SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૩૮ નિજરા-અધિકાર [ ૧૪ અર્થાત નિર્વાણના કારણરૂપ એવા જિનેશ્વરે કહેલા આગમને વિષે અખંડિત શ્રદ્ધા રાખનારા, શ્રુત અનુસાર ક્રિયા કરનારા તેમજ લબ્ધિથી જીવનારા નિર્ચન્થ “ પુલાક” કહેવાય છે. આ પુલાકના (૧) જ્ઞાન, (૨) દર્શન, (૩) ચરણ યાને ચારિત્ર, (૪) લિંગ અને (૫) સૂક્ષમની અપેક્ષાએ પાંચ પ્રકારે પડે છે. તેમાં જ્ઞાન-પુલાકનું લક્ષણ એ છે કે आवश्यकादिसूत्रविषयकस्खलनादिकरणरूपत्वं ज्ञानपुलाकस्य અક્ષમ્ (૭૩૮) અર્થાત આવશ્યક વગેરે સૂત્રમાં જે નિગ્રન્થને ખેલના વગેરે થતી હોય તેઓ “જ્ઞાન-પુલાક” કહેવાય છે. દર્શન-પુલાકનું લક્ષણ कुदृष्टिभिः सह संस्तवादिकरणरूपत्वं दर्शनपुलाकस्य लक्षणम् । (૭૩૧) અર્થાત્ કુદષ્ટિએ યાને મિથ્યાત્વીઓ સાથે પરિચયાદિ કરનારા નિર્જન્ય દર્શન-પુલાક કહેવાય છે. ચરણ-પુલાકનું લક્ષણ - मूलोत्तरगुणप्रतिसेवनासम्पादनत्वं चरणपुलाकस्य लक्षणम् । (૭૪૦) અર્થાત્ મૂળ તેમજ ઉત્તર ગુની પ્રતિસેવનાને પ્રાપ્ત થયેલ નિગ્રન્થ “ચરણ-પુલાક” કહેવાય છે. લિંગ-યુલાકનું લક્ષણ– प्रवचनोक्तलिङ्गस्याधिकरणरूपसम्पादनत्वं लिङ्गपुलाकस्य लक्षणम् । (૭૨) અર્થાત જૈન સિદ્ધાન્તમાં કહેલા લિંગને અધિકરણરૂપે પ્રાપ્ત કરાવનાર નિગ્રન્થ “લિંગ-પુલાક' કહેવાય છે. સૂક્ષ્મ-પુલાકનું લક્ષણ किञ्चित्प्रमादकरणरूपत्वं सूक्ष्मपुलाकस्य लक्षणम् । (७४२) અર્થાત્ નહિ જેવો પ્રમાદ કરનારા પુલાક “સૂમ-પુલાક” કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy