SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1182
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦૩ ઉલ્લાસ ] આત દર્શન દીપિકા. અભિગ્રહકવ્યાદિ કઈ પણ અભિગ્રહ ન હોય, કેમકે એ કલ્પ જાતે જ અભિગ્રહરૂપ છે. પ્રવજ્યા-કેઈને પણ દીક્ષા ન આપે એ ક૫સ્થિતિ છે, પરંતુ યથાશક્તિ ઉપદેશ આપે. મુંડાપન–આ મુનિ કેઈને સુડે નહિ. પ્રવજ્યા પછી મુંડન અવશ્ય હોય એ નિયમ નથી, કેમકે અયોગ્યને દીક્ષા અપાઈ ગઈ હોય તે પાછળથી એ અયોગ્યતાને સાક્ષાત્કાર થતાં મુંડન ન કરે. પ્રાયશ્ચિત્ત-વિધિ–મન વડે સૂક્ષમ અતિચાર લાગે તે પણ ખરેખર ચતુરક પ્રાયશ્ચિત્ત આવે. કારણ આ કપનું યથાવિધિ પાલન એ જ કર્મક્ષયનું નિમિત્ત-કારણ હોવાથી તેમને જ્ઞાનાદિક બીજાં આલંબને ન હોય. અર્થાત આ ક૫ પતિત દશાવાળો નથી કે જેથી જ્ઞાનાદિ આલંબન એને સ્થિર રાખે, અથવા જે વડે અપવાદ-સ્થાન સેવવાં પડે તેમ હેય તેવું જ્ઞાનાદિ આલંબન ન હોય. નિઝતિકમતા–આ ચારિત્રશાળી મુનિવર શરીર-સંસકાર ન કરે એટલું જ નહિ કિન્તુ આંખમાં તણખલું પડયું હોય તે તે પણ ન કાઢે. પ્રાણાંત કણ આવી પડે તે પણ અપવાદ-માર્ગનું સેવન ન જ કરે. ભિક્ષા– ત્રીજા પહોરે આ ચારિત્રધારક ગોચરી અને વિહાર કરે બાકીના સમયમાં તેઓ કા ત્સર્ગ કરે. તેઓ નિદ્રા બહુ અલ્પ લે. કદાચ જંઘાબળની ક્ષીણતાએ તેઓ વિહાર કરવા અસમર્થ હોય તે પણ અપવાદ ન સેવે, કિન્ત કલ્પની મર્યાદા બરાબર સાચવે. બન્ય- પરિહારકલ્પી કલ્પ પૂર્ણ થતાં ફરીથી તે કલ્પમાં અથવા ગરછમાં પ્રવેશ કરે નહિ તે તેઓ જિનકલ્પી બને. ફરીથી તે કલ્પમાં અથવા સ્થવિર કલપમાં દાખલ થનાર “ઇલ્વર-પરિહારી ” કહેવાય અને જિનકલ્પ અંગીકાર કરનાર “યાવસ્કથિક પરિહારી” કહેવાય. સૂક્ષ્મપરાય-ચારિત્રનું લક્ષણ अतिसूक्ष्मसज्वलन लोभकषायसत्त्वविषयकत्वम् , गुणश्रेणिसमा. रोहणे सति दशमगुणस्थानवतिरूपत्वं वा सूक्ष्मसम्परायचारित्रस्य હૃક્ષણમા (૬૭૮) અર્થાત્ અતિશય સૂક્ષ્મ સંજવલન ભરૂપ કષાયને જે ચારિત્રમાં સદભાવ હોય તે ચારિત્ર સૂક્ષમ-સંપાય” કહેવાય છે. અથવા તે ગુણશ્રેણિમાં આરૂઢ થયેલા અને દેશમાં ગુણસ્થાનકે - ૧ ઉપશમ-છેરણ કે ક્ષપકશ્રેણિએ આરૂઢ થયેલી વ્યક્તિ નવમે ગુણસ્થાને લેભરૂ૫ કષાયને સૂક્ષ્મ કરે-કલાયાંશની વગણાઓને અનુક્રમે તેડી પ્રત્યેક વગણને વિશેષ વ્યવધાનવાળી બનાવે અને ત્યાર પછી દશમે ગુણસ્થાને તે સૂમ લોભરૂપ કપાયને ઉદયમાં લાવી તેને ભોગવે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy