________________
૧૧૨૦
નિર્જરા-અધિકાર
[ પછ વિનયનું લક્ષણ
अष्टविधकर्मापनयननिमित्तकत्वं विनयरूपाभ्यन्तरतपसो लक्षणम्। (૭૦૨) અર્થાત આઠ પ્રકારના કર્મને દૂર કરવામાં નિમિત્તરૂપ એવા અત્યંતર તપને વિનય ” કહેવામાં આવે છે. એના વિષયની દષ્ટિએ (૧) જ્ઞાન-વિનય, (૨) દર્શન-વિનય,(૩) ચારિત્ર-વિનય અને (૪) ઉપચાર-વિનય એમ ચાર પ્રકારો પડે છે. તેમાં જ્ઞાન-વિનયનું લક્ષણ નીચે મુજબ છે --
ज्ञानशिक्षाभ्यासकरणरूपत्वे सति ज्ञानेन सुकृतसञ्चयपूर्वकनूतनकर्मबन्धाकरणरूपत्वं ज्ञानविनयस्य लक्षणम् । (७०३) અર્થાત જ્ઞાન, શિક્ષા અને અભ્યાસ કરતાં જ્ઞાન દ્વારા સુકૃતને સંચય થાય, કિન્તુ નવીન કમ ન બંધાય તેવું કાર્ય કરવું તે જ્ઞાન-વિનય” છે. બહુમાન પૂર્વક જ્ઞાન પ્રાપ્ત કરવું અને મેળવેલું જ્ઞાન ભૂલી ન જવાય તે માટે તેને અભ્યાસ ચાલુ રાખે એ જ્ઞાનને ખરે વિનય છે. આઠ પ્રકારને જ્ઞાનાચાર તે પણ “જ્ઞાન-વિનય' છે. જ્ઞાનના મતિ વગેરે પાંચ પ્રકારે પડતા હોવાથી જ્ઞાન-વિનયના મતિજ્ઞાન-વિનય ઇત્યાદિ પાંચ પ્રકારે પડે છે દર્શન-વિનયનું લક્ષણ–
ये भावा जिनेन्द्रः कथितास्तांस्तथैव श्रद्दधाति नान्यथेत्यङ्गोकाररूपत्वं दर्शनविनयस्य लक्षणम् । (७०४)
અથત જિનેશ્વરએ જે પદાર્થોની જેવી પ્રરૂપણ કરી છે તેવા જ તે છે એવી શ્રદ્ધા રાખવી, કિન્તુ તેને અન્યરૂપે સ્વીકાર ન કરે તે “દશન-વિનય ” છે. અત્ર “દર્શન’ શબ્દથી સમ્યગ્દર્શન સમજવું. આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, કુળ, ગણ, સંધ, સધુ, સાંગિક (સમનેસ?) વગેરેને ખેદ ન ઉપજે તેવી રીતે જિન-પ્રણીત ધર્મની આરાધના કરવાથી તેમજ પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્યને સંપાદન કરવાથી દર્શન-વિનય થાય છે. ટૂંકમાં કહીએ તે તત્વની યથાર્થ પ્રતીતિરૂપ સમ્યગ્દર્શનથી ચલાયમાન ન થવું તેમજ જે શંકાદિ ઉદ્દભવે તેનું સંશોધન કરી નિઃશંકતાદિ કેળવવા પ્રયાસ કરે તે દશન–વિનય” છે.
૧ જુઓ પૃ. ૮૧૩. २ विनीयते-विशेषेण दूरीक्रियतेऽष्टविधं कर्मानेनेति विनयः । ૩ ગુણીની ભક્તિ પણ “વિનય ” છે. ૪ આઠ દર્શનાચારનું પાલન કરવું તે ૫ણું “ દર્શન-વિનય ” છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org