________________
[ સક્ષમ
:
૧૧૫૬
મોક્ષ-અધિકારી તે તે બધા જ “અનેકસિદ્ધ” કહેવાય છે. જેમકે શ્રીષભદેવ પ્રમુખ '૧૦૮. શું સિદ્ધના પંદર ભેદ એક બીજાથી સ્વતંત્ર છે –
આપણે જે સિદ્ધના પંદર ભેદેને ઉપર ઉલ્લેખ કરી ગયા તેને વિશેષ વિચાર કરતાં જણાશે કે આ બધા સ્વતંત્ર નથી, પરંતુ પરસ્પર અંતર્ગત થઈ શકે એવા કેટલાક તે છે જ. આમ છતાં જે પંદરને નિર્દેશ કરાયેલ છે તે કયા કયા છે મેક્ષે જઈ શકે તેને વિશેષતઃ સ્પષ્ટ ખ્યાલ આવે તેટલા માટે છે. આ પ્રમાણે પ્રજ્ઞાપનાની વૃત્તિમાં ઉલ્લેખ છે.
વાસ્તવિક રીતે વિચારતાં સિદ્ધ પરમાત્માના બબ્બે ભેદ તેમજ ત્રણ ત્રણ ભેદે ત્રણ ત્રણ રીતે પી શકે છે. જેમકે સિદ્ધના બે બે ભેદે નીચે મુજબ પડે છે –
(૧) જિન–સિદ્ધ અને (૨) અજિન-સિદ્ધ; (૧) તીર્થ-સિદ્ધ અને (૨) અતીર્થ સિદ્ધ: (૧) એક-સિદ્ધ અને (૨) અનેક-સિદ્ધ. સિદ્ધના ત્રણ ત્રણ ભેદ
(૧) ગૃહસ્થલિંગ-સિદ્ધ, (૨) અન્યલિંગ–સિદ્ધ અને (૩) સ્વલિંગ-સિદ્ધ; (૧) સ્ત્રીલિંગ–સિદ્ધ, (૨) પુરુષલિંગ-સિદ્ધ અને (૩) નપુંસકલિંગ-સિદ્ધ (૧) સ્વયં બુદ્ધ-સિદ્ધ, (૨) પ્રત્યેકબુદ્ધ-સિદ્ધિ અને (૩) બુદ્ધબોધિત-સિદ્ધ.
આ ઉપરથી જોઈ શકાશે દરેક સિદ્ધિને છ છ ભેદ હોઈ શકે છે. જેમકે શ્રી મહાવીર સ્વામી (૧) જિન-સિદ્ધ, (૨) તીર્થ-સિદ્ધ, (૩) એક-સિદ્ધ, (૪) સ્વલિંગ–સિદ્ધ, (૫) પુરુષ -સિદ્ધ અને (૬) વયબુદ્ધ-સિદ્ધ છે. એવી રીતે મરુદેવા માતા (૧) અજિન-સિદ્ધ, (૨) અતીર્થ સિદ્ધ, (૩) “એક--સિદ્ધ, (ર) ડિરવિંગ-સિદ્ધ, (૫) સ્ત્રીલિંગ-સિદ્ધ અને (૬) સ્વયંબુદ્ધ-સિદ્ધ છે. સિદ્ધના સ્વરૂપની બાર અનુગદ્વાર દ્વારા ઝાંખી.....
( ૧ ) ક્ષેત્ર, (૨) કાળ, (૩) ગતિ, (૪) લિંગ, (૫) તીર્થ, (૬) ચારિત્ર, (૭) પ્રત્યેકબુધિત, (૮) જ્ઞાન, (૯) અવગાહના, (૧૦) અંતર, (૧૧) સંખ્યા અને (૧૨) અલ્પબદુત્વ એ બાર દષ્ટિએ સિદ્ધ સંબંધી વિચાર કરી શકાય તેમ છે. જોકે સિદ્ધઅવસ્થામાં તે ગતિ, લિંગ વગેરે સાંસારિક ભાવ ઘટી શકતા નથી, કિન્તુ તેમની પૂર્વકાલીન અવસ્થાને ઉદ્દેશીને આ ભાવો ઘટાવી શકાતા હોઈ તેને અત્ર વિચાર કરાય છે. અર્થાત ક્ષેત્ર ઇત્યાદિ દરેક બાબતમાં યથાસંભવ ભૂત તેમજ વર્તમાન દષ્ટિ અનુસાર વિચારણા કરાય છે. ૮૫ થી ૯૬ સુધીની સંખ્યાવાળા ત્રણ જ સમય સુધી, ૭ થી ૧૦૨ સુધીની સંખ્યાવાળા બે જ સમય સુધી અને ૧૦૩ થી ૧૦૮ સુધીની સંખ્યાવાળા એક જ સમયમાં મેક્ષે જાય; પછી જરૂર અંતર પડે જુઓ પ્રજ્ઞાપના-વૃત્તિનાં ૨૨ મા અને ૨૩ મા પો.
૧ આ અવસર્પિણીના ત્રીજા આરાને છેડે થીષભદેવની સાથે ૧૦૮ સિદ્ધ થયા એ અ, ક્ષયરૂપ હકીકત છે. જુઓ વિચારસાર ( દા. ૧૧ ).
૨ એમની સાથે અન્ય સિદ્ધ થયાનો ઉલ્લેખ જોવામાં નથી; એથી આ પ્રમાણે સૂયવાયું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org