________________
ઉલાસ ] આહંત દર્શન દીપિકા.
૧૧૧૩ અર્થાત્ જેથી મન અમંગળ ચિન્તન ન કરે-મનના અધ્યવસાય બગડે નહિ, ઈન્દ્રિયેની તેમજ યેગની પણ હાનિ ન થાય અર્થાત્ પૂજન, પ્રમાર્જન, પ્રતિલેખન, શુદ્ધ ઉપદેશનું દાન, શુભ ધ્યાન, સ્વાધ્યાય, શુભ ભાવના વગેરે સંયમના વ્યાપારરૂપ ગેને ખુલના ન પહેચે, જેથી શરીરમાં પીડા ન ઉદ્ભવે અને જેનાથી માંસ અને રુધિર નાશ ન પામે તેમજ જેનાથી વળી ધર્મધ્યાનની વૃદ્ધિ થાય તેનું નામ જ “તપશ્ચર્યા ” છે.
જ્યારે આ પ્રમાણે તપનું લક્ષણ જૈન શાસ્ત્રમાં દર્શાવાયું છે તે એ શાસ્ત્રમાં બતાવેલ કેશલેચ, કાયેત્સર્ગ, ઉપવાસ વગેરેને કા બુદ્ધિશાળી દુઃખરૂપ માનવાને કદાગ્રહ સેવે? જ્યારે જૈન શાસકારે પોતે જ દુઃખરૂપ ક્રિયાને તપ તરીકે માનતા નથી તે પછી પૂર્વ પક્ષ હવામાં ઉદ્ધ જતો નથી કે ?
પ્ર. ઉપવાસ વગેરે કરવાથી શરીરમાં દુઃખ થતું નથી એ વાત અનુભવથી વિરુદ્ધ છે; વાસ્તે આપ એને આમ અ૫લાપ કરે તે સમુચિત ગણાય છે ?
ઉ. જેવી રીતે રાગીઓને તેમને રેગ દૂર કરવાના શુભ ઇરાદાથી કડવાં ઔષધ પણ પીવાડાય છે, કઈ વ્યાધિ વાઢકાપથી જ મટે તેમ હોય તે તે માટે શસ્ત્રક્રિયા પણ કરાવવી પડે છે, અને આ પ્રમાણે બાહ્ય દષ્ટિએ તેને કષ્ટ અપાય છે છતાં ભવિષ્યમાં તે નીરોગી બનશે એવી આશાએ તેને ઉપચાર કરનાર તેને કષ્ટ આપે છે એમ મનાતું નથી તેમ પ્રસ્તુતમાં પણ કમજન્ય બંધનરૂપ ભાવગના નિવારણાર્થે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર જે ઉપવાસાદિ તપશ્ચર્યા કરાય છે તે બાહા દષ્ટિવાળાને દુઃખરૂપ ભલે ભાસે, કિન્તુ અંતર દષ્ટિવાળાને તે તે તેમ ન જ લાગે; કેમકે એ તપશ્ચર્યા તો એને અનંત કાલચક સુધીના સંસાર-પરિભ્રમણરૂપ દુઃખથી છોડાવે છે અને અવ્યાબાધ સુખની પ્રાપ્તિ કરાવવામાં નિમિત્તરૂપ બને છે.
વળી લેકમાં પણ એ વાત સુપ્રસિદ્ધ છે કે ઈષ્ટ કાર્યની સિદ્ધિમાં જે થોડીક તકલીફ વેઠવી પડે છે, તે તકલીફ તરફ ધ્યાન અપાતું નથી. એવી રીતે અન્ન પણ ઉપવાસ વગેરેથી થતું બાહ્ય
૧ આ સંબંધમાં નીચે મુજબનું ઉદાહરણ વિચારી લેવું –
કેઇ એક વ્યાપારી પરદેશમાં ગયો. ત્યાં તેણે અનેક રત્નો પ્રાપ્ત કર્યા. આ લઇને તે પિતાને મુલક જતો હતો. રસ્તામાં એક ગાઢ જંગલ આવતું હતું અને ત્યાં લૂટારાઓનો પૂરેપૂરો ત્રાસ હતો. આથી એણે વિચાર કર્યો કે જો આ રને લઈને હું એ જંગલમાં થઈને જઇશ તે મને લૂટી લેવામાં આવશે. આથી તેણે એક યુક્તિ કરી. રત્નોના બદલામાં કાચના ટુકડાઓની એક પોટલી બાંધી લાકડીની ઉપર તેને લટકાવી તે પાગલની માફક એ જંગલમાંથી પસાર થવા લાગ્યો. એવામાં પેલા લૂંટારૂઓએ એને જે અને એની પિટલી ખૂંચવી લીધી. તે ખેલી તે તેમાંથી કાચના ટુકડા નીકળ્યા. ગાંડાના જેવી તેની વર્તણુક જોઈ તેમણે એને જવા દીધો. ફરી બીજી વાર કાચની પિટલી લઈ એ આ જંગલમાં આવ્યો. આ કેરી લુટારૂઓએ તેને ઓળખ્યો અને તે પાગલ છે એમ માની તેને હાંકી કાઢ્યો. તેણે ત્રીજી અને ચોથી વાર પણ કાચના કટકાની પિટલી લઈ જંગલમાં પ્રવેશ કર્યો અને લૂટારૂઓએ તેના તરફ બેદરકારી બતાવી. પાંચમી વાર તે ખરેખરાં રત્નોની પોટલી બાંધી લાકડીએ લટકાવી જંગલમાં ગયા; પરંતુ આ તે પેલો પાગલ ફરી ફરીને આવે છે એમ માની લૂટારૂઓએ તેની ઉપેક્ષા જ કરી. આથી એ સહીસલામત
140
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org