________________
૧૧૦૪
સંવર–અધિકાર.
[ પંચમ
વતા મુનિનું ચારિત્ર તે “સૂક્ષમ-પરાય છે. આ ચારિત્રમાં કોઇ, માન કે માયાના ઉદય માટે અલ્પાંશે પણ અવકાશ નથી; ફક્ત લેભને અંશ અતિસૂકમપણે હોય છે,
"યથાખ્યાત-ચારિત્રનું લક્ષણ
समस्त चारित्रमोहस्योपशमक्षयान्यतररूपत्वे सति शुद्धात्मस्वभा. वावस्थानापेक्षारूपत्वं यथाख्यातचारित्रस्य लक्षणम् । (६७९)
અર્થાત સમગ્ર ચારિત્ર-મેહનીય કમને ઉપશમ કે ક્ષય થયા બાદ શુદ્ધ આત્મ-સ્વભાવમાં સ્થિર થવું તે “યથાખ્યાત-ચારિત્ર” છે. આ ઉપરથી સમજાય છે કે આ ચારિત્રના બે ભેદ પદ્ધ શકે છે. જેમકે ઉપશમ-શ્રેણિવાળા છવને અગ્યારમાં ઉપશાંત મેહ નામના ગુણસ્થાને મોહની ઉપશાંતિરૂપ જ ચારિત્ર છે અર્થાત્ સંપૂર્ણ મોહનો આ ગુણસ્થાને ઉપરામ થયેલ છે, નહિ કે સત્તામાંથી પણ તે હાંકી કઢાયેલ છે. આ ચારિત્ર “ઓપશમિક યથાખ્યાતચારિત્ર” કહેવાય છે. ક્ષપકશિવાળા જીવને બારમા ક્ષીણુમેહ નામના ગુણસ્થાને મેહના સદંતર ક્ષયરૂપ ચારિત્ર છે. આને “ક્ષાયિક યથાખ્યાતચારિત્ર” કહેવામાં આવે છે. આ બંને ચારિત્રમાં મોહના ઉદયને સર્વથા અભાવ છે એટલા પુરતી એ બેની સમાનતા છે; બાકી પ્રથમમાં મેહની સત્તા રહેલી છે, જ્યારે બીજામાં એની જરાએ સત્તા નથી. વળી પહેલા ચારિત્રનો કાળ અંતમુહૂર્તને છે, જ્યારે બીજાને દેશ ઊન પૂર્વ કેટિવર્ષને છે. એના અધિકારીઓ બારમાથી ચૌદમાં ગુણસ્થાને હોય છેઅર્થાત્ છમસ્થ પણ આના અધિકારી છે. આ ચારિત્ર અતિચારરૂપ કલંકથી સર્વથા અપૂર્ણ છે. બીજાં ચારિત્રમાં તે સંજવલન-કષાયને પણ ઉદય છે, અહીં તો તે પણ નથી. આ પ્રમાણે આ ચારિત્ર સર્વ વિશુદ્ધ સર્વવિરતિરૂપ હેઈ એ જ ખરેખરૂં સામાયિક ગણાય. આવા પ્રકારનું ચારિત્ર સર્વોત્તમ હોઈ સમગ્ર બ્રહ્માંડમાં પ્રસિદ્ધ છે. એની પ્રાપ્તિ થયા બાદ જ અને તેમ થતાં જરૂર જ મુક્તિનાં દ્વાર ખુલતાં થઈ જાય છે.
આ પ્રમાણે સંવરના ૫૭ ભેદનું વર્ણન અત્ર પૂરું થાય છે એટલે પરિશિષ્ટરૂપે કઈ ગતિમાં કઈ જાતિમાં અને કઈ કાયમાં સંવરના કેટલા કેટલા પ્રકાર સંભવે છે તેનું દિગ્દર્શન કરી આ અધિકાર પૂર્ણ કરીશું.
કઈ ગતિમાં કેટલા સંવર –
સમિતિ, ગુપ્તિ, પરીષહ અને યતિધર્મ એ સર્વવિરતિવાળી વ્યક્તિને હોય અને નરકમાં, તિર્યંચ ગતિમાં તેમજ દેવ-ગતિમાં એને અભાવ હોવાથી એ ત્રણે ગતિમાં કેવળ બાર ભાવનારૂપ બાર જાતના સંવરને સદ્ભાવ છે. મનુષ્ય ગતિમાં ૫૭ અર્થાત બધા પ્રકારો સંભવે છે.
૧ જેવું ( સિદ્ધાન્તમાં ) કહેલું છે તેવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org