SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1227
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ મેક્ષ-અધિકાર. [ સપ્ત હેરંભના, મોટી ઢક્કાના, ઝાલરના, દુદુમિના, તાંતવાળા (તત) વાજાઓના, વિતત વાદિના, નક્કર વાજાના અને પિલાં વાજાઓ વગાડાતાં તેમાંથી નીકળતા શબ્દોને સાંભળે છે. વિશેષમાં આ શબ્દો કાને અથડાયા પછી છદ્મસ્થ સાંભળે છે. કણેન્દ્રિયથી ગ્રહણ કરી શકાય તેવા જ શબ્દને, નહિ કે એના વિષયથી દૂર રહેલા શબ્દોને છમસ્થ સાંભળે છે. કેવલી તે ઇન્દ્રિયગોચર બનેલા તેમજ નહિ બનેલા તેવા પણ અર્થાત આરાગત અને પારગત, આદિ અને અંત વિનાના શબ્દોને સર્વ પ્રકારના શબ્દને જાણે છે અને જુએ છે, કેમકે કેવલી તે દરેક દિશાની મિત વસ્તુને પણ જાણે છે અને અમિતને પણ જાણે છે. કેવલી બધી તરફ જાણે છે અને જુએ છે. દરેક છદ્મસ્થ જીવ ચારિત્રમેહનીય કર્મના ઉદયથી હસે છે અને ઉતાવળે થાય છે, કેવલીને તો આ કમને ઉદય જ નથી એટલે એને હસવાનું કે ઉતાવળ થવાનું સંભવતું જ નથી. છમસ્થ મનુષ્ય દશનાવરણીય કર્મના ઉદયથી નિદ્રા લે છે અને વળી ઊભો ઊભો પણ ઊંઘે છે, પરંતુ આ કમની કેવલીને વિષે હૈયાતી જ નહિ હેવાથી તેને સ્વલ્પાંશે પણ નિદ્રા સંભવતી જ નથી. સગી કેવલી "વીર્યસગસદ્રવ્યતાને લઈને સગી કેવલીના હાથ વગેરે અવયવે ચલ (અસ્થિર) હોય છે અને તેમ હોવાથી વર્તમાન સમયમાં જે આકાશ-પ્રદેશમાં હાથ, પગ, બાહુ અને - ઊરને અવગાહીને રહે છે તે પછીના સમયમાં તે જ આકાશ-પ્રદેશમાં હાથ વગેરેને અવગાહીને રહેવા તેઓ સમર્થ નથી. મુક્ત જીવને કાર્ય-કમ સકળ કર્મથી મુક્ત બનતાં જ આત્મા લેકના અંત સુધી ઊંચે જાય છે અથત સંપૂર્ણ કમને અને એને અવલંબીને રહેલા ઔપશમિકાદિ ભાવેને નાશ થતાં, એક સમયમાં સમકાલે શરીરને વિયેગ, સિધ્યમાન ગતિ અને લેકાંતની પ્રાપ્તિ એમ ત્રણ કાર્યો એને હાથે થાય ૧ ભગવતી ( શ. ૫, ઉ. ૪ )ની ટીકામાં આનો અર્થ સમજાવતાં કહ્યું છે કે વીયતરાય કર્મના નાશથી ઉત્પન્ન થયેલી શક્તિ તે “વીય' કહેવાય છે. યોગ એટલે માનસાદિ વ્યાપારથી યુક્ત. દ્રવ્ય એટલે વિદ્યમાન દ્રવ્ય, જેમાં વીર્ય મુખ્ય છે એવું માનસ વગેરે વ્યાપારથી યુક્ત વિશ્વમાન જે જીવ-દ્રવ્ય તે “ વીર્યસંયોગ-દ્રવ્ય' કહેવાય. એનો ભાવ તે “ વીર્ય યોગદદ્રવ્યતા’ જાણવી. વીર્યનો સદભાવ હાય પરંતુ વેગે (વ્યાપારો) વિના ચલન ન થઈ શકે એટલા માટે યોગ શબ્દનો પ્રયોગ કરી સદ્ધવ્યને વિશેષિત કરવામાં આવ્યું છે. વળી દ્રવ્યનું જે સત' વિશેષણ છે તે દ્રવ્યની સત્તાના અવધારણ વાસ્તે છે. વીર્ય પ્રધાન, માનસાદિ વેગથી યુક્ત આત્મરૂ૫ દ્રવ્ય તે “ વીર્યસંગદ્રવ્ય ' કહેવાય અથવા વીર્યપ્રધાન ગગવાળે એવો અને મન વગેરેની વIણાથી યુક્ત તે “ વીર્ય યોગદદ્રવ્ય' કહેવાય એમ બીજ પણ બે અથે સંભવે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy