SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨૪ નિજરા–અધિકાર. આત્યંતર વ્યુત્સગનું લક્ષણ कामक्रोधमदहर्षादीनां परित्यागकरणरूपत्वमाभ्यन्तरव्युत्सर्गस्य અક્ષણ (૭૨ ) અર્થાત કામ, ક્રોધ, માન, હર્ષ વગેરેને ત્યાગ કરે તે “આત્યંતર વ્યુત્સર્ગ' છે. વ્યુત્સર્ગ કહે કે ઉત્સર્ગ કહે તે એક જ છે. એના દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકાર છે. તેમાં દ્રવ્ય-ઉત્સર્ગના ચાર પ્રકાર છે અને ભાવ-ઉત્સર્ગના ત્રણ પ્રકાર છે. ગચ્છને ત્યાગ કરી જિનકલ્પાદિને અંગીકાર કરે તે “ગણ-ઉત્સ”” છે. અનશનાદિ વ્રત લઈને કાયિક ચેષ્ટાને ત્યાગ કરે તે “કાય-ઉત્સર્ગ ” છે. અન્ય (જિન– )કલ્પ અંગીકાર કરતાં સર્વજ્ઞની આજ્ઞા અનુસાર ઉપધિને ત્યાગ કરે તે “ઉપાધિ-ઉત્સર્ગ' છે. અશુદ્ધ આહાર ગ્રહણ કરેલાને ત્યાગ કરવો તે અશુદ્ધ આહાર-ઉત્સર્ગ' છે. એ પ્રમાણે ચાર દ્રવ્ય-ઉત્સગ છે. - હવે ભાવ-ઉત્સગના ત્રણ પ્રકારે વિચારીશું. જેમકે ધાદિ કષાયને ત્યાગ કરે તે “કષાય-ઉત્સગ ” છે. મિથ્યાત્વાદિ ભવબંધનના હેતુઓને ત્યાગ કરે તે “ભવ-ઉત્સર્ગ' છે. કમબન્ધનાં કારણેને ત્યાગ કરે તે “કમ-ઉત્સર્ગ છે. આ પ્રમાણે આપણે આત્યંતર તપના છ પ્રકારે પૈકી પાંચનું સ્વરૂપ વિચાર્યું. હવે છઠ્ઠા પ્રકારરૂપ ધ્યાનનું પ્રતિપાદન કરવામાં આવે છે. તેમાં ધ્યાનનું લક્ષણ નીચે મુજબ છે-- उत्तमसंहननस्यैकाग्रचिन्तानिरोधरूपत्वं ध्यानसामान्यस्य लक्षકમ્ (૭૨૪) અર્થાત્ ઉત્તમ સંહનનવાળી વ્યક્તિ એક પદાર્થમાં ચિન્તાને નિરોધ કરે તે ધ્યાન” કહેવાય છે. અત્રે ઉત્તમ સહનનથી વા-ઋષભ નારાચ, અષભ-નારાચ અને નારાજ એ ત્રણ સંહનને સમજવાં.' આવા સંહનનવાળાનું એકાગ્ર ચિન્તાનિરોધનતે “ધ્યાન” છે. ચિન્તા એટલે ચલાયમાન ચિત્ત. ચિત્તને ડામાડોલ થતું અટકાવવું–તેને સ્થિર કરવું તે “ચિન્તાનિરોધ” છે. એક જ પદાર્થને વિષે ચિત્ત લગાડવું અને તેને અન્યત્ર ભટકવા ન દેવું તે “એકાગ્ર-ચિન્તનિરોધ” છે. કેઈ એક જ પદાર્થ આશ્રીને વિચાર કરે તે પણ ધ્યાન” કહેવાય છે. ધ્યાનના લક્ષણમાં ઉત્તમ સંહનનવાળા એ પરથી ધ્યાનના અધિકારીનું સૂચન કરાયું છે. જેનું હનન ઉત્તમ હેય તે જ ધ્યાનના અધિકારીની કટિમાં આવી શકે છે. એનું કારણ એ છે ૧ આ પ્રમાણે પ્રસ્તુત ગ્રંથકારે સૂચવ્યું છે, પરંતુ એ દિગંબરીય ગ્રંથોનું અનુકરણ જણાય છે, કેમકે તવાર્થ ( અ. ૯, સૂ. ૨૭ )ના ભાષ્યમાં તેમજ એની ટીકા ( ૫ ૨૫૯ )માં તો વજઋષભનારાય, વજીનાંરાચ, નારાચ અને અર્ધનારાચ એમ ચાર સંહનનવાળાને ઉત્તમ સંવનનવાળા ગણ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy