SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1222
Loading...
Download File
Download File
Page Text
________________ કલાસ ] આત દર્શન દીપિકા. ૧૧૪૩ પ્રરૂપણ કરી શકાય તેમ છે. તેમાં પ્રથમ સંયમ-દ્વાર વિચારીએ. પુલાક, બકુશ અને પ્રતિસેવનાકુશીલ પાંચ પ્રકારના સંયમ યાને ચારિત્ર પૈકી સામાયિક અને છેદેપસ્થાપનીયમાં વર્તે. કષાયકુશલ આ બે ઉપરાંત પરિહારવિશુદ્ધિ અને સૂમસં૫રાય ચારિત્રમાં વર્તે એટલે કુલે એ ચાર ચારિત્રમાં વતે. નિન્ય અને સ્નાતક યથાખ્યાત ચારિત્રમાં વર્તે. કૃત-દ્વાર– પુલાક, બકુશ અને પ્રતિસેવના-કુશીલ એ ત્રણેનું ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાન દશ પૂર્વ પર્યન્તનું અને કષાયકુશીલ તેમજ નિગ્રન્થનું ચીર પૂર્વ સુધીનું હોય છે. સ્નાતકને શ્રુતજ્ઞાન હતું જ નથી, કેમકે તેઓ તે સર્વજ્ઞ છે અને કેવલજ્ઞાનની વિદ્યમાનતામાં બાકીનાં છાભસ્થિક જ્ઞાન હોય જ નહિ. પુલાકનું જઘન્ય શ્રુત નવમા પૂર્વગત “આચારવતુ' નામના ત્રીજા પ્રકરણ પર્યતનું હોય છે. બકુશ, કુશીલ તેમજ નિગ્રન્થનું જઘન્ય કૃત આઠ પ્રવચનમાતા જેટલું હોય છે. સ્નાતક માટે જઘન્ય કૃતને વિચાર જ અસ્થાને છે. પ્રતિસેવના-દ્વાર– મૂળ ગુણરૂપ પાંચ મહાવ્રત અને વિલેજનવિરમણ એ છ માંથી કોઈ પણ વતનું રાજા વગેરેના બળાત્કારથી પુલાક ખંડન કરે છે, નહિ કે પિતાની મેળે. કેટલાક આચાર્યના મત પ્રમાણે તેઓ ચતુર્થ વ્રતના જ વિરાધક છે. ઉપકરણ–બકુશ ઉપકરણેમાં આસક્ત બની તેની ટાપટીપ કરે છે અને શરીર-બકુશ શરીરમાં આસક્ત બની તેની શોભા વધે તેવાં કાર્ય કરે છે. પ્રતિસેવના-કુશલ મૂલ ગુણેની વિરાધના કરતા નથી, કિન્તુ ઉત્તર ગુણોની કંઈક વિરાધના કરે છે. કષાય-કુશીલ, નિગ્રન્થ અને સનાતકને તે વિરાધના હતી જ નથી. તીર્થ-કાર બધા તીર્થકરનાં તીર્થમાં યાને શાસનમાં પાંચ પ્રકારના નિર્ચ હેય છે-મળી આવે છે. આ સંબંધમાં કેટલાકનું માનવું એમ છે કે પુલાક, બકુશ અને પ્રતિસેવના-કુશીલ એ ત્રણ તે તીર્થ માં નિત્ય હોય છે અને બાકીના કષાય-કુશીલાદિ તીર્થમાં પણ હોય અને અતીર્થમાં પણ હોય. લિંગ-દ્વાર– લિંગ યાને ચિહન (૧) દ્રવ્ય-લિંગ અને (૨) ભાવલિંગ એમ બે જાતનું છે. તેમાં દ્રવ્ય-લિંગથી રજોહરણ, મુખવઝિકા વગેરે સમજવાં અથત લિંગ એ વિશિષ્ટ વેષાદિ બાહ્ય સ્વરૂપ સાથે સંબંધ ધરાવે છે. ભાવ-લિંગથી જ્ઞાન, દર્શન અને ચારિત્ર સમજવાં. પાંચે નિગ્રન્થામાં ભાવ-લિંગ તે હોય છે જ, પરંતુ દ્રવ્યલિંગ તે એ બધામાં હોય પણ ખરું અને ન પણ હોય કદાચિત રજોહરણાદિ હોય અને કદાચિત ન હોય, આ સંબંધમાં મરુદેવાનું ઉદાહરણ વિચારી લેવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy