SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1178
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહત દર્શન દીપિકા. ૧૯૯ આધાર રાખે છે. એની તરતમતાને ધ્યાનમાં લઈને ચારિત્રના (૧) સામાયિક, (૨) દેપસ્થાપનીય, (૩) પરિહારવિશુદ્ધિ, (૪) સૂમસંપાય અને (૫) યથાખ્યાત એમ પાંચ પ્રકાર પાડવામાં આવે છે. તેમાં રાગદ્વેષને ક્ષય, ક્ષયપશમ કે ઉપશમ તે “સમ” અને “આય” એટલે લાભ અથવા અય એટલે ગમન. સમને આય કે અય તે “સમાય”. એને “તદ્ધિત” પ્રત્યય લગાડતાં એનું સામાયિક એવું રૂપ બને છે. રાગદ્વેષથી વિરક્ત મુનિની તમામ ક્રિયાઓનું ફળ નિર્જરા છે. સામાયિક (૧) ઇત્વર અને (૨) માવજછવ એમ બે પ્રકારનું છે. તેમાં ઇત્વર સામાયિક પ્રથમ અને અંતિમ તીર્થંકરનાં તીર્થમાં જેમણે દીક્ષા અંગીકાર કરી હોય તેવા મુનિને દીક્ષા ગ્રહણ કરતી વેળા અપાય છે. એથી શસ્ત્રપરિજ્ઞા અધ્યયનાદિના જાણકાર અને શ્રદ્ધાળુ સાધુને આશ્રીને છેદેપસ્થાપનીય ચારિત્ર સામાયિક કરતાં ઉચ્ચ કક્ષાનું હોવાથી એ ચારિત્ર ગ્રહણ કરાતાં સામાયિકને ત્યાગ થઈ જાય છે. યાજજીવ સામાયિકના અધિકારી બીજાથી ત્રેવીસમા સુધીના તીર્થકરોનાં તીર્થમાં દીક્ષા લેનારાઓ તેમજ “મહાવિદેહ” ક્ષેત્રના વાસી એવા મુનિઓ છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે પ્રથમ દીક્ષા અંગીકાર કરવી તે “સામાયિક-ચારિત્ર છે. આના બે પ્રકાર છે. “ભરત” અને “ઐરાવત ક્ષેત્રમાં પહેલા અને છેલ્લા તીર્થંકરના શાસનમાં જ્યાં સુધી દિક્ષિત શિષ્યને પાંચ મહાવ્રતને આરેપ ન કરાય ત્યાં સુધીનું તેમનું લઘુ દીક્ષારૂપ ચારિત્ર “ઇલ્વર-સામાયિક” કહેવાય છે. આને ઓછામાં ઓછે કાળ છ માસને હોય એમ પ્રાયઃ જણાય છે. ભરત” અને “ઐરાવત ક્ષેત્રમાં મધ્યના બાવીસ તીર્થકરોના શાસનમાં તેમજ “મહાવિદેહમાં સર્વ મુનિઓને દીક્ષા લે ત્યારથી જ મહાવ્રતને આરેપ કરાય છે અને તે માવજછવ સુધીનું હોવાથી તે ચારિત્ર “યાવસ્કથિક સામાયિક” કહેવાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે થોડા વખત માટે કે આખી જીંદગી માટે જે પહેલવહેલું ચારિત્ર અંગીકાર કરાય છે-જે દીક્ષા લેવાય છે તે સામાયિકરૂપ ચારિત્ર છે. છે પસ્થાપનીયાદિ બાકીનાં ચાર ચારિત્રે પણ સામાયિકરૂપ તે છે જ, કિન્તુ આચાર અને ગુણની વિશિષ્ટતાને લઈને એને જુદે નિર્દેશ કરાય છે. તેમાં કેપસ્થાપનીય ચારિત્રનું લક્ષણ એ છે કે प्रथमापेक्षया विशुद्धतरसर्वसावधयोगविरताववस्थानरूपत्वम् , वि. विक्ततरमहावतारोपणरूपत्वम्, पूर्वपर्यायच्छेदपूर्वकपर्यायान्तरे उपस्थापनरूपत्वं वा छेदोपस्थापनीयस्य लक्षणम् । (६७६ ) અર્થાત સામાયિક-ચારિત્રની અપેક્ષાએ વધારે વિશુદ્ધ અને સમગ્ર સાવદ્ય નિવૃત્તિરૂપ ચારિત્રને દેપસ્થાપનીય કહેવામાં આવે છે. અથવા પૃથક્ પૃથક મહાવ્રતનું આરોપણ જે ચારિત્રમાં કરવામાં આવે છે તે છેદેપસ્થાપનીય કહેવાય છે. અથવા તે જે ચારિત્રને વિષે પૂવ પર્યાયને છેદ થઈ અન્ય પર્યાયની ઉપસ્થાપના થાય તેને “છેદોષસ્થાનીય'ના નામથી ઓળખાવાય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy