________________
૩૮ જીવ-અધિકાર
[ પ્રથમ પ્રહાર કરવાથી અન્યને દુઃખ થાય એ તે નવાઈ જેવું છે, કારણ કે ઊંટને લાકડે મારવામાં આવે અને તેનું દુઃખ ગધેડાને ભેગવવું પડે એ તે કઈ પણ દિવસે બને ? આથી જોઈ શકાય છે કે આત્માને દેહથી સર્વથા ભિન્ન માને એ જ્યાં સુધી યુકિત-યુક્ત છે. વળી, જે આત્માને દેહથી સર્વથા અભિન્ન માનવામાં આવે, તે પણ વિપત્તિનાં વાદળાં જરૂર ચડી આવવાનાં, કેમકે એમ માનવાથી તે દેહને નાશ થતાં આત્માને પણ નાશ સ્વીકાર પડશે અને આ હકીકત કોને ઈષ્ટ હોઈ શકે? કઈ વ્યક્તિ પોતાને નાશવંત માનવા તૈયાર થાય વાર?
આત્મા એક જ નથી–
આ પ્રમાણે આત્માની શરીરાવચ્છિન્નતાને વિચાર કર્યો. હવે શરીરે શરીરે આત્મા પૃથ છે અર્થાત્ આત્મા એક જ નથી, એકથી વધારે આત્મા સંસારમાં છે એ વાતનું પ્રતિપાદન કરવામાં આવે છે. આત્મા એક જ છે, એમ માનવામાં તે બન્ય, મેક્ષ, સુખ, દુઃખ, ક્રિયા ઈત્યાદિ ઘટી શકશે નહિ, એ દેખીતી વાત છે. વળી આત્મા વ્યક્તિતઃ એક જ છે, પરંતુ જલચન્દ્રની માફક તે અનેક ભાસે છે, એમ કહેવું પણ એગ્ય નથી. કારણ કે આ તે અતવાદીને મત છે અને તેના મતમાં આગમ જ પ્રમાણ તરીકે રહી શકે છે. કેમકે પ્રત્યક્ષ પ્રમાણ માનવાથી તે વ્યવહાર–સિદ્ધ વસ્તુઓ અનેક છે એમ સ્વીકારવું પડે છે અર્થાત્ અદ્વૈતવાદ ઊડી જાય છે. આ ઉપરાંત અનુમાન પ્રમાણ માટે પણ આ દર્શનમાં સ્થાન નથી, કેમકે હેતુ (સાધન) અને સાધ્ય એ બેને પૃથક્ સ્વીકાર્યા વિના ઈષ્ટની સિદ્ધિ પણ તે કેમ કરી શકે અને જે આને પૃથક્ સ્વીકારે છે તે અદ્વૈતવાદ શી રીતે ટકે? આથી તે આગમ પ્રમાણને જ આશ્રય લઈ શકે તેમ છે. આવી રીતે જ્યારે એ આગમનો જ આશ્રય લે, તો પિતાનું જ આગમ સત્ય અને અન્યનું આગમ અસત્ય એ વાત સિદ્ધ થયા વિના તેની વાત વિદ્વાનો માને પણ કેમ ?
વળી, સર્વ પદાર્થો પ્રતિભાસે છે એ કથનમાંનું પ્રતિભાસમાનત્વ “સ્વથી છે કે “પરથી છે એમ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. પ્રથમ પક્ષ તે સ્વીકારાય તેમ નથી, કેમકે ઘટ, પેટ, આદિના દષ્ટાન્તથી એ વાત યુક્તિ-વિકલ સિદ્ધ થાય છે અને જે દ્વિતીય પક્ષનો આશ્રય લેવામાં આવે તે પિતાના અદ્વૈતવાદને હાનિ પહોંચે છે, કેમકે એથી તે “પર”ની સિદ્ધિ થાય છે.
જીની સંખ્યા
વિશ્વમાં છ કેટલા છે, તે સંબંધી હવે વિચાર કરવામાં આવે છે. તેમાં એ તે આપણે જોઈ ગયા કે સમસ્ત સંસારમાં એક જ જીવ છે, એમ માનવું હાનિકારક છે એટલે કે આથી જીવની સંખ્યા ફક્ત એકની જ છે એ માન્યતા પાયા વિનાની લાગે છે. ત્યારે શું સંસારમાં સંખ્યય જીવ છે કે કેમ એ પ્રશ્ન ઉદ્દભવે છે. સંસારમાં જીવની સંખ્યા બહુ મોટી નથી એમ માનવું એ એક પ્રકારનું સાહસ છે, કેમકે એમ માનવાથી તે ભવિષ્યમાં સંસાર જીવ વિનાને બની જશે, કારણ કે પ્રતિસમય આ સંસારમાંથી કઈ નહિ ને કેઈ જીવ મુકિત-પુરી જઈ જ રહ્યો છે (અલબત, આ જૈન માન્યતા છે ). વિશેષમાં આ આપત્તિમાંથી બચવા માટે મુક્ત છે સંસારમાં ફરી અવતરે છે એમ માનવું એ પણ ન્યાયસંગત નથી ( આ વાત મુકિતના અધિકારમાં વિચારીશું છે. આથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org