SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1233
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૫૪ મેક્ષ-અધિકાર. [ સક્ષમા ( ૬ ) અન્યલિંગ–સિદ્ધ–તાપસ, પરિવ્રાજક વગેરેના વેષમાં જેઓ મુક્તિ પામ્યા હોય તેને “અન્યલિંગ-સિદ્ધ” કહેવાય છે. જેમકે શ્રીવલચીરી. ( ૭ ) સ્વલિંગ-સિદ્ધ–સર્વ કથેલ રજોહરણાદિ યુક્ત જૈન મુનિના વેષમાં જે મે ગયા હોય તેઓ “સ્વલિંગ-સિદ્ધ' કહેવાય છે. જેમકે શ્રીજબૂસ્વામી. ( ૮ ) સ્ત્રી-લિંગ–સિદ્ધ–સ્ત્રી તરીકેની નિશાનીવાળા દેહે જેઓ સિદ્ધિ પામ્યા હોય તેઓ “ીલિંગ-સિદ્ધ' કહેવાય છે. જેમકે ચંદનબાલા. (૯) પુરુષ-લિંગ-સિદ્ધ–પુરુષપણાના ચિહ્નવાળા દેહે જેઓ મોક્ષે ગયા હોય તેઓ પુરુષલિંગ-સિદ્ધ” કહેવાય છે. જેમકે શ્રીગૌતમસ્વામી. (૧૦) નપુંસકલિંગ-સિદ્ધ– નપુંસકપણાને સૂચવતી દેહાકૃતિએ જેઓ મુક્તિએ ગયા હેય તેઓ “નપુંસકલિંગ–સિદ્ધ” કહેવાય છે. જેમકે ગાંગેય. (૧૧) "પ્રત્યેકબુદ્ધ-સિદ્ધ–સંધ્યા સમયનાં વાદળાંના રંગે જેમ બદલાય છે તેમ સંસારમાં પૌગલિક વસ્તુ ક્ષણભંગુર છે એમ વિચારી અથત કઈ પણ પ્રકારનું વેરાગ્યજનક નિમિત્ત મેળવી કેવલજ્ઞાન પામી જેઓ મેક્ષે ગયા હોય તેઓ પ્રત્યેકબુદ્ધ-સિદ્ધ' કહેવાય છે. જેમકે કરકંદુ મુનિ. આવા છની સિદ્ધિની પ્રાપ્તિમાં પ્રસ્તુત ભવમાં ગુરુને ઉપદેશ કારણભૂત નથી એ ધ્યાનમાં રાખવું. (૧૨) સ્વયં બુદ્ધ-સિદ્ધ–ગુરુના ઉપદેશ વિના તેમજ કેઈ બાહ્ય નિમિત્ત ન હોવા છતાં કર્મ ૧ આ ઉપરથી એ ફલિત થાય છે કે કેવળ જેન વેષધારી જ મોક્ષના અધિકારી છે એમ નહિ, કિન્તુ તાપસાદિ અન્ય ધર્મીઓ પણ સન્માર્ગે સંચરતા હાય-ભાવચારિત્રી થયા હોય તે તાપસાદિ વેષમાં પણ મુક્તિ મેળવી શકે. પરંતુ એથી એમ ને સમજવું કે એ તાપસ-ધર્મ પણ મેક્ષના કારણરૂપ છે. ૨ રીના ત્રણ પ્રકાર પાડી શકાય છેઃ-(૧) વેદ-શ્રી, (૨) લિંગ-સ્ત્રી અને (૩) નેપથ્ય- શ્રી. જે વખતે પુરુષના સમાગમની અભિલાષા વર્તાતી હોય તે વખતે તે વ્યક્તિ “ વેદ-સ્ત્રી' છે. સ્ત્રીના ચિહનોથી અંકિત (વેદોદયથી રહિત) વ્યક્તિ તે લિંગ-સ્ત્રી ” છે. પુરુષાદિએ સ્ત્રીને વેશ પહેર્યો હોય તે નેપથ્ય-સ્ત્રી ” છે. અહીં વેદના ઉદયવાળી અને મેક્ષ ન હોય એ દેખીતી વાત છે અને નેપથ્ય અપ્રમાણ છે. જુઓ પ્રજ્ઞાપનાની વૃત્તિનું ૨૦ મું પત્ર તેમજ નન્દીસર ૩ આ નપુંસકપણું કૃત્રિમ હેય, કેમકે જન્મનપુંસક સિદ્ધ થતા નથી. ૪ આથી ભગવતીના નવમા શતકમાં ભંગાદિ પ્રશ્નો પૂછનારા ગાંગેય સમજવા કે ભીમ પિતામહ તરીકે જેઓ પ્રસિદ્ધ છે તે સમજવા કે અન્ય કોઈ તેનો નિર્ણય કર બાકી છે. પાંડવચરિત્રમાં તે ભીમને બારમા દેવલોકે ગયાનો ઉલ્લેખ છે. શ્રીયુત કંવરજી સૂચવે છે કે શ્રીપાશ્વનાથના ગણધર નામે ગાંગેય સિદ્ધ થયા છે, પરંતુ તેમણે કઇ પ્રમાણુ રજુ કર્યું નથી. ૫-૬ પ્રત્યેક-બુદ્ધ અને સ્વયંબુદ્ધ વચ્ચે ખાસ કરીને (અ) બધિ, (આ) ઉપધિ, ઈ) મત અને (ઈ) વેવ એમ ચાર અપેક્ષાએ ભિન્નતા રહેલી છે એમ નન્દીસૂત્રની ચર્ણિ અને પ્રજ્ઞાપનાની વૃત્તિ ( ૫. ૧૯-૨૦ ) ઉપરથી જણાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy