SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૧૬ નિજ રા-અધિકાર પ્રાયશ્ચિત્તનું લક્ષણ - बाहुल्येन चित्तशुद्धिजनननिमित्तकत्वं प्रायश्चित्तस्य लक्षणम् । (૧૩) અર્થાત્ મોટે ભાગે ચિત્તને શુદ્ધ કરવામાં નિમિત્તરૂપ તપ તે “પ્રાયશ્ચિત્ત” છે. અન્ય શબ્દોમાં કહીએ તો જે વ્રતે ગ્રહણ કરાયાં હોય તેમાં પ્રમાદાદિ દ્વારા જે દે ઉદ્દભવ્યા હોય તેનું જેનાં વડે શેધન કરી શકાય તે “પ્રાયશ્ચિત્ત” છે. એના (૧) આલેચન, (૨) પ્રતિક્રમણ, (૩) તદુભય, (૪) વિવેક, (૫) વ્યુત્સર્ગ, (૬) તપ, (૭) છે, (૮) પરિહાર અને (૯) ઉપસ્થાપન એમ નવ પ્રકારે છે. પ્રસ્તુત ગ્રંથકારે પ્રાયઃ તન્નાથને અનુસરીને ગ્રંથ રચે છે એટલ અત્ર તેમણે પ્રાયશ્ચિત્તના નવ પ્રકારે દર્શાવ્યા છે. બાકી ઉત્તરાધ્યયન વગેરે આગમેમાં પણ એના દશ પ્રકારે સૂચવાયા છે. શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણકૃત છતકલ્પમાં જે દક્ષ પ્રકારને નામે લેખ કરાયો છે તે નીચે મુજબ છે – " "तं दसविहमालोयणपडिक्कमणोभयविवेगवोस्सग्गे। तवछेयमूलअणवठ्ठया य पारंचिए चेव ॥ ४ ॥" અર્થાત્ (૧) આલેચન, (૨) પ્રતિક્રમણ, (૩) તદુભય, (૪) વિવેક, (૫) વ્યુત્સર્ગ, (૬) તપ, (૭) છેદ, (૮) મૂળ, (૯) અનવસ્થાપ્ય અને (૧૦) પારસંચિક એમ પ્રાયચિત્તના દશ પ્રકાર છે. આ ઉપરથી જોઈ શકાય છે કે પરિવાર અને ઉપસ્થાપનને બદલે મૂળ, અનવસ્થાપ્ય અને પારાંચિક એમ ત્રણને ઘણુ ગ્રંથોમાં ઉલ્લેખ કરાયો છે. આ પ્રમાણે જે ભિન્નતા જોવાય છે તેને સમન્વય નવ પ્રકારનાં પ્રાયશ્ચિત્તોનાં લક્ષણે વિચાર્યા બાદ સહેલાઈથી ધ્યાનમાં આવે તેમ હોઈ હવે આલોચનારૂપ પ્રાયશ્ચિત્તનું લક્ષણ નીચે મુજબ રજુ કરાય છે ૧ સરખા તરવાર્થ ( અ. ૯ )નું નિમ્નલિખિત સૂત્ર – “ અવનતિમતદુમાવવા પુરતfrદાજસ્થાપનાના ૨૨ ” ૨ જુઓ એના ૩૦મા અધ્યયનની નિમ્નલિખિત ગાથા – “ आलोयणारिहाई यं पायच्छित्तं तु दसविहं । जं भिक्खू वहई सम् पायच्छित्तं तमाहियं ॥ ३१ ॥" [ સાવના વિલં પ્રાયશ્ચિત્ત તુ યાવિષમ .. यद भिक्षुर्वहति सम्यक प्रायश्चित्तं तदाहितम् ॥ ] ૩ દાખલા તરીકે જુઓ સ્થાનાંગ (સ. ૭૩૩) અને ભગવતી (૨. ૨૫, ઉ. ૭, સુ. ૮૦૧). ૪ છાયા तद् दशविधमालोचन प्रतिक्रमणोभयविवेकव्यत्सर्गाः । तपश्छे दमूलानषस्थाप्यानि च पाराश्चिकं चैव ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy