________________
ક્લાસ ] આહત દર્શન દીપિકા.
૧૧૧ અર્થાત પ્રવચન પ્રમાણે આત્માના કાર્યો દ્વારા વીરાસન વગેરે આસનેથી ઉદભવતી પીડાને સહન કરવી તે “કાયલેશ” છે.
કાયક્લેશનું લક્ષણ નીચે મુજબ પણ પ્રસ્તુત ગ્રંથકાર નિશે છે –
कायोत्सर्गवीरासनोत्कटुकासनेकपार्श्वदण्डायतशयनातापनलुश्च . નાવિષ્ટપર વાયરાહ્ય રક્ષાત્ ા (૬૪) અર્થાત કાયોત્સર્ગ, વીર-આસન, ઉત્કટુક-આસન, એક પાસા ભેર બેસવું, દંડની માફક ઊભા રહેવું, સૂવું, આતાપના લેવી, લેચ કરે ઇત્યાદિ કણ તે કાયફલેશ ” છે.
આ પ્રમાણે કાયકલેશનું બીજું લક્ષણ રજુ કરી એમ ગ્રંથકાર નિહેશે છે કે લીનતાને કાયલેશમાં સમાવેશ થતો હોવાથી લીનતાના લક્ષણના પૃથક્ ઉલેખ માટે આવશ્યકતા રહેતી નથી.
બાહ્ય તપથી કમ-નિજ રા
અનશનાદિ છ પ્રકારનાં બાહા તપથી નિસંગતા, શરીરમાં લઘુતા, ઈન્દ્રિયોને વિજય, સંયમનું રક્ષણ, કર્મની નિર્જરા વગેરે થાય છે. તેમાં નિઃસંગતા એટલે બાહા અને આંતરિક ઉપાધિને વિષે મમતાને અભાવ. એથી માસકલ્પવિહારની અગ્યતાને અભાવ થવાથી શરીરમાં લઘુતા આવે છે. આ લઘુતાથી અપ્રણીત શરીરના ઉન્માદને અભાવ થાય છે અને એથી ઇન્દ્રિ ઉપર વિજય મેળવાય છે. આ પ્રમાણે ઇન્દ્રિય કાબુમાં આવતાં ભાત પાણીને માટે જતાં ચર્યા દ્વારા થનાર છવના ઉપવાતથી બચી જવાય છે અને એ દ્વારા સંયમનું પાલન થાય છે. એથી કરીને નિસંગતાદિ ગુણેના યોગથી અનશનાદિ તપનું અનુષ્ઠાન કરનારને અને શુભ ધ્યાનમાં રહેલાને જરૂર જ કર્મની નિર્જરા થાય છે એટલે બાહા તપ દ્વારા પણ કમની નિજ રા થાય છે એવું પ્રતિપાદન અસ્થાને નથી. તપશ્ચર્યાના સ્વરૂપની મીમાંસા
ઉપવાસ, કાત્સર્ગ, કેશલેચ વગેરેને કેટલાક દુ:ખરૂપ માને છે. તેઓ એ સંબંધમાં જે દલીલ કરે છે તે તેમજ તેનું નિરસન પ્રભનેત્તરરૂપે અત્ર નીચે મુજબ રજુ કરાય છે –
પૂર્વ પક્ષ–ઉપવાસ વગેરે બાહા તપ દુઃખરૂપ-અસુખરૂપ હેઈ કોઈ પણ રીતે તે મોક્ષનું કારણ માની શકાય નહિ, કેમકે સુધા, તષા વગેરે પરીષહ તે વેદનીય કમના ઉદયરૂપ છે અને એવા પ્રકારના કર્મના ઉદયને મોક્ષના કારણ તરીકે કયો બુદ્ધિશાળી સ્વીકારે છે અન્ય શબ્દોમાં કહીએ તે જેમ ગાય, ભેંસ વગેરેને સુધાદિ દ્વારા જે દુઃખ ઉદ્દભવે છે તે અસાતવેદ
૧ ગાયને દહેતી વેળા જેમ બેસાય છે તેમ બેસવું તે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org