SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૧૪ નિજ રા-અધિકાર કષ્ટ સહન કરાય તો મુક્તિ જેવી અનુપમ અવસ્થા પ્રાપ્ત થાય તેમ છે એટલે એ કંઈ હિસાબમાં ન લેખાય; ઉલટું ઉપવાસાદિરૂપ ત૫ સુખના સાધનરૂપ ગણાવું જોઈએ. આટલા વિવેચન પછી જૈન કાષ્ટએ જે તપની યોજના ઘડાઈ છે તે દુઃખરૂપ જ છે એમ કેણ કહેશે? જૈન શાસ્ત્રને સંમત એવી તપશ્ચર્યા કેઈ કમના ઉદયરૂપ નથી એને હવે વિચાર કરવામાં આવે છે. તત્ત્વ-સંવેદનરૂપ મુખ્ય જ્ઞાન, સંસાર પરિભ્રમણના ભયથી દૂર રહેવા રૂપ સંગ તેમજ કષાય, ઈન્દ્રિય તથા મનની વાસનાના નિરોધરૂપ શમ એ જેને મુખ્ય ઉદેશ યાને સાર છે તેને જ “તપશ્ચર્યા ' કહેવામાં આવે છે. અર્થાત્ પ્રધાન જ્ઞાન, ઉત્તમ સંવેગ અને શ્રેષ્ઠ શાંતિની પ્રાપ્તિની ખાતર જ તપશ્ચર્યા કરવાની આવશ્યકતા છે; નહિ કે બાહ્યા સાંસારિક અભિલાષાઓ તૃપ્ત કરવાને માટે. મેહનીય કર્મરૂપ કષાયોના ઉદયથી કઈ પણ તે શાંતિ મળતી નથી. વળી તપશ્ચર્યા એ પણ જે કર્મના ઉદયરૂપ હોય તો ભવ્યાત્માઓને શાંતિ ન મળે, પરંતુ તેઓ પૂર્ણ શાંતિ ભગવે છે એ વાત તે અનુભવસિદ્ધ છે. આવી સ્થિતિમાં જૈન તપ એ કર્મના ઉદયરૂપ છે એમ કહેવાનું સાહસ કોણ કરે? વિશેષમાં તપશ્ચર્યા એ કોઈ કર્મના ઉદયરૂપ છે એમ જૈન શાસ્ત્રનું માનવું જ નથી, અર્થાત્ એ દયિક ભાવરૂપ નથી કિન્તુ તે ક્ષાપશમિક ભાવરૂપ છે એમ તેનું મંતવ્ય છે. સમ્યક્ત્વ, જ્ઞાન, સવેગ વગેરે ક્ષાપશમિક ગુણે જ્યાં અનુભવાય છે ત્યાં શાંતિ પણ અનુભવાય છે. એ પ્રમાણે સમ્યક્ તપશ્ચર્યા સેવનારને શાંતિને અનુભવ થાય છે, વાસ્તે એ પણ લાપશમિક ભાવરૂપ છે એમ માનવામાં કશી આપત્તિ જણાતી નથી. ઔદયિક ભાવ યાને કમની ઉદય-અવસ્થા કઈ પણ રીતે કર્મના ક્ષયરૂપ મોક્ષનું કારણ બની શકે જ નહિ. એ તે માતા વધ્યા જે ન્યાય ગણાય અને જૈન દષ્ટિને સંમત તપશ્ચર્યા તે અવ્યાબાધ સુખનું કારણ છે એટલે એ દયિક ભાવરૂપ નથી જ, એ વાતની યુક્તિ અને અનુભવ પણ સાક્ષી પૂરે છે. આગમ પણ એ જ વાતનું સમર્થન કરે છે. કહ્યું પણ છે કે – " 'जहीथ इमं नवि दुक्खं कम्मविवागो वि सबहाने व। खाओवसमियभावे ए यति जिणागमे भणिअं॥" અર્થાત આ તપશ્ચર્યા દુઃખરૂપ પણ નથી તેમજ તે કર્મના વિપાકરૂપ યાને ઉદયરૂપ પણ નથી, પિતાના સ્થાને પહોંચી ગયો. આ પ્રમાણે પિતાની ઇષ્ટ સિદ્ધિ માટે આ વ્યાપારીને વારંવાર જવા આવવા વગેરેને પરિશ્રમ ઊઠાવવો પડ્યો, પરંતુ એ કષ્ટ સુખદાયક હોઇ તે તરફ તેણે જરા પણ અણગમો ન બતાવ્યા, કિન્તુ એ કષ્ટ આનંદથી સહન કરી લીધું. ૧ છાયા ...इदं नापि दुःखं कर्मविपाकोऽपि सर्वहाने । सायोपशमिकभावे ते यान्ति जिनागमे भणितम् ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy