________________
Gહાસ ]
આહંત દર્શન દીપિકા.
૧૧૩૫
મનેયેગમાં, વાગથી કાયયોગમાં સંક્રાન્તિ થાય છે. આ પ્રમાણે બર્થવ્યંજનયોગ-સંક્રાન્તિ જાણી લેવી.
એકત્વ સંબંધી જે વિતક હોય તે “એકવિતક ” કહેવાય છે. ત્રણ ગેમાંથી એક જ યોગ અને અર્થવ્યંજન પણ એક જ હોય. આથી બીજા શુકલ ધ્યાનનું લક્ષણ એવું ફલિત થાય છે કે–
उत्पादव्ययध्रौव्यादिपर्यायाणामेकस्मिन् पर्याय निष्प्रकम्पपूर्वगत. श्रुतानुसारिचेतसा चिन्तनरूपत्वं द्वितीयशुक्लध्यानस्य लक्षणम्। (७३६)
અર્થાત ઉત્પાદ, વ્યય, પ્રૌવ્ય ઈત્યાદિ પર્યાયે પૈકી ગમે તે એક પર્યાયનું નિષ્કપ અને પૂર્વમાં કશેલ શ્રત અનુસાર મન વડે ચિન્તન કરવું તે બીજા પ્રકારનું શુકુલ ધ્યાન છે.
આ પ્રમાણે પ્રસ્તુત ગ્રંથકારે શુકુલ ધ્યાનના પ્રાથમિક બે પ્રકારો પરત્વે સૂચન કર્યું છે, પરંતુ આ વિષય ગહન હોવાથી એની સ્પષ્ટ રૂપરેખા આલેખવી આવશ્યક સમજાય છે. સૌથી પ્રથમ તો એ વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે શફલ ધ્યાનના પહેલા બંને પ્રકારને આશ્રય એક જ દ્રવ્ય છે. વળી એ બને પૂર્વધરને વિષે સંભવે છે. એથી એ બંને સવિતક ધ્યાને છે-કૃત જ્ઞાન સહિત છે, બંનેમાં આ પ્રમાણે જોકે વિતર્કની સમાનતા છે, છતાં કેટલીક ભિન્નતા પણ રહેલી છે. જેમકે પહેલામાં પૃથકૃત્વ યાને ભેદ રહેલ છે, જ્યારે બીજામાં એકત્વ યાને અભેદ છે. વળી પહેલામાં વિચાર યાને અર્થ, વ્યંજન અને ચેપગની સંક્રાતિ રહેલ છે, જ્યારે બીજામાં વિચાર માટે સ્થાન નથી, અર્થાત પહેલા પ્રકારનું શુલ ધ્યાન સવિચાર છે, જ્યારે બીજું નિર્વિચાર છે. ધ્યાન કરનાર પૂર્વધર હોય ત્યારે પૂર્વગત શ્રતને આધારે કઈ પણ પરમાણુ વગેરે જય કે આત્મારૂપ ચેતન એવા એક દ્રવ્યમાં ઉત્પત્તિ, સ્થિતિ, નાશ, મૂત્વ, અમૂવ ઈત્યાદિ અનેક પર્યાનું દ્રવ્યાસ્તિકાયાદિ ન વડે ભેદપ્રધાન ચિન્તન કરે અને કેઈ એક દ્રવ્યરૂપ અર્થ ઉપરથી બીજા દ્રવ્યરૂપ અર્થ ઉપર કે એક પર્યાયરૂપ અર્થ ઉપરથી અન્ય પર્યાયરૂપ અર્થ પરત્વે ચિન્તન કરવા પ્રવર્તે, એવી જ રીતે અર્થ ઉપરથી શબ્દ ઉપર અને શબ્દ ઉપરથી અર્થ ઉપર ચિન્તન કરવા પ્રવૃત્ત થાય તેમ જ માનસિકાદિ રોગો પૈકી કઈ પણ એક વેગને ત્યજીને અન્ય વેગનું આલંબન લે ત્યારે એ ધ્યાન “પૃથકત્વવિતર્ક સવિચાર” કહેવાય છે, કેમકે એમાં વિતર્કને યાને શ્રતજ્ઞાનને અવલંબીને કઈ પણ એક દ્રવ્યગત પર્યાના ભેદને વિવિધ દષ્ટિએ વિચાર કરાય છે અને વિતર્કને જ અવલંબીને એક અર્થ ઉપરથી બીજા અર્થ ઉપર, એક શબ્દ ઉપરથી બીજા શબ્દ ઉપર, અર્થ ઉપરથી શબ્દ ઉપર, શબ્દ ઉપરથી અર્થ ઉપર અને એક રોગ ઉપરથી બીજા યોગ ઉપર સંક્રમણ કરાય છે. જ્યારે ધ્યાન ધરનાર શ્રતને આધારે કઈ પણ એક જ પર્યાયરૂપ અને આશ્રીને તેમાં એકત્વ યાને અભેદપ્રધાન ચિન્તન કરે અને માનસિકાદિ ત્રણ ચોગ પિકી કઈ પણ એક જ ચોગ ઉપર નિશ્ચળ રહી શબ્દ અને અર્થના ચિત્તનનું તેમજ ભિન્ન ભિન્ન યુગમાં સંક્રમ કરવાનું પરિવર્તન ન કરે ત્યારે એ ધ્યાન “એકવિતકનર્વિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org