SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૩૨ નિર્જરા-અધિકાર. વિપાકવિચય–ધમ ધ્યાનનું લક્ષણું शुभाशुभकर्म विपाकानुचिन्ताप्रबन्धरूपत्वम्, नरकतिर्यङ्नरामरभवेषु कर्मणामनुभावानुचिन्तनरूपत्वं वा विपाक विचयधर्मध्यानस्य સનમ્ । ( ૭૨૬ ) 식상 < અશુભ અર્થાત શુલ અને ક્રના વિપાક વિષે સતત ચિન્તન તે વિપાકવિચય-ધમ ધ્યાન ’ છે અથવા નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવના ભવમાં કર્મોના અનુભવ લેવા પડે છે એ વિષે સતત વિચાર કરવા તે ‘વિપાકવિચય-ધમ ધ્યાન ' છે. સંસ્થાનવિચય–ધમ ધ્યાનનું લક્ષણ— द्रव्यक्षेत्रसन्निवेशानुगमनानुचिन्तन प्रबन्धरूपत्वम्, पञ्चास्तिकायारमकलोकस्य संस्थानस्वभावानुचिन्तन प्रबन्धरूपत्वं वा संस्थान विचयધમે વાનસ્થ હક્ષળમ્ । ( ૭૩૦ ) અર્થાત્ દ્રવ્ય અને ક્ષેત્ર સ’બધી રચના યાને આકારવિશેષનુ સતત ચિન્તન તે ‘સ`સ્થાનવિચયધમ ધ્યાન ' છે. અથવા તેા પંચાસ્તિકાયરૂપ લેાકના સંસ્થાનના સ્વરૂપનું એકાગ્ર ચિન્તન તે • સસ્થાનવિચય-ધમ ધ્યાન છે. ધમ ધ્યાનના સ્વામીઓ— અપ્રમત્ત, ઉપશાંતમેહ અને ક્ષીણમેહુ એ ત્રણ ગુણસ્થાનમાં ધર્મ ધ્યાન હેાય છે, અન્યત્ર નહિ. આ પ્રમાણે પ્રસ્તુત ગ્રંથકારે જે ઉલ્લેખ કર્યો છે તે તત્ત્વાર્થ( અ. ૯ )નાં નિમ્નલિખિત સૂત્રના શબ્દાય ને આભારી જણાય :-- " आज्ञाऽपायविपाकसंस्थानविचयाय धर्मप्रमत्तसंयतस्य । ३७ । સેવાન્તક્ષી ષાથયોગ્ય ।૨૮।'' Jain Education International આને વિશેષ વિચાર કરતાં એમ સમજાય છે કે ધર્મધ્યાનના અધિકારી કેવળ સાતમા, અગ્યારમા અને બારમા ગુણસ્થાનવી જ વ્યક્તિ છે એમ નહિ, કિન્તુ આઠમા, નવમા અને દશમા ગુણસ્થાનામાં પણ એને સ’ભવ છે, એટલે કે સાતમાથી ખરમાં ગુણસ્થાન પ ́ત એ સ'ભવે છે. દિગ’ખરીય સંપ્રદાય પ્રમાણે ચેાથાથી સાતમા ગુણસ્થાન પ ત જ આ ધ્યાન સભવે છે. આનુ કારણ એમ દર્શાવાય છે કે સમ્યગ્દષ્ટિને શ્રેણિના આરંભ પહેલાં જ ધર્મધ્યાન સભવે છે અને શ્રેણિના આરંભ આઠમા ગુરુસ્થાનથી થતા હોવાથી આઠમા વગેરે ગુણસ્થાનમાં એ ધ્યાન હાઇ શકે જ નહિ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy