SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ-અધિકાર. [ પ્રથમ આથી જે “સ્વભાવ'ને અર્થ “સ્વાત્મહેતુતા' ( સ્વાત્મકારણુતા, પિતે જ પિતાનું કારણ છે, એમ કહેવામાં આવે, તે “આત્માશ્રય” નામને દેષ ઉદ્દભવે છે. જે સ્વભાવને અર્થ “વસ્તુ-ધર્મ” કરવામાં આવે તે આ વસ્તુ-ધર્મ દશ્ય છે કે અદશ્ય? આ વસ્તુધર્મને “દશ્ય” તે કહી શકાય તેમ નથી, કેમકે તે આપણને દષ્ટિગોચર થત નથી, અને જો આ વસ્તુધર્મ અદશ્ય છે તો અહસ્ય હાઈ કરીને પણ તે વિદ્યમાન છે એમ માનવા જતાં અદષ્ટ અદષ્ટ હેઈ કરીને વિદ્યમાન છે એમ કેમ ન માનવું? * જો “સ્વભાવને અર્થ “વસ્તુ-વિશેષ” સમજવામાં આવે, તે આ વસ્તુ-વિશેષરૂપી સ્વભાવ મહાભૂતેથી અતિરિક્ત છે કે મહાભૂતસ્વરૂપ છે એટલે કે તે મહાભૂતથી ભિન્ન છે કે અભિન્ન છે એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. જે આ વસ્તુ-વિશેષ મહાભૂતેથી અતિરિક્ત છે એમ અંગીકાર કરીએ તે એ સવાલ ઊભું થાય છે કે આ વસ્તુ-વિશેષ મૂર્ણ છે કે અમૂર્ત ? અને જે મૂત્ત હેય તે તે “દશ્ય છે કે “અદશ્ય છે? દશ્ય કે અદશ્ય એ બેમાંથી એક પણ પક્ષ સ્વીકારતાં તેનું નિરાકરણ ઉપર મુજબ થઈ શકે છે. આથી આ મહાભૂતથી ભિન્ન વસ્તુ-વિશેષ અમૂર્ત છે એમ કહેવું પણ યુકિત-સંગત નથી. જે આ “વસ્તુ-વિશેષ'મહાભૂત-સ્વરૂપ છે, તેનાથી અભિન્ન છે એમ સ્વીકારવામાં આવે તો એક જ સ્ત્રીનાં સાધે ઉત્પન્ન થયેલાં બે સંતાનમાં એક ભૂખ અને બીજે ચતુર જોવામાં આવે તે આવી વિશેષતા શેને આભારી છે ? કેમકે વસ્તુ-વિશેષરૂપી સ્વભાવ તે બને સ્થળે સમાન જ છે. એ ઉપરથી સાર એ નીકળે છે કે અદષ્ટ કહે કે સ્વભાવ કહે તે એક જ છે અને આ મહાભૂતેથી અભિન્ન અદષ્ટ પીગલિક સિદ્ધ થાય છે. વળી આ ઉપરાંત કમનું અસ્તિત્વ તેમજ પૌગલિકત્વ સિદ્ધ કરનારી ઘણી યુક્તિઓ છે, તેમાંથી કેટલીક યુક્તિઓને અત્ર વિચાર કરવામાં આવે છે. જેમ વૃદ્ધ શરીર તરૂણ શરીર પૂર્વક હોય છે અને તરૂણ શરીર બાલ શરીર પૂર્વક હાય છે તેમ આ બાલ શરીર અન્ય શરીર પૂર્વક હોવું જોઈએ. આ અનુમાનથી સિદ્ધ થાય છે કે આ અન્ય શરીર તે કામણ શરીર-કમમય શરીર યાને કમ હેવું જોઈએ. કેમકે પૂર્વભવીય ભૌતિક શરીર તો તે ( ગત ) ભવમાં ભસ્મીભૂત થઈ ગયું છે અને અશરીરી નિયામકના અભાવને લઈને નિયમિત પ્રદેશમાં યાને અન્ય ગતિમાં જવા સમર્થ નથી અર્થાત્ નિયમિત પ્રદેશમાં જવાને માટે કાર્મણ શરીરની આવશ્યક્તા છે. આ ઉપરથી કમનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. હવે આદર્શ (અદષ્ટ) પૌશલિક છે, તે પણ યુક્તિ-પુરસ્સર દર્શાવવામાં આવે છે, એ ૧ “ારા દાક્ષિકનિષષનોનિgrણ ગરમાશ્રય: ” અર્થાત પિતાની ઉત્પત્તિમાં પિતાની જે અપેક્ષા રાખવી તે “ આત્માશ્રય” કહેવાય છે. ૨ આ માટે જુઓ શ્રીવિશેષાને દ્વિતીય ગણધરવાદ ( ગાવ ૧૬૧૨-૧૬૪૩), ૩ જેને પુર્નજન્મ માને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy