SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1232
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આત દર્શન દીપિકા, ૧૧૫૩ સિદ્ધના પંદર ભેદનું નિરૂપણ ( ૧ ) જિન-સિદ્ધ—તીર્થકર-પદ પ્રાપ્ત કરીને જે જે મુક્તિ પામ્યા હોય તેઓ “જિન સિદ્ધ” કહેવાય છે. જેમકે શ્રીહષભદેવ વગેરે. ( ૨ ) અજિન-સિદ્ધ તીર્થંકર-પદ પ્રાપ્ત કર્યા વિના જે છ મેક્ષે ગયા હોય તેઓ અજિન-સિદ્ધ” કહેવાય છે. જેમકે પુંડરીક ગણધર. (૩) તીર્થ-સિદ્ધ–તીર્થની સ્થાપના થયા પછી જેઓ મુક્તિ પામ્યા હોય તેઓ “તીર્થ-સિદ્ધ” કહેવાય છે. જેમકે શ્રીગૌતમસ્વામી પ્રમુખ ગણુધરે. ( ૪) અતી–સિદ્ધ-તીર્થની સ્થાપના થવા પૂર્વે જેઓ નિર્વાણ-નગર સંચર્યો હોય તેઓ “અતીર્થ-સિદ્ધ” કહેવાય છે. જેમકે મરુદેવા માતા. ( ૫ ) ગ્રહસ્થલિંગ-સિદ્ધ-ગૃહસ્થના વેષમાં જેઓ મોક્ષે સંચર્યો હોય તેઓ “ગૃહસ્થલિંગ સિદ્ધ” કહેવાય છે. જેમકે મરુદેવા, ચક્રવર્તી ભરત વગેરે. ૧ પામે છે અને પામશે એમ અત્ર ઘટાવી લેવું. આ પ્રમાણે બાકીના ચૌદ ભેદે આશ્રીને પણ સમજી લેવું. ૨ અતીર્થપણે બે રીતે સંભવે છેઃ (૧) અવસર્પિણી કે ઉત્સર્પિણી કાળમાં પ્રથમ તીર્થંકર પ્રભુનું તીર્થ ન સ્થપાયું હોય ત્યાં સુધી “અતીર્થપણું” કહેવાય અને (૨) તીર્થંકર પ્રભુને હાથ તીર્થ સ્થપાયા બાદ તે વિચ્છિન્ન થયું હોય અને નવું તીર્થ ન સ્થપાયું હોય ત્યાં સુધી “ અતીર્થપણું ' કહેવાય. મરવા પ્રથમ પ્રકારના “ અતીર્થ-સિદ્ધ છે. શ્રી શીતલનાથ દ્વારા તીર્થ સ્થપાયા પૂર્વે શ્રીસુવિધિનાથના તીર્થને બુચ્છેદ ગયો હતે. એટલે એ દરમ્યાનનું અતીર્થપણું બીજા પ્રકારનું છે. આવા કુલ સાત ઉદ થયા છે. જુઓ ત્રિષષ્ટિ( ૫. ૩ )ના સાતમા સર્ગને અંતિમ ભાગ અથવા અર્થદીપિકાનું ત્રીજું પત્ર. ૩ આ ઉપથી કોઇ એવો તક ઊઠાવે કે દીક્ષા લેવાની જરૂર જ નથી, કેમકે ગૃહસ્થાશ્રમમાં રહીને કેવળ કેવલજ્ઞાન જ નહિ પણ મુક્તિ પણ મળી શકે છે તે તે અસ્થાને છે. અહીં જે ગૃહસ્થના વેષમાં મુક્તિની પ્રાપ્તિ કરી છે તે એ હિસાબે છે કે જે જીવને સંસાર તજી દેવાની તીવ્ર ભાવના ઉદ્દભવી હાય, જે જીવ ગૃહસ્થતાને સાધુતાથી ઉતરતી દરજજાની સમજતે હોય, તેને એક કારાવાસ તરીકે ગણુતે. હોય તે જીવને શુદ્ધ ભાવનાની પ્રબળતાને લીધે ગૃહસ્થલિંગ-દશામાં કેવલજ્ઞાન થાય અને આયુષ્ય અંતર્મદ માત્ર હેઈ સાધુ-વેષ ગ્રહણ કરવાનો સમય ન હોય તે એ જીવ “ગૃહસ્થલિંગ-સિદ્ધ' ગણાય. જે આયુષ્ય અધિક હોય તો એ ગૃહસ્થને વેષ ત્યજી દઈ સાધુ-વેષ અંગીકાર કરે જ એમ સૂચવાય છે. અલબત્ત કર્મા પુત્ર કેવલી થયા બાદ છ મહિના સુધી ગૃહસ્થ–વેષમાં રહ્યા હતા એ અપવાદ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ગૃહસ્થ પણ મોક્ષનો અધિકારી છે, પરંતુ ગુજંજાળ ન છોડી ભાવસાધુતા પણ નહિ સ્વીકારનાર કદાપિ મોક્ષે ન જાય. ૪ આ પ્રમાણે નવતત્તવની ૫૭ મી ગાથામાં ઉલલેખ છે, પરંતુ શ્રીઅમરચંદ્રભરિત પદાનંદ મહાકાવ્ય ( સ. ૧૮, ઑો. ૩૦૯ ) જોતાં તે તેમણે મુનિવેષ અંગીકાર કર્યો હતો એમ જણાય છે. આવી પરિસ્થિતિમાં તેમણે ગૃહસ્થલિંગ-સિદ્ધ કેમ ગણાય એ વિચારણીય છે; બાકી ગૃહસ્થલિંગમાં તેમને કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું એ સંબંધમાં મતભેદ નથી. 16. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy