________________
ઉલ્લાસ ]
આહત દશ દીપિકા સંપુટને ઉદરૂપ છેદ થાય. આ પ્રમાણે બંધનના છેદથી એરંડા વગેરે ફળ ભેદતાં જેવી તેનાં બીજની ગતિ થાય છે, અર્થાત્ બીજ ઉધને દૂર પડે છે તેમ અત્ર કમને બંધ તે ફલાદિને સ્થાને છે. એને છેદ થતાં જ મુક્ત જીવ લેકાંત પર્યત ગમન કરે છે,
આ સંબંધમાં ભગવતી (શ. ૭, ઉ. ૧)માં એ ઉલ્લેખ છે કે જેમ કે એક વટાણાની શિંગ, મગની શિંગ, અડદની શિંગ, સિંબલિ (શેમળા)ની શિંગ અને એરંડાના ફળને તડકે મૂકયાં હેય અને તે સુકાય ત્યારે તે કુટીને તેમાંનાં બીજ પૃથ્વીની એક બાજુએ જાય તેમ બંધનને છેદ થવાથી કર્મ રહિત જીવની ગતિ સ્વીકારાય છે.
ગતિપરિણામરૂપ હેતુ--
જીવ અને પુદ્ગલ એ બે જ ગતિશીલ છે, નહિ કે બીજાં દ્રવ્યું. તેમાં પુદ્દગલે અધેગૌરવરૂપ (નીચે જવાના) સ્વભાવવાળા છે અને છ ઊર્ધ્વગૌરવરૂપ ( ઊંચે જવાના) સ્વભાવવાળા છે. પ્રયાગાદિરૂપ ગતિ કારણ હેતે છતે જાતિનિયમ અનુસાર સ્વાભાવિક રીતે માટીના હેફાની નીચે, વાયુની તિરછી અને અગ્નિની ઊંચી ગતિ જોવાય છે તેમ કર્મના સંગથી મુક્ત બનેલા સિધ્યમાન જીવની ઊર્ધ્વ ગૌરવને લીધે ઊંચી ગતિ થાય છે. સંસારી જીવની તે કમ સાથેના તેના સંગને લઈને નીચી, તિરછી તેમજ ઊંચી ગતિ થાય છે.
આ પ્રમાણે આપણે તત્વાર્થ (અ. ૧, સૂ. ૬)ને આધારે પ્રસ્તુત ગ્રંથકારે સિધ્યમાન ગતિના જે હેતુઓ રજુ કર્યા જણાય છે તેનું સ્વરૂપ છેડે ઘણે અંશે વિચાર્યું. ભગવતી (શ. ૧, ઉ. ૧) તરફ નજર કરતાં નિરિન્યનતારૂપ એક બીજો હેતુ પણ જોવાય છે. આ સંબંધમાં ત્યાં એ નિર્દેશ કરાયો છે કે જેમ ઈન્જનથી છુટેલા ધૂમાડાની ગતિ સ્વાભાવિક રીતે પ્રતિબંધકની અવિદ્યમાન દશામાં ઊંચે પ્રવર્તે છે તેમ કર્મરૂપ ઈન્ધનથી મુક્ત થવાથી કમરહિત બનેલા સિધ્યમાન છવની ગતિ ઊંચે પ્રવર્તે છે.
ઉપસંહાર–
આ અધિકારને તેમજ સમગ્ર ગ્રંથનો ઉપસંહાર કરતાં પ્રસ્તુત ગ્રંથકાર કર્થ છે કે આ પ્રમાણે નિસર્ગ અને અધિગમ પૈકી ગમે તે એક દ્વારા તત્ત્વાર્થ શ્રદ્ધાનરૂપ, શંકાદિ અતિચારથી ૨હિત તેમજ પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિષ્પથી અભિવ્યક્ત, એવા નિર્મળ સમ્યગ્દશનને પ્રાપ્ત કરીને અને એ સમ્યગ્દર્શનની પ્રાપ્તિથી વિશુદ્ધ જ્ઞાન મેળવીને, પ્રમાણ, નય, નિક્ષેપ ઇત્યાદિ ઉપાયો વડે જીવ અને અજીવ પદાર્થોનું તેમજ પાંચ ભાનું સ્વરૂપ જાણીને, તથા વળી અનાદિ એવાં ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોનાં તેમજ સાદિ એવાં ઇન્દ્રધનુષ્ય વગેરેના સ્થિતિ, ઉત્પત્તિ અને વિનાશના અનુગ્રહ અને ઉપઘાતનું કારણ જાણી, સાંસારિક ભાવથી વિક્ત બની, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી યુક્ત બની, દશ પ્રકારના ધર્મના અનુષ્ઠાનથી તેમજ ફળના દશનથી નિર્વાણની પ્રાપ્તિ માટેના પ્રયાસને વિષે જેની શ્રદ્ધા અને સંવેગ વધ્યાં છે, જેને આત્મા ભાવના વડે ભાવિત થયા છે, અનુપ્રેક્ષાઓ વડે જેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org