________________
૧૦૯૮ સંવર-અધિકાર,
[ પંચમ પરીષહેનાં કારણે–
પરીષહાનાં કારણે તરીકે કેવળ ચાર કર્મોને જ નિર્દેશ કરાય છે. તેમાં પ્રજ્ઞા-પરીષહ જ્ઞાનાવરણના ક્ષપશમને અને અજ્ઞાન-પરીષહ જ્ઞાનાવરણના ઉદયને આભારી છે. જ્ઞાનાવરણના ક્ષપશમથી પ્રજ્ઞા અને જ્ઞાન ઉદ્દભવે છે. જ્યારે જ્ઞાનાવરણ હોય ત્યારે તેને ક્ષપશમ હોય અને જ્ઞાનાવરણના ઉદયમાં અપ્રજ્ઞારૂપ નિબુદ્ધિતા અને અજ્ઞાન હેય. આ બંને અર્થે કેવી રીતે સુસંગત બને છે-જ્ઞાન શબ્દમાંથી અપ્રજ્ઞા એ અર્થ કેવી રીતે નીકળે છે એવો કોઈ પ્રશ્ન ઊઠાવે તે તેને ઉત્તર ગ્રંથકાર એ આપે છે કે ઘણા વાણાને ચા જ્ઞsiાને એ દ્વ-સમાસ કરવાથી જ્ઞાનાવરણના ઉદયમાં અપ્રજ્ઞા સંભવે છે.
દશનમેહનીય કર્મના ઉદયમાં અદશનરૂપ પરીષહ અને અંતરાય કર્મના ઉદયમાં અલારૂપ પરીષહ ઉદ્ભવે છે. ચારિત્રમોહનીય કર્મના ઉદયમાં નગ્નત્વ, અરતિ, સ્ત્રી, નિષધા, આક્રોશ, યાચના, સત્કાર-પુરરકાર એમ સાત પરીષહ ઉદ્દભવે છે. તેમાં જુગુપ્સાના ઉદયથી નગ્નતા, અરતિના ઉદયથી અરતિ, વેદના ઉદયથી સ્ત્રી, ભયના ઉદયથી નિષદ્યા, ક્રોધના ઉદયથી આક્રોશ, માનના ઉદયથી યાચના અને લાભના ઉદયથી સત્કારપુરસ્કાર પરીષહ ઉદ્દભવે છે. બાકીના પરીષહ વેદનીય કર્મના ઉદયને આભારી છે. કેવલજ્ઞાનીને જે અગ્યાર પરીષહ કહેવાયા છે તે વેદનીય કર્મના જ ઉદયનું ફળ છે. સમકાલે એક જ વ્યક્તિમાં સંભવતા પરીષહે
ઉપર્યુક્ત બાવીસ પરીષહ પૈકી કેટલાક અમુક વ્યક્તિને હોય અને કેટલાક અમુકને ન પણ હોય એ હકીકત આપણે ઉપર જઈ ગયા. અત્ર આપણે એ પ્રશ્ન વિચારીશું કે એક જ વ્યક્તિમાં એક સાથે કેટલા સંભવી શકે છે. આને ઉત્તર એ છે કે વધારેમાં વધારે ૧૯ સંભવે છે; કેમકે બાવીસમાં કેટલાક પરસ્પર વિરેાધી છે. જેમકે શીત, ઉષ્ણ, ચર્યા, શય્યા અને નિષઘા. આ પૈકી શીત અને ઉષ્ણ અત્યંત વિરોધી હોઈ તે બંને સમકાળે હોઈ જ શકે નહિ. એટલે કે ત્યારે શીત હોય ત્યારે ઉચ્ચ ન હોય અને ઉષ્ણુ હોય ત્યારે શીત ન હોય; બેમાંથી ગમે તે એક જ હોઈ શકે. એ પ્રમાણે ચર્યા, શય્યા અને નિષદ્યા પિકી ગમે તે એક જ હેઈ શકે. આ પ્રમાણે આ પાંચ પરીષહ પૈકી એક સાથે કઈ પણ બે જ અને બાકીના ૧૭ એમ મળી એક જ જીવમાં વધારેમાં વધારે ૧૯ પરીષહ સંભવે છે.
આ પ્રમાણે આપણે પરીષહાનું કથન કર્યું. હવે સંવરના પ્રધાન હતુરૂપ ચારિત્રનું લક્ષણ અને વિધાન પૂર્વક પ્રતિપાદન કરવામાં આવે છે. તેમાં સર્વવિરતિરૂપ ચારિત્રનું લક્ષણ આપણે ૮૮૧ મા પૃષ્ઠમાં વિચારી ગયા છીએ છતાં અત્ર પ્રકારતરથી તે નીચે મુજબ રજુ કરાય છેઃ
सावद्ययोगविरतिरूपत्वं चारित्रस्य लक्षणम् । ( ६७५). અર્થાત સાવવ વ્યાપારથી નિવૃત્તિ તે “ચારિત્ર' છે. આ નિવૃત્તિ પરિણામની વિશુદ્ધિ ઉપર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org