંદીમાં ધર્મગીતાંજલી, ધર્મશિક્ષા અને ન્યાયશિક્ષા તેમજ ગુજરાતીમાં જૈન દર્શન આદિ અનેક પ્ર. આ પૈકી ન્યાયકસુમાંજલિ મદીય ગુજરાતી અને અંગ્રેજી અનુવાદ તેમજ સ્પષ્ટીકરણ પૂર્વક મેં ઇ. સ. ૧૯૨૨ માં સંપાદન કરી હતી. ૪ સિદ્ધાન્તરનિકા વ્યાકરણ ઉપર સિદ્ધાન્તમુતટિપણુ ( સંસ્કૃત ) અને આબવિહારવર્ણન એમના રચેલા મળે છે. વળી કમલસંયમી ટીકાવાળું ઉત્તરાધ્યયન એમણે સંપાદિત કર્યું છે. ૫ આ પદ્યનાં ચરણના અનુક્રમે ત્રીજા, પાંચમા, બારમા અને સત્તરમા અક્ષરો એકત્રિત કરાતાં જૈનતરવપ્રદીપના અનુવાદકનું નામ જણાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy