SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦૦ સંવર-અધિકાર. [[ પંચમ આ હકીકત સ્પષ્ટ રીતે ધ્યાનમાં આવે માટે એટલું ઉમેરીશું કે પ્રથમ જેટલા વખત સુધી લઘુ દીક્ષા પાળી તે કાળને દીક્ષાને નહિ ગણવે તે પૂર્વ પર્યાયને છેદ કહેવાય છે ઉપસ્થાપના એટલે ફરીથી પાંચ મહાવ્રતોની સ્થાપના. જ્યાંથી દીક્ષાને કાળ ગણાય-દીક્ષા પર્યાયની ગણત્રી થાય એવી રીતનું ફરીથી ગ્રહણ કરાતું ચારિત્ર તે “છે પસ્થાપનીય' કહેવાય છે. એને લેક “વી દિક્ષા” તરીકે ઓળખાવે છે. આ ચારિત્ર બે પ્રકારનું છે –(૧) નિરતિચાર અને (૨) સાતિચાર. પ્રથમ અને અંતિમ તીર્થકરોના શાસનમાં જેમણે દીક્ષા લીધા બાદ વિશિષ્ટ અધ્યયને અભ્યાસ કર્યો હોય તેઓ વિશેષ શુદ્ધિના ઈરાદાથી જીવન પર્વતને માટે ફરીથી જે ચારિત્ર ગ્રહણ કરે તે “નિરતિચાર છેદો પસ્થાપનીય ” છે. વળી એક તીર્થંકરના શાસનના મુનિ તેમના નિર્વાણ બાદ બીજા તીર્થંકરના શાસનના ચારિત્રને અંગીકાર કરે તે વખતે ચાર કે પાંચ મહાવ્રતનું આરોપણ કરાય છે તેને પણ નિરતિચાર છે દોસ્થાપનીય ચારિત્રસમજવું. મૂળ ગુણને ભંગ કરનારા અર્થાત મહાવ્રતના ઘાતક એવા મુનિને વિષે ફરીથી જે મહાવ્રતની આપણું કરાય તે “સાતિચાર છેદપસ્થાનીય ” છે. આ ઉપરથી એ ફલિત થાય છે કે સાતિચાર ચારિત્ર પ્રથમ ચારિત્ર ભ્રષ્ટ થયેલું હતું એવું ઘેતન કરે છે. નિરતિચાર તેમજ સાતિચાર એવા બંને પ્રકારનાં છેદપસ્થાપનીય ચારિત્ર સ્થિત કલ્પમાં અથવા તે પ્રથમ અને અંતિમ તીર્થકરોનાં તીર્થમાં સંભવે છે, નહિ કે જિનક૯પમાં અથવા તે મધ્યમ તીર્થકરોના શાસનમાં. પરિહારવિશુદ્ધિ-ચારિત્રનું લક્ષણ– सावद्ययोगविरतिरूपत्वे सति तपोविशेषेण विशुद्धरूपत्वम् , यस्मिन् सति तपोविशेषेण सावद्ययोगविरतस्य विशुद्धता भवति तद्पत्वं वा परिहारविशुद्धिचारित्रस्य लक्षणम् । (६७७) અથૉત સાવઘ યોગની વિરતિરૂપ ચારિત્રમાં રહીને મુનિ તપવિશેષ વડે તે ચારિત્રને વધારે વિશુદ્ધ બનાવે છે તે ચારિત્ર પરિહારવિશુદ્ધિ કહેવાય છે. બીજા લક્ષણમાંથી પણ એ જ ધ્વનિ નીકળે ૧ દાખલા તરીકે શ્રી પાર્શ્વનાથના તીર્થમાં દીક્ષા લીધેલ કેશી ગણધર પ્રમુખ મુનિઓએ શ્રીમહાવીરના શાસનમાં પ્રવેશ કરતી વેળા ગ્રહણ કરેલું ચારિત્ર ૨ એકંદર કપ દશ છેઃ-( ૧ ) અચલક, (૨) ઔદેશિક, ( ક ) શયાતર, (૪) રાજપિંડ, (૫) કૃતિકામ, (૬) વન (યામ), (૭) જ્યક, (૮) પ્રતિક્રમણ, (૯) માસ અને (૩૦) પર્યુષણ. આ પૈકી શયાતર, વ્રત, ચેક અને કૃતિ કર્મ એ ચાર “ અવસ્થિત ક૯૫ ' ગણાય છે અને બાકીના છ ‘અનવસ્થિત ક૯૫' ગણાય છે. અચલકાદ દશે કપમાં વનારે મુનિ સ્થિત ક૫ ' કહેવાય છે અને કેવળ ચાર અવસ્થિત કપમાં વર્તાનારા મુનિ અસ્થિત કપી ' કહેવાય છે. ૩ આના “ અથાખ્યાત ” અને “ તથાખ્યાત ' એવાં પણ નામો નજરે પડે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy