________________
ઉલાસ ]
આહંત દર્શન દીપિકા.
૩૭
વૈશેષિક દર્શન પ્રમાણે આત્માના નવ વિશેષ ગુણોમાં ધર્મ અને અધર્મને પણ સમાવેશ થાય છે અને આ બન્ને ગુણેને “અદણ” ના નામથી એ દર્શનમાં ઓળખાવવામાં આવે છે. વળી, આ અદણ નામને પદાર્થ તે મત પ્રમાણે સર્વ કાર્યનું નિમિત્ત કારણ છે તેમજ તે સર્વવ્યાપક છે. આ અદષ્ટ ગુણ સર્વવ્યાપક હોવાથી, તેને ગુણી આત્મા સર્વવ્યાપક છે એમ સિદ્ધ થાય છે, એવું કથન જે વૈશેષિક કરે, તે તે “પથીમાંનાં રીંગણાં છે. કેમકે પ્રથમ તે અદષ્ટ સર્વવ્યાપક છે એ વાત સિદ્ધ કરવી જોઈએ. તેમજ વળી અને દરેક પદાર્થની ઉત્પત્તિમાં કારણ માનીને (અશ્વિનું ઊર્ધ્વગમન, વાયુનું તિર્યંગ-ગમન, ઈત્યાદિ પણ આ અને આભારી છે એમ કહીને) “ઈશ્વર જગત્-કર્તા છે એવા પિતાના મતનું મંડન પણ વૈશેષિકે કરી શકશે નહિ, કેમકે અદષ્ટ તો ત્રણે જગતને રચવાને સમર્થ છે.
વિશેષમાં અનેક પ્રદીપની પ્રભાઓ પરસ્પર મળીને રહે છે, તેવી રીતે આત્માઓ રહેલા હવાથી ભિન્ન ભિન્ન આત્માઓનાં શુભાશુભ કર્મ પણ એકત્રિત થઈ ગયેલાં હોવાથી એકનાં શુભ કર્મથી અન્ય સુખી તેમજ એકનાં અશુભ કર્મથી અન્ય દુ:ખી એવી ગડબડે ઊભી થશે. આને બચાવ એમ થઈ શકે તેમ નથી કે આત્મા શરીરમાં રહીને જ શુભાશુભ કર્મના ફળરૂપ સુખદુ:ખને અનુભવ કરે છે અને દરેક આત્માનું શરીર પૃથક પૃથક હોવાથી આવી ગડબડને સારૂ અવકાશ રહેશે નહિ, કેમકે એમ હોય તે પછી આત્માએ પિતે ઉપાર્જન કરેલ અદષ્ટ, શરીરથી બહાર નીકળીને અગ્નિનું ઊર્ધ્વ ગમન કરાવે છે, ઇત્યાદિ માન્યતામાં શું પૂર્વાપર વિરોધ આવતો નથી કે ?
આ આત્માના સર્વવ્યાપકતા વાદના નિરાકરણમાં બીજી અનેક યુક્તિઓ જૈન શાસ્ત્રોમાં નજરે પડે છે, પરંતુ ગ્રન્થ-ગૌવના ભયથી અત્ર આપવામાં આવતી નથી. વિશેષ જિજ્ઞાસુઓએ સ્યાદ્વાદ-મંજરી (અન્યગઢના નવમા શ્લોકની ટીકા)નું અવલોકન કરવું. વળી આત્માને શરીરાવચ્છિન્ન માનવાથી અન્ય મતાવલંબીઓ તરફથી જે દૂષણે આપવામાં આવે છે તે તેમજ તેનું નિરાકરણ પણ એ જ ગ્રન્થમાંથી તેમજ ન્યાયકુસુમાંજલિના મારા સ્પષ્ટીકરણ (પૃ. ૮૨-૯૧) ઉપરથી પણ જોઈ શકાશે.
આત્માની દેહથી ભિન્નતા-અભિનતા –
આત્મા દેહથી ભિન્ન છે કે અભિન્ન છે એ પ્રશ્નને પ્રાસંગિક વિચાર કરવામાં આવે છે. આત્માને દેહથી સર્વથા ભિન્ન માનવો તે યુતિ-વિકલ માર્ગ છે. એમ ન હોય તે પછી દેહને પ્રહાર કરવાથી આત્માને દુઃખ થાય ? (અને દુઃખ તે થાય છે, એ અનુભવસિદ્ધ હકીક્ત છે.) એકને
૧ અદષ્ટ સર્વવ્યાપક છે એ સિદ્ધ કરવાને એવી યુક્તિ આપવામાં આવે કે સર્વ પદાર્થોની ઉત્પત્તિમાં નિમિત્તરૂપ એ અદષ્ટ જે સર્વવ્યાપક ન હોય તે અન્ય દીપમાં રહેલી રૉય, સુવર્ણ, રત્ન, ચંદન ઇત્યાદિ વસ્તુઓ અમુક નિયમિત પ્રદેશમાં રહેલા પુરુષને ઉપભોગ્ય કેમ બની શકે ? આ યુક્તિ ટાઢા પહેરની ગપ છે કે તેમાં કંઇ પ્રમાણુતા રહેલી છે. એ વિદ્વાન વાંચક તરત જોઈ શકે તેમ છે, એટલે એ સંબંધમાં વિશેષ ઊહાપોહ કરવાથી શું ફી ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org