________________
ઉલ્લાસ ]
આહંત દર્શન દીપિકા. સંસારમાં એટલા બધા જ માનવા કે જેને કોઈ પણ દિવસે છેડે આવે નહિ એટલે કે જીવ અનન્ત છે એ માન્યતા ન્યાયસંગત ઠરે છે અને જૈન દર્શન એમ જ માને છે.
કાળના સૂફમમાં સૂફમ વિભાગને જૈન દર્શનકાર “સમય” તરીકે ઓળખાવે છે. ભૂતકાલ અને ભવિષ્યત્કાલના એવા અનન્ત અનન્ત સમયે છે, જ્યારે વર્તમાનકાલને એક જ સમય છે. આ ત્રણે કાલના સમયે એકઠા કરતાં જે સરવાળે થાય તેના કરતાં પણ અનન્તગણું જીવે છે, એવી જેને માન્યતા છે. ભવિષ્યત્કાલને દિન-પ્રતિદિન પ્રતિસમય ઘટાડો થવા છતાં પણ ભવિષ્યકાલને અંત આવશે એમ કેઈ સ્વપ્ન પણ માની શકે ખરે કે ? તે પછી જ્યારે જીવની સંખ્યા અનન્ત છે, તો તેને અંત કદી આવે ખરે કે ?
હા, એ વાત વ્યાજબી છે કે સંસારમાંથી મુક્તિ-પુરીએ જતાં હોવાથી, સંસારી જેની સંખ્યા પ્રતિસમય ઘટતી જાય છે, પણ તેથી આ સંખ્યા શૂન્યાકાર થઈ જશે, એવી ભીતિ રાખવી નકામી છે, કેમકે “અનન્ત” શબ્દ શું સૂચવે છે ?
વિશેષમાં, જ્યારે બધા જ છે મોક્ષે જતા રહેશે, ત્યારે સંસારમાં જીવ નહિ રહે તેનું કેમ એ પ્રશ્નનો જવાબ, ભવ્ય, અભવ્ય અને જાતિભવ્ય એમ જે જેના વિભાગો જૈન દર્શનમાં પાડવામાં આવ્યા છે અને જેને વિષે આગળ ઉપર આ પુસ્તકમાં વિવેચન કરવા વિચાર છે તે તરફ દષ્ટિપાત કરવાથી સહજ મળી આવશે. સંસારી જીવને કર્મનું બંધન–
હવે આત્મા પગલિક અછવાનું છે અર્થાત્ સંસારી આત્મા પદ્ગલિક કર્મથી બંધાયેલ છે, એને વિચાર કરીએ.
પ્રથમ તે ચાર્વાક મત તરફ નજર કરીએ. ચાર્વાકે (નાસ્તિક) અદણને માનતા નથી. પરંતુ તેનું શું કારણ છે, તે જાણવું જોઈએ. (૧) શું આશ્રયરૂપ પરલેકીને અભાવ છે તેથી ? (૨) શું અદણ અપ્રત્યક્ષ (પક્ષ) છે તેથી? (૩) શું આ વાત યુક્તિ-યુક્ત સિદ્ધ થઈ શકે તેમ નથી તેથી? (૪) શું સાધકને અભાવ હોવાથી ? કે (૫) અદષ્ટને અભાવ છે તેથી એમ પાંચ વિકલ્પ ઉદ્દભવે છે. પ્રથમ વિક૯૫ અસ્થાને છે કેમકે પાકીની સિદ્ધિ થઈ શકે છે.
| દ્વિતીય વિકલ્પના સંબંધમાં એ કહેવાનું છે કે શું અદષ્ટ ચાર્વાકને જ અપ્રત્યક્ષ છે કે બીજા તમામ દર્શનકાને પણ તેમ છે? ચાર્વાકને જે અપ્રત્યક્ષ હોય તેવી વસ્તુ કે આ પૃથ્વી ઉપર છે જ નહિ એમ કહેવાથી તે ચાર્વાકને અપ્રત્યક્ષ એવા તેના પિતામહાદિનો પણ અભાવ સિદ્ધ થવાને અને તેમ થતાં વિશેષતઃ તેને પિતાને પણ અભાવ માનવાને પ્રસંગ પ્રાપ્ત થવાને; કેમકે
૧ વહેલું કે મોડે પણ જરૂર મેલે જનાર જીવ “ભવ્ય ' કહેવાય છે. ૨ જેનામાં મેક્ષે જવાની યેગ્યતા પણ નથી તે જીવ “ અભવ્ય ' કહેવાય છે.
૩ મેક્ષે જવાની લાયકાત હોવા છતાં જે અનુકૂળ સામગ્રીના અભાવે કદી પણ સંસારને છેલ્લી સલામ ભરી નહિ શકે-મુક્ત નહિ થઈ શકે તે જીવ “ જાતિભવ્ય' કહેવાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org