SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1226
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૧૧૪૭ પછી બાકી રહેલાં પરંતુ પાતળાં પડી ગયેલાં એવાં વેદનીય, નામ, ગોત્ર અને આયુષ્ય એ ચાર અઘાતિ-કર્મોને લીધે એ આત્મા વિહાર કરે છે. આ કર્મો પણ જ્યારે નાશ પામે છે ત્યારે એને સમગ્ર કમના ક્ષયરૂપ મેક્ષ મળે છે. જન્મ-મરણની શંખલાથી એ પહેલી જ વાર પરંતુ સદાને માટે છૂટે છે, કેમકે કર્મોનો ક્ષયની સાથે દારિક શરીરથી રહિત બનેલા આત્માને ફરીથી જન્મ લેવાનું રહેતું નથી, કારણ કે એવું કેઈ કારણ નથી તેમજ ભવિષ્યમાં પણ એવું કઈ કારણ ઉપસ્થિત થાય તેમ પણ નથી. પૌગલિક કર્મના આત્યંતિક ક્ષયની પેઠે તે કર્મ સાથે સાપેક્ષ એવા કેટલાક ભાવેને નાશ પણ મોક્ષની પ્રાપ્તિ પૂર્વે આવશ્યક છે એટલે આવા ભાવેને નાશ પણ મોક્ષનું એક કારણ છે. પથમિક, ક્ષાપશમિક, ઔદયિક, પારિણામિક અને ક્ષાયિક એ પાંચ ભાવે છે તે પૈકી પથમિક, ક્ષાપશમિક અને ઔદયિક ભાવેને તે સદંતર નાશ થાય છે. પરિણામિક ભાવના વિવિધ પ્રકારો પૈકી કેવળ ભવ્યત્વને જ નાશ થાય છે; બાકીના અતિત્વ, છત્વ ઇત્યાદિ ભાવ તે મુક્ત અવસ્થામાં પણ હોય છે. ક્ષાયિક ભાવ જેકે કર્મ સાથે સાપેક્ષ છે છતાં તેને મુક્ત કશામા અભાવ નથી. આથી એ અવસ્થામાં ક્ષાયિક સમ્યકત્વ, કેવલજ્ઞાન, કેવલદર્શન અને સિદ્ધત્વ હોય છે. કેવલી અને છમસ્થમાં તફાવત અવધિજ્ઞાન વગેરે અતિશયથી રહિત છમસ્થ (૧) ધમસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય, (૪) દેહ રહિત જીવ (સિદ્ધ), (૫) પરમાણુ-પુદ્ગલ, (૬) શબ્દ, (૭) ગંધ, (૮) વાત, (૯) અમુક જિન ( વીતરાગ) થશે કે નહિ અને (૧૦) અમુક સર્વ દુઃખને નાશ કરી શકશે કે નહિ એ દશ વસ્તુઓ છઘસ્થ સમગ્ર ભાવથી અર્થાત્ સાક્ષાત્કાર સ્વરૂપે અનંત પર્યાય પૂર્વક ન જાણે, પરંતુ એ દશે વસ્તુ કેવલી તો તેમ જાણે. જુઓ ભગવતી (શ. ૮, ઉ. ૨)નું ૩૧૭મુ સૂત્ર. - આ પૈકી શબ્દ આશ્રીને ભગવતી (શ ૫, ૬, ૪)ના પ્રથમ સૂત્રમાં એ વાત સ્પષ્ટ કરવામાં સમાવી છે કે છઠ્ઠમસ્થ મનુષ્ય શંખના, રણશિંગડાના, શંખિકાના, કોહલીના, ડુકકરના ચામડાથી મઢેલા મુખવાળા એક જાતના વાજના, ઢેલના, ઢોલકીના, ઠકકાના, ડાકના, ડાકલાના, ૧ કેવલી મનુષ્ય જે પ્રકારે અંતેકરને કિંવા ચરમ શરીરવાળાને જાણે અને જુએ તે પ્રકાર છમસ્થ માટે શક્ય નથી, પરંતુ કેવલી પાસેથી કે તેના શ્રાવક પાસેથી, તેની શ્રાવિકા પાસેથી, તેના ઉપાસક પાસેથી, તેની ઉપાસિકા પાસેથી અથવા કેવલીના પાક્ષિક -સ્વયંબુદ્ધ પાસેથી કે તેના શ્રાવક કે ઉપાસક પાસેથી કે તેની શ્રાવિકા કે ઉપાસિકા પાસેથી સાંભળીને અથવા પ્રમાણથી અંતરને કિવા ચરમદેહીને જાણે અને જુએ. અત્ર સાંભળવાને અથ થઈ કેવલી પાસે તેનાં વાક્યો સાંભળે તે “કેવલિશ્રાવક' જાણ જયારે સાંભળવાની ઇચ્છા વિનાનો માત્ર કેવલીના ઉપાસનામાં તત્પર થઈ જે કેવલીની ઉપાસના કરે તે કેવલિ-ઉપાસક જાણો. ૨ નાનો શંખ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy