SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૧૨ નિરા-અધિકાર.' નયના કમના ઉદયરૂપ મનાય છે તેમ ઉપવાસાદિ બાહા તપ દ્વારા ઉત્પન્ન થતું સુધારિરૂપ દુઃખ પણ વેદનીય કમના ઉદયરૂપ જ મનાવું જોઈએ, અને જ્યારે વસ્તુસ્થિતિ આવા પ્રકારની છે તે તેને મોક્ષના કારણ તરીકે કેવી રીતે મનાય ? કેમકે જે કર્મના ઉદયરૂપ હોય તે મોક્ષના કારણ તરીકે ગણાય જ નહિ. આથી એ ફલિત થાય છે કે કાયફલેશાદિ બાહ્ય તપશ્ચર્યા નિરર્થક છે. ઉપવાસાદિ દ્વારા ઉત્પન્ન થતા દુઃખને સહન કરવાવાળા છ તપસ્વી છે એ પ્રલાપ પણ ઘી ભર નીભે તેમ નથી, કેમકે એમ માનવા જતાં તો જગતમાં જે જે જીવ દુઃખી છે તે તે “તપસ્વી' ગણાશે. વિશેષમાં જે વધારે દુઃખી તે વધારે તપસ્વી મનાશે અને જે દુઃખ રહિત હશે તે “અતપસ્વી' કહેવાશે. અર્થાત નારકે અત્યંત દુઃખી હોવાથી તેઓ “મહાતપસ્વી' ગણાશે અને સમતા રસમાં તરબળ યોગીએ દુખી નહિ હોવાથી તેઓ “અતપસ્વીઓ ” ગણાશે. આ કેવી વિચિત્રતા ! જેમને પરમાત્માના વચનમાં શ્રદ્ધા છે અને જેઓ મમતાથી રહિત છે તેમણે તે પિતાને કે પારકાને પીડા થાય તેમ ન જ વર્તવું જોઈએ એટલે કે સ્વ કે પરને પીડા ઉપજે તેવું કાર્ય ન જ કરવું જોઈએ, કારણ કે દુઃખ થતાં આત્ત ધ્યાન ઉદ્ભવે છે અને એથી આત્માને હાનિ થાય છે. આવી પરિસ્થિતિમાં ઉપવાસાદિથી ઉત્પન્ન થતા દુઃખને મોક્ષના કારણ તરીકે સ્વીકારવું એ મૂર્ખતા નહિ તે બીજું શું ગણાય? ઉત્તર પક્ષ–યથાર્થ તપશ્ચર્યા દુઃખરૂપ હેઈ શકે જ નહિ અને જે દુખરૂપ હોય તેને જેન પ્રવચન તરૂપે સ્વીકારતું જ નથી એનું પ્રથમ પ્રતિપાદન કરવા માટે તપનું લક્ષણ આગમ અનુસાર નીચે મુજબ રજુ કરાય છે – " 'सोहु तवो कायव्यो जेण मणो मंगुलं न चिंतेइ। जेण न इंदियहाणी जेण जोगा न हायति ॥ ता जह न देहपीडा न यावि चियमंससोणियत्तं तु । जह धम्मज्झाणबुडी तहा इमं होइ कायव्यं ।।" ૧ કહ્યું પણ છે કે “ भाषिअजिणवयणाणं ममत्तरहिआणं नत्थि उ बिसेसो । अप्पाणम्मि परम्मि य तो बज्जे पीडमुभयो वि ॥" [भावित जिमवचनानां ममत्वरहितानां नास्ति तु विशेषः । आत्मनि परस्मिश्च ततो वर्जयेत् पीडामुभयोरपि ।। ૨ છાયા तदेष तपः कर्तव्यं येन मनोऽमङ्गलं न चिन्तयति । येन नेन्द्रियहानियेन योगा नहीयन्ते ॥ तावद् यथा न देहपीडा न चापि चितमांसशोणितत्वं तु । यथा धर्मध्यानवृद्धिस्तथेदं भवति कर्तव्यम् ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy