SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૭૦ નિજ રા-અધિકાર પ્રકારની હિંસા સંબંધી સતત વિચાર કરે તે “હિંસાનુબંધી નામનું પ્રથમ રૌદ્ર યાન” છે. હેપ વડે જીવેને બાંધવા, હણવા વગેરેને વિચાર કર્યા કરે છે આ સ્થાનને વિષય છે. મૃષાનુબંધીરૂપ દ્વિતીય પ્રકારના વૈદ્ર ધ્યાનનું લક્ષણ– असद्भुतघाताभिसन्धानप्रवणानुपरततीव्रभयङ्कराशयपूर्वकचिन्ताप्रबन्धरूपत्वं मृषानुबन्धिद्वितीयरौद्रध्यानस्य लक्षणम् । ( ७२४) અર્થાત્ છને મારવાની પ્રવીણતા પૂર્વક તેમજ નિરંતર તીવ્ર અને ભયંકર આશય પૂર્વક દુખ દેવાને વિચાર કર્યા કરવો તે “મૃષાનુબંધી નામનું દ્વિતીય રૌદ્ર ધ્યાન” છે. જૂઠું બોલવાની વૃત્તિમાં જે કરતા આવે છે તેને લીધે જે સતત ચિંતન થયા કરે તે આ બીજા પ્રકારનું રોદ્ર થાન છે એમ અન્યત્ર સુચવાયું છે. છળ પ્રપંચાદિકના આશયથી અસત્ય બોલવાની અને તેને સત્ય તરીકે સ્થાપવાની ચિંતા એ આ સ્થાનને વિષય છે. તેયાનુબંધીરૂપ તૃતીય પ્રકારના રોદ્ર સ્થાનનું લક્ષણ- વ્યmmશે તો વિરોધવિષયવિસ્તાઝવધારવ૫, જેમकषायोदयेनातुरचेतसस्तद्विषयकचिन्ताप्रबन्धरूपत्वं वा स्तेयानुबन्धितृतीयरौद्रध्यानस्य लक्षणम् । (७२५) અર્થાત દ્રવ્યની ચોરી કરવાના ઉપાયમાં મનને રોકવાનો સતત વિચાર કરે તે “સ્તેયાનુબંધી નામનું ત્રીજું રોદ્ર ધ્યાન” છે. અથવા લેભરૂપ કષાયના ઉદયને લીધે આતુર ચિત્તથી તે લેભ સંબંધી વિચાર કર્યા કરે તે ત્રીજું રૌદ્ર સ્થાન છે. કેધાદિ કષાયને વશ થઈ પરનું દ્રવ્યાદિ હરી લેવાને સતત સંકલ્પ એ આ ધ્યાનને વિષય છે. વિષયાનુબંધીરૂ૫ ચેથા પ્રકારના રોદ્ર ધ્યાનનું લક્ષણ विषयार्जनपरिपालनव्ययप्रयोजनचिन्ताप्रबन्धरूपत्वं विषयानुबन्धि चतुर्थरौद्रध्यानस्य लक्षणम् । ( ७२६ ) અર્થાત્ વિષયનાં અર્જન, સંરક્ષણ અને વ્યયનાં કારણને સતત વિચાર કરવો તે વિષયાનુબંધી નામનું ચોથું રૌદ્ર ધ્યાન” છે. વિષયના સાધનરૂપ ઘન, પરિવાર ઇત્યાદિના રક્ષણ વગેરેની સતત ચિંતા એ આ ધ્યાનને વિષય છે. રૌદ્ર ધ્યાન દેશવિરતિ પર્યત હોઈ શકે છે એટલે કે પહેલાં પાંચ ગુણસ્થાને વર્તતા એ ધ્યાનના સ્વામીઓ છે. જી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy