________________
ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા.
૧૭ मर्यादया गुरोनिवेदनरूपत्वम् , पिहिताख्यानस्य गऱ्याद्वारेण प्रकाशनरूपत्वं वाऽऽलोचनप्रायश्चित्तस्य लक्षणम् । (६९४) અર્થાત્ મર્યાદા પૂર્વક ગુરુ આગળ (કરેલ પાપનું) નિવેદન કરવું તે “આલોચન–પ્રાયશ્ચિત્ત” છે. અથવા ગુપ્ત રીતે કરેલ પાપને નિન્દા પૂર્વક પ્રકાશ કરે તે “આલેચન-પ્રાયશ્ચિત્ત” છે. નિખાલસ હદયે ગુરુની સમક્ષ પોતાની ભૂલ પ્રકટ કરવી તે આ પ્રાયશ્ચિત્તનું હાર્દ છે. પ્રતિક્રમણ-પ્રાયશ્ચિત્તનું લક્ષણ
अतिचाराभिमुख्यपरिहारपूर्वकं पापादपसरणरूपत्वम् , मिथ्यादुकृतसंयुक्तस्य सतः पश्चात्तापप्रत्याख्यानकायोत्सर्गादिकरणरूपत्वं वा प्रतिक्रमणप्रायश्चित्तस्य लक्षणम् । (६९५) અર્થાત્ અતિચારની સંમુખતાના ત્યાગ પૂર્વક પાપથી દૂર થવું તે “પ્રતિક્રમણ--પ્રાયશ્ચિત્ત” છે. અથવા મિથ્યા દુષ્કૃત યુક્ત બની એટલે કે ફરીથી પાપ નહિ કરવાના આશયથી મારૂં કરેલ પાપ મિથ્યા થાઓ એ પ્રમાણે માફી માગી પશ્ચાત્તાપ, (ફરીથી આ પાપ નહિ કરું એ પ્રકારનું પ્રત્યા
ખ્યાન, કાત્સર્ગ વગેરે કરવાં તે “પ્રતિક્રમણ-પ્રાયશ્ચિત્ત છે. આ ઉપરથી સમજાય છે કે આ પ્રાયશ્ચિત્તમાં બે વાત સમાયેલી છેઃ (૧) કરેલા પાપને પશ્ચાત્તાપ કરી તેનાથી નિવૃત્ત થવું; અને (૨) નવી ભૂલ ન થાય-નવું પાપમય આચરણ ન કરાય તે માટે સાવધાની રાખવી. આલોચન-પ્રતિક્રમણરૂપ પ્રાયશ્ચિત્તનું લક્ષણ– ___ आलोचनप्रतिक्रमणोभयरूपत्वं तदुभयरूपप्रायश्चित्तस्य लक्ष. નમ્ (૨૬). અર્થાત્ આલેચન અને પ્રતિકમણ એ બંને પ્રાયશ્ચિત્તે એક સાથે કરવામાં આવે તો તે તદુભય યાને મિશ્ર પ્રાયશ્ચિત્ત છે. ગુરુની સમક્ષ પાપને પ્રકાશ કરે અને કરેલ પાપ સંબંધી મિથ્યા દુષ્કત પણ આપવું એ આ પ્રાયશ્ચિત્તને સાર છે. વિવેક-પ્રાયશ્ચિત્તનું લક્ષણ
अन्नपानोपधिशय्यादिषु शुद्धाशुद्धादिविवेचनरूपत्वं विवेकप्रायः ચિરાહ્ય ક્ષણમ્ (૧૭) અર્થાત્ અન્ન, પાન, ઉપધિ, શમ્યા વગેરે વસ્તુઓ સંબંધી શુદ્ધતા-અશુદ્ધતા વિચારવી તે વિવેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org