SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1198
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલાસ ] આત દર્શન દીપિકા. ઉપસ્થાપન-પ્રાયશ્ચિત્તનું લક્ષણ पुनर्वतारोपणरूपत्वमुपस्थापनप्रायश्चित्तस्य लक्षणम् । (७०१) અર્થાત (અહિંસાદિ મહાવતને ભંગ કરેલ વ્યક્તિને વિષે) ફરીથી મહાવ્રતનું આરોપણ કરવું તે “ ઉપસ્થાપન-પ્રાયશ્ચિત્ત છે. આ નવ પ્રકારનું પ્રાયશ્ચિત્ત દેશ, શક્તિ, સંહનન, સંયમની વિરાધના, શરીર, ઈન્દ્રિય, જાતિ અને ગુણેને ઉત્કર્ષ વિચારોને વિશુદ્ધિને અર્થે આપવામાં આવે છે તેમજ આચરવામાં આવે છે. હવે વિનયને વિચાર કરીએ તે પૂર્વે પ્રાયશ્ચિત્તાની સંખ્યા પરત્વે ઊહાપોહ કરી લઈએ. આપણે ૧૧૧૬માં પૃષ્ઠમાં જોઈ ગયા તેમ પ્રસ્તુત ગ્રંથકારેતસ્વાથને અનુસરીનવ પ્રકારો સૂચવ્યા છે, જ્યારે અન્યાન્ય ગ્રંથકાએ દશા નિર્દેશ કર્યો છે. આ ભેનું અવલોકન કરતાં જણાય છે કે પરિહાર અને ઉપસ્થાપનને બદલે અન્યત્ર મૂળ, અનવસ્થાપ્ય અને પારસંચિક એ ત્રણને નિદેશ છે. તેમાં કઈ માટે અપરાધ થતાં મહાવ્રત ફરીથી ઉચરાવવારૂપ દંડ તે “મૂલ-પ્રાયશ્ચિત્ત” છે. કરેલા અપરાધની શિક્ષારૂપે જે તારૂપ દંડ કરાયો હોય તે જ્યાં સુધી ન કરાય ત્યાં સુધી મહાવ્રતની સ્થાપના ન કરવી તે ‘અનવસ્થા-પ્રાયશ્ચિત્ત” છે. વિશિષ્ટ પ્રકારને અપરાધ કરનારને બાર વર્ષ સુધી ગ૭ અને વેષને ત્યાગ કરાવો અને શાસનની કઈ મોટી પ્રભાવના તેને હાથે થાય ત્યાર બાદ ફરીથી મહાવત ઉચરાવી તેને ગ૭માં લે તે “પારાંચિક–પ્રાયશ્ચિત્ત” છે. આ ઉપરથી જોઈ શકાય છે કે છે અને મૂલ પ્રાયશ્ચિત્તે બંને કથંચિત્ એક છે, કેમકે દીક્ષા-પર્યાયને અંશથી છેદ તે “છેદ છે અને સર્વથા છેદ તે “મૂલ” છે. આથી કરીને છેદની વિવક્ષા કરાતાં મૂલને છેદમાં સમાવેશ કરી શકાય છે. અનવસ્થાપ્ય અને પારાંચિક એ બંને પ્રાયશ્ચિત્તોમાં અમુક કાળ પર્યત મહાવ્રતનું આરોપણ કરાતું નથી એ સમાનતા છે. ઉપસ્થાપનમાંથી મહાવ્રતના આપણને જ ધ્વનિ નીકળે છે. આથી ઉપસ્થાપનમાં અનવસ્થાપ્ય અને પારસંચિકને અંતર્ભાવ શક્ય છે. આ રીતે વિચારતાં પ્રાયશ્ચિત્તની સંખ્યાને ભેદ એ મૌલિક કે તાવિક કારણને અંગે નથી; એ તે અપેક્ષા અનુસાર હોય એમ લાગે છે. વળી શ્રીભદ્રબાહસ્વામી પછી અનવસ્થાપ્ય અને પારાંચિકને વ્યુચ્છેદ થયે છે એ દષ્ટિને ધ્યાનમાં રાખીને તત્વાર્થમાં એ બેને નિદેશ ન કરાતાં ઉપસ્થાપન જેવા સામાન્ય શબ્દ પ્રયોગ કરાયો હોય એમ પણ સૂચવાય છે. ૧ છતક૯૫ની નિમ્નલિખિત ગાથામાં કહ્યું પણ છે કે અથrt તથા તક-viી જ રો વિ બિછr .. चोहसपुव्वधरम्मी धरंति सेसा उ जा तित्थं ॥ १०२॥" [ अनवस्थाप्यं तपसा तप:पाराचि च द्वे अपि व्युच्छिन्ने । चतुर्दशपूर्वधरे धरतः शेषाणि तु यावत् तीर्थम् ॥ ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy