SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1186
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્લાસ ] આત દર્શન દીપિકા. ૧૧૦૭ –સૂત્ર તેમજ એના ભાષ્ય ઉપરથી જોઈ શકાય છે કે શ્રીઉમાસ્વાતિએ (૧) અનશન, (૨) અવમૌદર્ય, (૩) વૃત્તિપરિસંખ્યાન, (૪) રસારિત્યાગ, (૫) વિવિક્તશય્યાસન અને (૬) કાયલેશને બાહ્ય તપ તરીકે નિર્દેશ કર્યો છે. જ્ઞાનાદિત્ય શ્રીભદ્રબાહુવામીએ (૧) અનશન, (૨) ઉનેદરતા, (૩) વૃત્તિ સંક્ષેપણ, (૪) રસ-ત્યાગ, (૫) કાયશ અને (૬) સંલીનતા એમ છ પ્રકારનાં બાહ્ય તપ ગણાવ્યાં છે એ વાતની દશવૈકાલિક-નિયુક્તિની નિમ્નલિખિત ગાથા સાક્ષી પૂરે છે “ નાબૂuiremરિ વિહેવળ સા. कायकिलेसो संलीणया य बज्झो तवो होइ ॥४७॥" ઉત્તરાધ્યયન (અ. ૩૦)ની આઠમી ગાથામાં વૃત્તિક્ષેપણને બદલે ભિક્ષાચર્યાને ઉલ્લેખ છે, બાકી બીજું બધું તે આ નિર્યુક્તિની ઉપર્યુક્ત ગાથા અનુસાર છે. આ ઉપરથી એ નિષ્કર્ષ નીકળે છે કે પ્રસ્તુત ગ્રંથકાર તેમજ પ્રાચીન મુનિવરે પણ અનશન, અવમૌદર્ય અને રસપરિત્યાગ એ ત્રણને તે બાહ્ય તપ તરીકે સ્વીકારે છે જ, ઉત્તરધ્યાનમાં ભિક્ષાચર્યાને નિશ છે, જ્યારે અન્યત્ર વૃત્તિક્ષેપને નિશ છે, પરંતુ ભિક્ષાચર્યાને અથ વિચારતાં એ બંને એક જણાય છે એટલે કે અનશનાદિ ચાર પ્રકારે પરત્વે તે સમાનતા છે. બાહ્ય તપના છેલ્લા બે પ્રકારના સંબંધમાં પ્રસ્તુત ગ્રંથકાર બીજા બધાથી જુદા પડે છે, કેમકે તેમણે વિવિક્તશય્યાસનને લીનતાથી સર્વથા પૃથગ્ર ગણેલ છે એટલું જ નહિ પણ વિવિક્તશય્યાસનસેલીનતાથી વિવિક્ત-શસ્યાસન અને સંલીનતા એમ બે જુદા જુદા પ્રકારે ગણી શકાય એવી પરિસ્થિતિ જણાતી નથી. પરંતુ વિવિક્તશય્યાસનસંલીનતા તે એક જ પ્રકારનું તપ છે એમ જણાય છે. આગળ ઉપર જઈશું તેમ તેઓ લીનતાને કાયફલેશમાં અંતર્ભાવ કરે છે ૧ તત્વાર્થ ભાષ્ય (પૃ. ૨૪૦) વિચારતાં આને બદલે વિવિક્તશયસનલીનતા એવો પણ ઉલ્લેખ શકય જણાય છે. ૨ છાયા अनशनमूनोदरिता वृत्तिसरक्षेपणं रसत्यागः । कायक्लेशः संलीनता व बाचं तपो भवति ॥ છે આ રહી એ ગાથા– અળસરિયા fમવાર થ દરિણામ | कायकिलेसो संलोणया य बझो तबो हो ॥" | અજરામનોfજતા મિક્ષાર નrfસ્યા: | कायक्लेशः संलीनता च बाझं तपो भवति ॥ ] ૪ દશવૈકાલિક-નિર્યુક્તિ અને ઉત્તરાધ્યયનમાં તરવાળંગત વિવિક્તશાસનને બદલે સંસીનતાનો નિર્દેશ છે, પરંતુ એ નિર્યુક્તિની શ્રીહારિભકીય વ્યાખ્યામાં સંસીનતાના (૧) ઇન્દ્રિય-સંલીનતા. (૨) કષાય-સંલીનતા, (૩) ચોગ સંલીનતા અને (૪) વિવિqચર્યા–સંલીનતા એમ જે પ્રકારો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy