________________
૧૧૪૪
નિરા-અધિકાર
( ૧૪
લેશ્યા-દાર–
પુલાકને 'પીત, પદ્ધ અને શુકલ એ ત્રણ લેશ્યાઓ હેય. બકુશ અને પ્રતિસેવના-કુશીલને છે એ લેશ્યાઓ હોય. કષાય-કુશીલે જો પરિહાર–વિશુદ્ધિ ચારિત્ર પ્રાપ્ત કર્યું હોય તે તેમને પીત, પદ્ધ અને શુક્લ લેસ્યાઓ સંભવે છે, પરંતુ જે તેમણે સૂમસપરાયરૂપ ચારિત્ર પ્રાપ્ત કર્યું હોય તે તેમને શુકલ લેશ્યા જ હોય. નિગ્રન્થ અને સગી સ્નાતકને તે શુકલ લેશ્યા જ હોય. અગી સ્નાતક યાને શેલેશી અવસ્થાને વરેલા મુનીશ્વર તે અલેશ્ય જ હેય. એમને તે શુકલ લેસ્યા પણ ન હોય.
ઉપપાત-કાર
પ્રસ્તુત ભવ છેવને ભવાંતરની પ્રાપ્તિ તે “ઉપપાત” છે. પુલાકનું ઉત્કૃષ્ટ ઉત્પત્તિ-સ્થાન અઢાર સાગરેપમની સ્થિતિવાળું “સહસાર” કલ્પ છે. બકુશ અને પ્રતિસેવના-કુશીલને ઉત્કૃષ્ટ ઉપપાત “આરણ” અને “અસ્કૃત” ક૯૫ છે અને તેની સ્થિતિ ૨૨ સાગરેપમની છે, કષાય-કુશીલ અને નિગ્રન્થને ઉત્કૃષ્ટ ઉપપાત “સર્વાર્થસિદ્ધિ વિમાનમાં ૩૩ સાગરોપમની સ્થિતિવાળા દેવામાં છે. સ્નાતકને ઉપપત નિર્વાણ છે. પુલાકાદિ ચાર નિગ્રન્થનો જઘન્ય ઉપપાત “સૌધર્મ” કલ્પમાં બેથી નવ પલપમની સ્થિતિવાળા દેવામાં છે.
સ્થાન–કાર
અત્ર “સ્થાન” શબ્દથી અધ્યવસાય-સ્થાન, પરિણામ-સ્થાન તેમજ સંયમ-સ્થાન સૂચવાય છે. કષાયનો તેમજ યેગને નિગ્રહ એ “સંયમ છે. કષાય અને ભેગના નિગ્રહની તરતમતાને લઈને સંયમમાં પણ તરતમતા ઉદ્દભવે છે. ઓછામાં ઓછા નિગ્રહથી માંડીને તે સંપૂર્ણ નિગ્રહ સુધીમાં નિગ્રહના અસંખ્યાત પ્રકારે સંભવે છે. આથી સંયમના પણ અસંખ્ય પ્રકારે પડે છે. આ બધા પ્રકારો “સંયમ સ્થાન” કહેવાય છે. એમાં જ્યાં સુધી જરા પણ કષાય રહેલો હોય ત્યાં સુધી તે કષાય-નિમિત્તક સમજવાં અને ત્યાર બાદનાં સ્થાને તે ગનિમિત્તક જાણવાં. જ્યાં સુધી કષાય છે ત્યાં સુધી સંકલેશ અને વિધિઓ અવશ્ય હોય છે, પરંતુ કષાય ક્ષીણ થતાં કેવળ વિશેધિ જ હોય છે; સંકલેશનું નામ પણ હોતું નથી. વેગને સર્વાશે નિરોધ થવાથી જે સ્થિતિ પ્રાપ્ત થાય છે તેને અંતિમ સંચમસ્થાન જાણવું. ઉત્તરોત્તર સંયમ-સ્થાનમાં કષાયને પરિણામ એ છે એ છે તે જાય છે, જ્યારે પૂર્વ પૂર્વવત સંયમ-સ્થાનમાં તેની માત્રા વધતી વધતી જોવાય છે.
આથી એ વાત સ્પષ્ટ થાય છે કે ઉપર ઉપરના સંયમ-સ્થાને વધારે ને વધારે વિશુદ્ધ છે. કેવળ ગનિમિત્તક સંયમ-સ્થામાં નિષ્કષાયતારૂપ સમાનતા હોવા છતાં ચોગ-નિધની જૂનાધિકતા પ્રમાણે ઓછી વધતી સ્થિરતા-નિષ્કકપતા રહેલી છે. યોગનિરોધ પણ વિવિધ પ્રકા
૧ તેજલેશ્યા. ૨ દિગંબર સંપ્રદાય પ્રમાણે ચાર લેયાઓ હેય છે. ૩ દિગંબરીય ગ્રંથમાં બે સાગરોપમની સ્થિતિનો નિર્દેશ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org