SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1231
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૫૨ મોક્ષ-અધિકાર, [ સસ આત્મા સ્થિર થયો છે, જે સંવરને લઈને નિસંગ બને છે, જે આશ્રવના અભાવથી, વિરક્તતાને લીધે તેમજ તૃષ્ણાથી મુક્ત હેઈ નવીન કર્મના સમૂહથી અલિત બન્યો છે, જે પરીષહ ઉપર વિજય મેળવવાથી, બાહ્ય અને આત્યંતર તપશ્ચર્યા કરવાથી, તેમજ અનુભાવથી સમ્યગદષ્ટિ અને વિરતથી માંને તે જિન પર્વતનાં પરિણામ અને અધ્યવસાયની વિશુદ્ધિનાં બીજાં સ્થાનેના અસંખ્યય ગુણ પ્રકષને પ્રાપ્ત કરે છે, પુરાતન કમની નિજેરા કરે છે, સામાયિથી માંડીને સૂક્ષમપરાય પર્વતનાં સંયમની વિશુદ્ધિનાં સ્થાનેના, પુલાકાદિ નિગ્રન્થનાં પાલન વિશુદ્ધિ સ્થાનવિશેષની ઉત્તરોત્તર પ્રતિપત્તિ દ્વારા ઘટાડે કરતાં કરતાં વળી જેણે આર્ત અને રૌદ્ર ધ્યાને અત્યંત ક્ષીણ કરી નાંખ્યાં છે અને જેણે ધર્મધ્યાનરૂપ વિજય દ્વારા સમાધિનું સામર્થ્ય સંપાદન કર્યું છે તે આત્મા પૃથકૃત્વ વિતક અને એકત્વવિતર્કરૂપ શુકલ ધ્યાને પૈકી ગમે તે એક ધ્યાનમાં વતતે વિવિધ પ્રકારની લબ્ધિઓ મેળવે છે. ત્યાર બાદ તૃષ્ણાથી વિમુખ હોવાથી તેમજ આ લબ્ધિઓને વિષે અનાસક્ત હોવાથી મેહને ક્ષય કરવાના પરિણામવાળે એ આત્મા ૨૮ પ્રકારના મેહનીયને સમૂળ નાશ કરે છે. ત્યાર પછી છમસ્થ વિતરાગતા પ્રાપ્ત કરી અંતમુહૂર્ત બાદ જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય એ ત્રણ કમનો સર્વથા નાશ કરે છે. પછીથી સંસારના બીજના બંધનથી મુક્ત બનેલ તેમજ ફળના બંધનરૂપ મેહનીયાદિથી પણ મુક્ત બનેલે સ્નાતક અંદરનો મેલ જતો રહેવાથી, પરમેશ્વર, જિન, કેવલી બને છે. . ત્યાર બાદ તે વેદનીય, નામ, ગોત્ર અને આયુષ્યને ક્ષય કરી તે કર્મોનાં ફળના બંધનથી વિમુક્ત બને છે. જેમ પૂર્વે એકત્રિત કરેલાં ઈન્વને બળી જતાં અને નવાં નહિ મળવાથી અગ્નિ શાંત બની જાય છે તેમ પૂર્વે ઉપાર્જન કરેલ ઔદારિક શરીરને વિગ થતાં, દેહના અભાવને લઈને અને ભવિષ્યમાં પણ તેવા હેતુને અભાવ હેઈ શાંત બને એ આત્મા સાંસારિક સુખના ત્યાગ પૂર્વક આત્યંતિક, ઐકાન્તિક, નિરુપમ અને નિરતિશય એવા નિર્વાણુના સુખને મેળવે છે. આ પ્રમાણે પ્રસ્તુત ગ્રંથકારનું વક્તવ્ય અવ પૂર્ણ થાય છે, પરંતુ સિદ્ધને અંગે કેટલીક હકીકતેને ઉલ્લેખ કરે આવશ્યક તેમજ એ પૈકી કેટલીકનું વિવેચન કરવાની પ્રતિજ્ઞા કરાયેલી હોવાથી અત્ર તે રજુ કરાય છે. તેમાં સૌથી પ્રથમ તે પ્રજ્ઞાપના (સૂ) ૭)માં સૂચવ્યા મુજબ સિદ્ધના નીચે મુજબના પંદર ભેદની નેંધ કરી લઈએ – (૧) જિન-સિદ્ધ, (૨) અજિન-સિદ્ધ, (૩) તીર્થ-સિદ્ધ, (૪) અતીથ-સિદ્ધ, (૫) ગૃહસ્થ લિંગ-સિદ્ધ, (૬)અન્યલિંગ–સિદ્ધ, (૭) વલિંગ-સિદ્ધ, (૮) સ્ત્રીલિંગ-સિદ્ધ, (૯) પુરુષલિંગસિદ્ધ, (૧૦) નપુંસકલિંગ-સિદ્ધ, (૧૧) પ્રત્યેકબુદ્ધ-સિદ્ધ, (૧૨) સ્વયંબુદ્ધ-સિદ્ધ, (૧૩) બુદ્ધબોષિત-સિદ્ધ, (૧૪) એક-સિદ્ધ અને (૧૫) અનેક-સિદ્ધ ૧ આ ભેદે સિદ્ધ-અવસ્થા આશ્રીને નથી, કિન્તુ સિદ્ધ થતા પૂર્વેની અવસ્થાને અનુલક્ષ્મીને છે, ૨ સરખા નવતત્વની નિમ્નલિખિત ૫૫ મી ગાથા – जिण अजिणतित्थतित्था गिहिअन्नसलिंगथीनरनपुंमा । पत्तेयसयंबुद्धा बुद्धबोहिय सिद्धणिका य ॥ ५५ ॥" [ जिनाजिनतीर्थातीर्था गृधन्यस्वलिङ्गखीनरनपुंसकाः । प्रत्येकस्वयम्वुद्धा बुद्धबोधितसिद्धानेकाच ॥] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy