________________
ઉલ્લાસ ]
ચારિત્ર-વિનયનું લક્ષણુ
આર્યંત દર્શન દીપિકા.
अष्टविधकर्मचयरिक्तकरणनिमित्तकत्वे सति नूतन कर्मबन्धाकरण
૧૧૨૧
रूपत्वं चारित्रविनयस्य लक्षणम् । ( ७०५ )
અર્થાત્ આઠ પ્રકારના ક્રમના સમૂહને ક્ષીણુ કરવામાં નિમિત્તભૂત તેમજ નવીનકર્મીના અંધને રાકવાવાળા અવા વિનય તે ‘ ચારિત્ર–વિનય ’ કહેવાય છે. અન્યત્ર આની વ્યાખ્યા એવી કરવામાં આવી છે કે સામાયિકાદિ પાંચ પ્રકારના ચારિત્ર પૈકી ગમે તેને વિષે ચિત્તનું સમાધાન રાખવુંગમે તેનું વિધિ પૂર્વક પાલન કરવું અને તેની સત્ય પ્રરૂપણા કરવી તે ‘ ચારિત્ર–વિનય ” છે. આ ઉપરથી સમજાય છે કે એના સામાયિક-ચારિત્ર-વિનય ઇત્યાદિ પાંચ પ્રકારે પડે છે,
ઉપચાર-વિનયનુ લક્ષણ
सम्यग्दर्शन ज्ञानचारित्रादिगुणाधिकेऽभ्युत्थानासनप्रदानवन्दनानुनमनादिकरणरूपत्वमुपचार विनयस्य लक्षणम् । ( ७०६ )
અર્થાત્ સમ્યગ્દર્શન, યથાર્થ જ્ઞાન, રૂડું ચારિત્ર ઇત્યાદિ ગુણુ જે વ્યક્તિમાં અધિક માલુમ પડે તે આવે ત્યારે ઊભા થવુ, તેને આસન આપવું, તેને વંદન કરવુ, તેને નમસ્કાર કરવા ઇત્યાદિ ક્રિયા તે ‘ ઉપચાર-વિનય ’ છે. ટુંકમાં કહીએ તા કોઇ પણ સદ્ગુણ વડે જેએ પાતાનાથી ડિચાતા હોય તેમની સાથે ચેાગ્ય વ્યવહાર રાખવા તે ‘ ઉપચાર-વિનય ’ છે.
જ્ઞાન—વિનયાદિ ચાર વિનચેા ઉપરાંત કેટલાક ગ્રંથામાં ચિત્ત—વિનય, વચન-વિનય અને કાય—વિનય એમ ત્રણ વિનયાના પણ નિર્દેશ જોવાય છે, કિન્તુ એ ત્રણેના ઉપચાર-વિનયમાં અંતર્ભાવ થઇ શકે તેમ છે.
Jain Education International
વૈયાવૃત્ત્વ એટલે સેવા, સેવ્યના (૧) આચાય, (૨) ઉપાધ્યાય, (૩) તપસ્વી, (૪) શૈક્ષક, (૫) ગ્લાન, (૬) કુલ, (૭) ગણુ, (૮) સંધ, (૯) સાધુ અને (૧૦) સમનેાજ્ઞ એવા દશ પ્રકાર પડતા હૈ।વાથી વૈયાવૃત્ત્વના પણ આચાય –વૈયાવૃત્ત્વ ઇત્યાદિ દશ પ્રકારે પડે છે. મુખ્ય પણે જેમનું કાર્ય વ્રત અને આચાર ગ્રહણ કરાવવાનુ` હાય તે · આચાય' કહેવાય છે. મુખ્યતઃ જેએ શ્રુતના અભ્યાસ કરાવતા હોય તે ‘ ઉપાધ્યાય ’ કહેવાય છે. ઉગ્ર તપશ્ચર્યા કરનાર ‘ તપસ્વી ' કહેવાય છે. જેએ નવદીક્ષિત ઢાય અથવા જેઓ ચારિત્રાચાર વગેરેની શિક્ષા મેળવવા લાયક હોય કે તે માટે ઉમેદવારી કરતા હાય તેઓ ‘ શૈક્ષક ’ કહેવાય છે. નવદીક્ષિત શિષ્યને ચારિત્રાચારાદિને એધ કરાવવા તે ‘ શિષ્ય-વૈયાવૃત્ત્વ ’ છે. રાગ વગેરેથી પીડાતા સાધુ · ગ્લાન ’ કહેવાય છે. એક જ આચાય'ની સ ંતતિ અર્થાત્ એક જ દીક્ષાચાય ના શિષ્ય-પરિવાર તે ‘ કુલ ’ કહેવાય છે, જેમકે ‘ચાંદ્ર' કુલ. સ્થવિાની સંતતિની મર્યાદા તે ‘ગણુ ” છે. આ સંબંધમાં અન્યત્ર એવા ઉલ્લેખ જોવાય છે કે અનેક કુલાના સમુદાય તે ‘ ગણુ ’ છે. જુદા જુદા આચાર્યાંના જે શિષ્યે પરસ્પર
:
141
For Private & Personal Use Only
www.jainelibrary.org