SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨૬ નિજા—અધિકાર. [ ૧૪ ચાર ’ કહેવાય છે, કેમકે એમાં વિતકનું અવલખન હાવા છતાં એકત્વનુ' પ્રધાનપણું ચિન્તન કરાય છે અને અર્થ, શબ્દ કે ચેાગનું પવિત`ન યાને સક્રમણ હેતુ નથી. આ એ પ્રકારના ધ્યાના પૈકી ક્ષેદપ્રધાન એવા પ્રથમના અભ્યાસ ઢઢ થયા બાદ જ બીજા અભેપ્રધાન માટે ચેાગ્યતા પ્રાપ્ત થાય છે. જેમ સમગ્ર શરીરમાં વ્યાપી ગયેલા સર્પાદિના ઝેરને મંત્રાદિ ઉપચારા વડે ડંખની જગ્યાએ એકત્રિત કરાય છે તેમ સમસ્ત વિશ્વના ભિન્ન ભિન્ન વિષયામાં અસ્થિરપણે ભટકતા મનને ધ્યાન વડે કોઇ પણ એક વિષય ઉપર લાવી સ્થિર કરાય છે. એ સ્થિરતા યાને નિષ્ઠ પતા મજબુત બનતાં જેમ ઘણાં બળતણા કાઢી લેવાથી અને બાકી રહેલાં ખળતણ્ણાને સળગાવી દેવાથી અથવા તે મધાં જ મળતણા લઈ લેવાથી પ્રદીપ્ત થયેલા અગ્નિ આલવાઇ જાય છે તેમ ઉપયુક્ત ક્રમે એક વિષય ઉપર મન સ્થિર થતાં છેવટે એ મન તદ્ન શાંત થઇ જાય છે; અર્થાત્ મક ટ જેવી તેની ચંચળ દશા મટીને તે નિષ્રકંપ બની જાય છે. એનુ પરિણામ એ આવે છે કે જ્ઞાનનાં બધાં આવરણાના અંત આવી સ`જ્ઞતા પ્રકટે છે. ત્રીજા પ્રકારના ધ્યાનમાં શ્વાસોચ્છ્વાસ જેવી સૂક્ષ્મ કાયિક ક્રિયા રહેલી છે અને એ ધ્યાનથી પતિત થવાના સ’ભવ નથી; આથી એ · સૂક્ષ્મક્રિયાપ્રતિપાતિ ’ કહેવાય છે. ચેાથા પ્રકારના ધ્યાનમાં આવી સૂક્ષ્મ ક્રિયા માટે પશુ અવકાશ નથી. એમાં તે આત્મપ્રદેશનું સવ થા સદાને માટે નિષ્કપત્વ પ્રકટે છે, આથી એ ‘સમુચ્છિન્નક્રિયાઽનિવૃત્તિ' કહેવાય છે. આ ધ્યાનના પ્રભાવથી સ` પ્રકારના આસ્રવ અને મધનાં દ્વારા હંમેશને માટે બંધ થઈ જઈ અવશિષ્ટ અદ્ઘાતિ ક્રના વિનાશ થઇ માક્ષ મળે છે. આ ધ્યાનમાં પણ ત્રીજા પ્રકારની જેમ કોઇ પણ પ્રકારના શ્રુતજ્ઞાનનું આલંબન હાતુ નથી એથી ખંને ધ્યાના ‘ નિરાલંબન ' પણ કહેવાય છે. શુક્લ ધ્યાનના અધિકારીઓ શુક્ત ધ્યાનના અધિકારીઓના બે ઢષ્ટિએ વિચાર કરી શકાય તેમ છેઃ (૧) ગુરુસ્થાનની ષ્ટિએ અને (૨) ચેાગની ઢષ્ટિએ. તેમાં ગુણુસ્થાનને ઉદ્દેશીને વિચારતાં શુકલ ધ્યાનના ચાર પ્રકારો પૈકી પહેલા એના અધિકારી અગ્યારમા કે બારમા ગુણસ્થાને વનારા પૂધર છે. આથી એમ ફલિત થાય છે કે જે પૂધર ન હોય અને અગ્યારમે બારમે ગુણસ્થાને વતતા ડાય તેમને તે શુક્લ ધ્યાન તે સમયે હાતુ નથી, પર ંતુ ધમ ધ્યાન હોય છે. અર્થાત્ શુદ્ધ ધ્યાનના પ્રાથમિક એ ભેદોના સ્વામી પૂર્વધર ડાવા જ જોઈએ. આ સંબંધમાં ચિત અપવાદ હોય એમ જણાય છે. જેમકે માતુષ મુનિવર અને શ્રીઋષભદેવની માતા મરુદેવાને શુક્લ ધ્યાન સ‘ભવે છે. શુક્લ ધ્યાનના ત્રીજા અને ચેાથા પ્રકારોના અધિકારી કેવલજ્ઞાની છે. અર્થાત્ તેરમા અને ચોદમા ગુણસ્થાને વ`તી વિરલ વિભૂતિ છે. આ ઉપરથી એ વાત પણ સ્પષ્ટ થાય છે કે પૂર્વધર કે કેવલી જે ન હોય તેવા માટે શુક્લ ધ્યાનનાં દ્વાર બંધ છે. પૂર્વધર માટે પહેલા એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy